દાંતમાં દુખાવાની સમસ્યા દર 10 લોકોમાંથી આશરે 5 અથવા 6 માં મળી આવે છે. દાંતમાં અચાનક થતી પીડાને કારણે, ઘણા લોકો ખુબ પરેશાન છે. તે માત્ર તમારા દાંતને જ નહીં, પણ તમારા જીવનને પણ અસર કરે છે. દાંતમાં થતી પીડાને લીધે, તમે ઘણી વખત તમારી મનપસંદ વસ્તુઓ પણ ખાઈ શકતા નથી.
દાંતમાં દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. જ્યારે પણ તમારા દાંતમાં અચાનક પીડા થાય છે, ત્યારે તમે આ અસહ્ય પીડામાંથી રાહત મેળવવા પેન કિલર અથવા કોઈ અન્ય રસાયણોનો ઉપયોગ કરો છો. કારણ કે દાંતની આ પીડા તમારી બીજી વસ્તુઓને પણ અસર કરે છે.
તો ચાલો અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીએ, જેનો ઉપયોગ તમે આ દુખાવામાંથી રાહત મેળવવા માટે કરી શકો છો.
હિંગ:
જ્યારે પણ દાંતના દુખાવા માટે ઘરેલું ઉપચારની વાત આવે છે, ત્યારે હિંગનું નામ સૌ પ્રથમ આવે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તે તાત્કાલિક દાંતના દુખાવામાંથી મુક્તિ આપે છે. તેનો ઉપયોગ પણ ખૂબ જ સરળ છે.
હિંગ કેવી રીતે લગાવવી જોઈએ તે જાણો:
એ માટે સૌ પ્રથમ તમારે ચપટી હિંગ લઈને તેને તમને જે દાંતમાં દુખતું હોય ત્યાં લગાવી દો.અને પછી તેને થોડોક સમય એમ જ રેહવા દો.
હું માનું છું ત્યાં સુધી દરેક ઘરમાં ચપટી હિંગ હોય જ છે, અને આ ઉપાય ખૂબ જ સરળ,ઝડપી અને દાંતના દુખાવા માટે અસરકારક માનવામાં આવે છે.
લવિંગ:
લવિંગમાં ઔષધીય ગુણધર્મો હોય છે જે બેક્ટેરિયા અને અન્ય જંતુઓનો ( બેકટેરિયા) નાશ કરે છે. દાંતના દુઃખાવાનું મુખ્ય કારણ બેક્ટેરિયા અને અન્ય જંતુઓ હોય છે એટલા માટે લવિંગના ઉપયોગથી બેક્ટેરિયા અને અન્ય જંતુઓનો નાશ થાય છે એટલે દાંતનો દુખાવો ઓછો થઇ જાય છે.
ઘરેલુ ઉપચારમાં લવિંગને એ દાઢની નજીક રાખવામાં આવે છે જેમાં દુખાવો થતો હોય છે. પરંતુ લવિંગથી દુખાવો ઘટાડવાની પ્રક્રિયા થોડી ધીમી છે, તેથી તેને થોડીક ધીરજની જરૂર છે.
ડુંગળી:
ડુંગળી એ દાંતના દુખાવા માટે એક મહાન ઘરેલુ ઉપાય છે. જે વ્યક્તિ દૈનિક ધોરણે ડુંગળીનો ઉપયોગ કરે છે તેને દાંતના દુખાવાની ફરિયાદ ઓછી રહે છે કારણ કે ડુંગળીમાં કેટલાક ઔષધીય ગુણધર્મો એવા હોય છે જે મોંના ઝેર અને બેક્ટેરિયાનો નાશ કરે છે. જો તમને તમારા દાંતમાં દુખાવો થતો હોય, તો દાંતની નજીક ડુંગળીનો ટુકડો રાખો અથવા ડુંગળીને ચાવતા રહો. થોડા સમય પછી તમને આરામદાયક લાગશે.
લસણ:
લસણ પણ દાંતના દુખાવામાં ઘણી રાહત આપે છે. હકીકતમાં લસણમાં એન્ટિબાયોટિક ગુણધર્મો હોય છે જે વિવિધ પ્રકારના ચેપ સામે લડવા માટેની ક્ષમતા આપે છે. જો તમારા દાંતમાં કોઈ પ્રકારનો ચેપ થાય છે, તો લસણ તે ચેપને દૂર કરશે જેથી તમારા દાંતના દુખાવામાં પણ તમને રાહત મળશે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ We Gujjus ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.