આ સાત બોલિવૂડ એક્ટ્રેસ સાથે જોડાયું યુવરાજ સિંહનું નામ

ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સ્ટાઈલિશ ડાબોડી બેટ્સમેન અને સૌથી લોકપ્રિય ક્રિકેટર પૈકીના એક યુવરાજ સિંહે સોમવાર 10 જૂને ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યું.

દમદાર બેટિંગ અને સ્ટાઈલિશ લુકના કારણે યુવીની ફીમેલ ફેન- ફોલોઈંગ પણ ખાસ્સી રહી છે. આ જ કારણ છે કે, બોલિવૂડ હસીનાઓ સાથે પણઅવારનવાર યુવરાજના અફેરના કિસ્સા સામે આવતા રહ્યાં છે. આવો આજે જાણીએ યુવરાજના ફેમસ અફેર્સ.

આવો આજે જાણીએ યુવરાજના ફેમસ અફેર્સ.

કિમ શર્મા

બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્મા અને યુવરાજનાઅફેરનીચર્ચાઘણાસમય સુધી મીડિયામાં છવાયેલી રહી. બંનેનું અફેર આશરે 4 વર્ષ લાંબું ચાલ્યું હોવાનું કહેવાય છે. જોકે, ક્યારેય તેમણે જાહેરમાં આનો સ્વીકાર કર્યો નહોતો. બંનેના છૂટા થયા પછી એવી વાતો સામે આવી હતી કે, રિલેશન ખતમ થવા પાછળ કિમનો ખરાબ સ્વભાવ જવાબદાર હતો, તો કેટલાક કહે છે કે, યુવરાજની માતાને કિમ પસંદ નહોતી.

પ્રીતિ ઝિન્ટા

2008 માં IPLની શરૂઆત થઈ ત્યારે યુવરાજ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન તરીકે ટીમ સાથે જોડાયો હતો. અહીંથી KXIP ની માલિક અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા સાથે તેનીનિકટતાઓ વધી હતી. આ દરમિયાન બંનેના અફેરની ખૂબ ચર્ચાઓ થઈ પણ ક્યારેય તેમણે આનો જાહેરમાં સ્વીકાર કર્યો નથી.

દીપિકા પાદુકોણ

યુવરાજનું નામે જે એક્ટ્રેસિસ સાથે ચર્ચાયું છે તેમાં દીપિકાનું નામ સૌથી ધ્યાનાકર્ષક છે. તે સમયે દીપિકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી નવી હતી અને અવારનવાર તેનું નામ કોઈને કોઈ સ્ટાર સાથે જોડાતું રહેતું હતું પણ યુવી સાથે જોડાતું રહેતું હતું પણ યુવી સાથે નામ જોડાતા તેની ખૂબ ચર્ચા થઈ હતી. બંને ઘણીવાર પાર્ટીઝ, ઈવેન્ટમાં સાથે દેખાયા પણ તેમનો આ સંબંધ લાંબો સમયટક્યોનહીં.

મિનીષા લાંબા

2011 માં યુવરાજ અને મિનીષા લાંબાની એક તસવીરખૂબવાયરલ થઈ હતી જેમાં તેબંનેએકબીજાને કિસ કરતાદેખાઈરહ્યાંહતા.બાદમાં મિનીષાએ આ તસવીરને ફેક ગણાવતા કહ્યું કે, તસવીરમાં તે નહીં પણ તેના જેવી બીજી કોઈ છોકરી છે.

રિયા સેન

બોલિવૂડની સૌથી સોહામણી અને બોલ્ડ એક્ટ્રેસમાં સ્થાન પામતી રિયા સેન સાથે પણ યુવરાજનું નામ જોડાઈ ચૂક્યું છે. બંને એક પાર્ટીમાં મળ્યા હોવાનું કહેવાય છે જ્યાંથીતેએકબીજાની નજીક આવ્યા હતા. તેમને ઘણી જગ્યાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને ફરતા જોવામાં આવ્યા હતા.

નેહા ધૂપિયા

કામણગારી એક્ટ્રેસ નેહા ધૂપિયા સાથે પણ યુવીનાલવઅફેરનીચર્ચા જામી હતી. 2014 માં તેઓ સૌફી ચૌધરીની પાર્ટીમાંતેઓમળ્યાહતા. અહીંથી તેમનાઅફેરનીચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, થોડા સમય બાદ નેહાએઆઅફવાઓનું ખંડન કર્યું હતું.

પ્રીતિ જાંગિયાની

કિમ શર્મા ઉપરાંત ‘મહોબ્બતે’ ફિલ્મમાં કામ કરનારી પ્રીતિજાંગિયાની સાથે પણ યુવરાજ સિંહનું નામ જોડાઈચૂક્યું છે. બંને એકબીજાને થોડા મહિનાઓ સુધી ડેટ કરતા રહ્યાં હતા પણ ક્યારેય તેમણે પોતાના સંબંધ પર મહોર લગાવી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here