યુવતીને ફેસબુક પર પોતાની જાળમાં ફસાવીને યુવકે કર્યું એવું કૃત્ય કે જાણી તમે ચોંકી જશો.

સોશિયલ મીડિયા એ એવું સ્ટેજ છે જ્યાં પલ જપકતા કોઈ ફેમસ થઈ શકે છે. અને પલ જપકમાં કોઈ સેલિબ્રિટી રોડપર પણ આવી શકે છે.હાલનો જમાનો પોતાની જાત ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માં સૌથી સારું સાબિત કરવામાં રચ્યો પચ્યો રહે છે.ખાસ કરીને ફેસબુક એક એવું પ્લેટફોર્મ છે.

જેનો ઉપયોગ તમે સારા વિચારથી કરવા માંગો છો તો તે તમારાં માટે ખુબજ સારો છે પરંતુ જો તમે તેના ખોટા ઉપયોગ વિશે નથી જાણતાં તો આજનો આ કિસ્સો તમને બધુ સમજાવી દેશે.જામનગરની 27 વર્ષીય યુવતી માટે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર એક યુવક સાથે ફ્રેંડશીપ કરવી ખરાબ સ્વપ્ન સમાન સાબિત થયું.

રાજકોટના આ યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ કર્યું સાથે જ યુવતીની સગાઈ પણ તોડાવી દીધી.ઘણી યુવતીઓ અન્ય યુવકો નો દેખાડો જોઈ ને તેના પ્રેમ માં પાગલ થઈ જતી હૉય છે.સારા ફોટા અને સોશિયલ મીડિયામાં ફેક વસ્તુઓ બતાવી પોતાની જાતને એક સેલિબ્રિટી સમાન ગણાવતા ઘણા યુવકો છે. આવીજ રીતે અહીં પણ થયું હતું.

લગ્નની લાલચ આપીને ફસાવી આ માનસિક ત્રાસ સહન ન થતાં જામનગરના ગાંધી નગરમાં રહેતી યુવતીએ હાર્દિક પંડ્યા નામના 30 વર્ષીય યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.યુવક રાજકોટના રૈયા રોડ પાસેના ધરમનગર રોડ પર રહે છે.લગભગ દોઢ વર્ષ પહેલા હાર્દિકે યુવતી સાથે મિત્રતા કરી અને તેને પરણવાનું વચન આપ્યું.

હાલના જમાનામાં વચન માત્ર કહેવા પૂરતું રહ્યું છે વચન વાયદા જોતજોતામાં તૂટી જાય છે.લગ્નના નાટકો અને અનેક અન્ય વૈભવી સુખ સાહેબી ના બહાના હેઠળ તેણે યુવતી સાથે અનેકવાર બળાત્કાર કર્યો અને તેની બીભત્સ તસવીરો પણ ખેંચી.થોડા મહિના પહેલાં જ યુવતીને ખ્યાલ આવ્યો કે હાર્દિકને તેની સાથે લગ્ન કરવામાં નહીં પરંતુ શારીરિક સંબંધ બાંધવામાં જ રસ છે.

જ્યારે યુવતીએ હાર્દિકને આ અંગે પૂછ્યું ત્યારે હાર્દિકે યુવતીને ધમકાવી અને તેની પાસે 3 લાખ રૂપિયા માગ્યા અને જો રૂપિયા ન આપે તો તેના ફોટો ફેસબુક પર અપલોડ કરવાની ધમકી આપી.હવે યુવતીને ખબર પડી ગઈ હતી કે આ યુવક માત્ર તેની સાથે ચિટ કરવા સિવાય બીજું કાંઈ કરતો નહીં.

પોલીસ એ જણાવ્યા અનુસાર થોડા સમય બાદ યુવતીએ કોઈ અન્ય વ્યક્તિ સાથે સગાઈ કરી લીધી.પરંતુ યુવક ને આ અંગે જાણ થતાં એક અઠવાડિયા પહેલા જ યુવતીની સગાઈ પપરાણે તોડાવી હતી.હાર્દિકે યુવતીના વાંધાજનક ફોટો ફેસબુક પર અપલોડ કરતાં તેની સગાઈ તૂટી ગઇ હતી.

એ બાદ હાર્દિકે ફરીથી યુવતીને ફોન કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું અને જો એમ ન કરે તો તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી.અંતે યુવતીએ આ અંગે પોલીસ ને જાણ કરતાં હવે પોલીસ આ આરોપી હાર્દિક ને જલ્દી થી જલ્દી પકડવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here