હવે નહીં મળે માઉન્ટ આબુ માં આ પ્રકારની બિયર જાણો કેમ ?

માઉન્ટ આબુ એટલે ગુજરાતીઓ માટે હરવા-ફરવા-જમવા અને પીવા માટે પણ કહી શકાય તેવું ઘર કેમ કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે લોકો મોટાભાગે પીવા માટે માઉન્ટ આબુ જતા હોય છે પરંતુ માઉન્ટ આબુના લોકોએ ત્યાંના નગરનીગમ સાથે કરેલ ફેસલાં થી અમુક ગુજરાતીઓને દુઃખ પહોંચશે કેમ કે ત્યાં અમુક બિયર બંધ કરી દેવામાં આવી છે.

માઉન્ટ આબુઃ ગુજરાતીઓના ફેવરિટ હિલ સ્ટેશન માઉન્ટ આબુના વહીવટકર્તાઓએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી આબુમાં બિયરની બોટલ્સ નહિ મળે. બિયર બોટલને કારણે આબુમાં પર્યાવરણ અને જંગલી પ્રાણીઓને ખાસ્સુ નુકસાન થતુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આબુ જનારા પ્રવાસીઓને હવે બિયર પીવી હશે તો બિયર કેન ખરીદવા પડશે.

માઉન્ટ આબુના સબ ડિવિઝનલ ઑફિસર રવિન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું કે “બિયર બૉટલ સામાન્ય રીતે જંગલમાં અને પાણીમાં ફેંકી દેવાય છે. થોડા વખત પહેલા નકી લેક સાફ કરાયુ ત્યારે હજારો ખાલી બિયરની બોટલો મળી આવી હતી. આ બોટલો શિફ્ટ કરવા ત્રણ ટ્રેક્ટરની જરૂર પડી હતી.” આ ઉપરાંત તૂટેલી બોટલના કાંચ માઉન્ટ આબુ વાઈલ્ડ લાઈફ સેન્ચુરી એરિયામાં મળી આવે છે. તેને કારણે સ્લોથ બેર જેવા પ્રાણીઓ ઘાયલ થાય છે અને ટૂરિસ્ટને પણ વાગી જાય છે.

આ મીટીંગમાં લિકર શોપનું લાયસન્સ ધરાવનારા વેપારીઓ પણ હાજર હતા. તેમણે આ નવી વ્યવસ્થામાં સાથ આપવાની બાંહેધરી આપી છે. માઉન્ટ આબુમાં પાંચ લાઈસન્સ ધારકો છે અને મહિને 40 થી 50,000 બોટલો વેચાય છે. અધિકારીએ જણઆવ્યું, “અમુક કંપનીઓ એવી પણ છે જે કેન અને બૉટલ બંનેમાં બિયર વેચે છે. અમે લાયસન્સ ધારકોને કેનના વેચાણને પ્રોત્સાહન આપવા જણાવ્યું છે. જે કંપનીઓ કેન નથી વેચતી ફક્ત અને ફક્ત તેમની જ બૉટલ્સ વેચવામાં આવશે.”

તેમણે જણાવ્યું કે બોટલ માટે ગ્રાહક પાસેથી 20 રૂપિયા એક્સ્ટ્રા વસૂલવામાં આવશે. જ્યારે તે ખાલી બોટલ રિટર્ન કરશે ત્યારે આ રૂપિયા પરત કરી દેવાશે. આ બોટલ પાછળથી યોગ્ય રીતે ડિસ્પોઝ કરી દેવાશે. તૂટેલી ન હોય તેવી બોટલ જમા કરવા માટે કચરો વીણનારને પણ ઈન્સેન્ટિવ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે આવતા થોડા મહિનામાં એડમિનિસ્ટ્રેશન આબુમાં બિયર બોટલનું વેચાણ લગભગ અડધુ કરી દેશે.

15 ઓગસ્ટથી આબુમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં પ્લાસ્ટિકની કેરી બેગ, બોક્સ, થર્મોકોલ, પ્લેટ અને અન્ય ડિસ્પોઝિબલ પ્લાસ્ટિક આઈટમ્સનો સમાવેશ થાય છે. પાણીની બોટલો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. સસ્તુ પાણી મળી રહે તે માટે ઓટોમેટેડ વોટર ડિસ્પેન્સિંગ મશીન મૂકવામાં આવશે. અરવલ્લી પર્વતમાળામા આવેલુ હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઈકો સેન્સિટિવ ઝોનની કેટેગરીમાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here