ક્લાસના આસિસ્ટન્ટ હેડ બોયથી BJP ના યંગેસ્ટ પાર્લામેન્ટ મેમ્બર સુધીની 28 વર્ષના તેજસ્વી સૂર્યાની સફર.
28 વર્ષીય તેજસ્વી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છેયુ.કે. હાઈ કમિશને તેજસ્વીને યંગ લીડરશિપ કોર્સ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતાવકીલ તરીકે તેજસ્વીએ ભાજપના નેતાઓના કેસ પણ લડ્યા છે.
23 એપ્રિલે ભારતમાં લોકસભા ચૂંટણી 2019 નું પરિણામ જાહેર થયું. આ પરિણામમાં ભાજપના યુવા ઉમેદવાર તેજસ્વી સૂર્યા દક્ષિણ બેંગલુરુ લોકસભા સીટ પરથી 3.25 લાખ કરતાં પણ વધુ મોટા વોટ માર્જિનથી જીત્યા છે. મજાની વાત એ છે કે આ જીત સાથે 28 વર્ષના તેજસ્વી સૂર્યાભાજપના સૌથી નાની ઉંમરના સાંસદ બની ગયા છે. તેજસ્વી સૂર્યા વ્યવસાયે વકીલ છે. તેજસ્વી સૂર્યા તાજેતરમાં જ સંપન્ન થયેલા લોકસભા ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બી. કે. હરિપ્રસાદને કારમી હાર આપી હતી. બી.કે.હરિપ્રસાદ તેમનાથી બમણી ઉંમરના ઉમેદવાર હતા.
યંગેસ્ટ પાર્લામેન્ટ મેમ્બરસ્કૂલમાં આસિસ્ટન્ટ હેડ બોય
તેજસ્વી જ્યારે સાતમા ધોરણમાં હતા ત્યારે પોતાની જિંદગીની પહેલી ચૂંટણી લડેલા. તેજસ્વી એમની સ્કૂલમાં આસિસ્ટન્ટ હેડ બોયની ચૂંટણી લડેલા અને જીતેલા. એટલી નાની ઉંમરે પણ એમણે પોતાની સ્કૂલની આ ચૂંટણીના કેમ્પેનને એકદમ ગંભીરતાથી લીધેલું. એમણે પેમ્પફલેટ છપાવીને આખી સ્કૂલમાં વહેંચેલા, પોતાનું એક અલાયદું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીને ઓડિટોરિયમમાં સૌને બતાવેલું. એમણે પોતાનું ચૂંટણી ચિહ્ન પણ રાખેલું, સિંહ!
વ્યવસાયે વકીલ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને યુવા મોરચાના લીડર રહી ચૂકેલા સૂર્યાએ ગયા વર્ષની વિધાનસભા ચૂંટણી પહેલાં ‘મેંગ્લોર ચલો’ નામની બાઈક રેલી પણ કાઢી હતી. વ્યવસાયે વકીલ એવા તેજસ્વીએ ઘણા ભાજપી નેતાઓના કેસ પણ લડ્યા છે. ‘પોસ્ટ કાર્ડ ન્યૂઝ’ના એડિટર મહેશ હેગડે સામે થયેલો એક સાઈબર ક્રાઈમનો કેસ એમણે લડ્યો હતો.મૈસૂરના સાંસદ પ્રતાપ સિંહાનો કેસ પણ લડેલો. એટલું જ નહીં, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા બી. એસ. યેદિયુરપ્પા સામે થયેલા ભ્રષ્ટાચારના કૅસોમાં તેજસ્વીએ કર્ણાટકના એડવોકેટ જનરલ અશોક હર્નાહલ્લીને અસિસ્ટ પણ કરેલા.
રાજકારણમાં એન્ટ્રી
આ વખતનું જનરલ ઇલેક્શન જીત્યા પહેલાં તેજસ્વી ઘણાં વર્ષ સુધી રાજકારણમાં સક્રિય હતા. વર્ષ 2008 માં તેમણે ‘અરાઇઝ ઇન્ડિયા’ નામનું ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. આ પહેલાં તે RRS મેમ્બર, અખિલ દક્ષિણ બેંગલુરુની લોકસભાની સીટ પર વર્ષ 1996થી બીજેપીના મિનિસ્ટર અનંત કુમાર સેવા આપી રહ્યા હતા, 2018 માં તેમનું અચાનક મૃત્યુ થતાં તેમની સીટ ખાલી પડી હતી. RRS એ આ સીટ અનંત કુમારનાં પત્ની તેજસ્વિનીને આપવાને બદલે 28 વર્ષીય તેજસ્વીને આપવાની વિનંતી કરી હતી. બીજેપીએ આ માગ માન્ય રાખી હતી. અલબત્ત, આ બાબતે વિવાદ પણ થયેલો.
કામ
હાલ તેજસ્વી સૂર્યા કર્ણાટકમાં બીજેપી યૂથ વિંગના સ્ટેટ જનરલ સેક્રેટરી અને સ્પોક્સપર્સન છે. આ સિવાય વર્ષ 2014 માં લોકસભા ઇલેક્શન કૅમ્પેનની પબ્લિક મીટિંગ અને રેલીમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તે સમયે તેજસ્વીએ 100થી પણ વધારે પબ્લિક મીટિંગ્સ યોજી હતી.
યંગસ્ટર્સનો સાથ
યુ.કે. હાઈ કમિશને તેજસ્વીને યંગ લીડરશિપ કોર્સ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. તેજસ્વી અત્યંત પ્રભાવશાળી વક્તા છે. તેમની રેલીમાં યંગસ્ટર્સનો સારો સાથ મળે છે. બીજેપી પાર્ટીના બીજા મેમ્બર તરફથી પણ હંમેશાં તેને સપોર્ટ મળતો રહે છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તેજસ્વી ઘણા સક્રિય છે. ટ્વિટર પર તેમના 1.63 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. જોકે ઉમેદવાર તરીકે તેજસ્વીનું નામ નક્કી થયું તેના થોડા સમય પહેલાંથી જ ટ્વિટર યુઝર્સ એમની જૂની ટ્વીટ્સ કાઢીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી રહ્યા હતા. તે જૂની ટ્વીટ્સમાં એમણે મહિલા અનામતનો વિરોધ કરેલો. એક ટ્વીટમાં એમણે લખેલું કે મહિલા અનામત વાસ્તવિકતા બનશે એ દિવસનો એમને ભય લાગે છે. જોકે એમણે ઉમેદવારી પત્ર ભર્યું તે જ દિવસે એ જૂની ટ્વીટ્સ ડિલીટ કરી નાખી હતી. યાને કે ઉંમર અને રાજકારણમાં તેજસ્વી ભલે યુવા હોય, પરંતુ રાજકારણના આટાપાટા એમને બરાબર આવડી ગયા છે.
અવૉર્ડ
ઉમેદવાર તરીકે 25 માર્ચે જ્યારે બીજેપીએ તેજસ્વીનું નામ જાહેર કર્યું હતું ત્યારે ટ્વિટર પર તેમણે પીએમ મોદી અને બીજેપીનો આભાર માન્યો હતો. નાની ઉંમરમાં દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણી માટે તેમની પસંદગી થઈ તે બદલ ઘણા ખુશ થયા હતા. નાનપણથી જ તેજસ્વી ડિબેટમાં ભાગ લેતા હતા. વર્ષ 2001 માં તેમને ‘નેશનલ બાલશ્રી ઓનર’ અવૉર્ડ મળ્યો હતો.
બાબાસાહેબ આંબેડકરના આશીર્વાદ
3.25 લાખ વોટ કરતાં પણ મોટા માર્જિનથી ચૂંટણી જીત્યાના બીજા જ દિવસે તેજસ્વીએ પોતાના ચાઈલ્ડહૂડ હીરો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જઈને પુષ્પ અર્પણ કરીને એમના આશીર્વાદ લીધા હતા. જીત પછી હવે બેંગલુરુમાં ચારેકોર ‘સૂર્યા સૂર્યા’ના સૂત્રો પડઘાય છે, તેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ હોય છે. હવે સંસદમાં જઈને સૂર્યા પોતાની ઉંમરને છાજે એવા તરવરાટથી કામ કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.