હા, મેં ભગવાનને જોયા – એમને મારી મદદ કરી, હિમાલયમાં આર્મી મેજરએ કહ્યું વાંચો શ્રદ્ધાની વાત

એક મેજરના નેતૃત્વ હેઠળ 15 સૈનિકોની એક ટુકડી હિમાલય ના રસ્તે જઈ રહી હતી. એમને ઉપર સિયચીન તરફ આવનાર 3મહિના સુધી ડ્યુટી કરવાની હતી, દુર્ગમ સ્થાન, જોરદાર ઠંડી, અને બરફ પડવાનો ચાલુ હોય આ ચઢવાનું કામ વધુ મુશ્કેલ થયું, થોડીવાર વિશ્રામ કરવા સમગ્ર ટુકડી રોકાઈ ત્યારે મેજરએ વિચાર્યું કે આ ટુકડીને ગરમાં ગરમ ચા મળી જાય તો સારું આગળ વધવાની તાકત મળી જાય પરંતુ ત્યાં એ ઠંડીમાં કોઈ ગામ કે કોઈ વસ્તી નહોતી.

લગભગ એક કલાકની કઠિન ચડાઈ કર્યા બાદ તેમણે એક જર્જર દુકાન જોઈ પણ અફસોસ કે ત્યાં તાળું લગાવેલું હતું ભૂખ અને થાકેલા હોઈ જવાનો એ મેજર સાહેબને દુકાનનું તાળું તોડવાનું કહ્યું ત્યારે મેજર સાહેબ એ હા પાડી, દુકાનનું તાળું તોડ્યું તો એમને ત્યાં ચા બનાવવાનો સામાન અને બિસ્કીટ પણ મળ્યા.

થાકેલા અને ભૂખ્યા જવાનો હોઈ ઠંડીમાં ચા, અને બિસ્કીટ પણ સારા લાગ્યા અને રાહત મળી ત્યારબાદ સૌ કોઈ આગળ વધવા લાગ્યા પણ મેજર સાહેબને આ વાત પસંદ ન આવી, તેમને લાગ્યું મેં ચોરી કરી છે, તો હું આવી રીતે ના જઈ શકું, મારે કૈક તો આપવું જોઈએ જેથી દુકાનદારને ના લાગે કે કોઈ એ ચોરી કરવાની દાનત થી તાળું તોડ્યું.

તેમને ત્યાં ધીમેં રહીને મોરસ ના ડબ્બા નીચે 500-500 ની 2 નોટ મૂકી દીધી અને દુકાનનું શટર બંધ કમ્પલેટ બંધ કરી ને આગળ વધ્યા. એટલે મેજરને આત્મગલાંની થઈ કે મેં ખોટું નથી કર્યું, હવે ટુકડી તેનાં મુકામે પહોંચી અને ચાર્જ લીધો, હવે તેને 3 મહિના ત્યાંજ રેહવાનું હતું ત્રણ મહિનાની સમાપ્તિ પર આ ટુકડીના બધા 15 જુવાન સકુશળ તેમના મેજરનના નેતૃત્વ હેઠળ તે જ માર્ગથી પાછા આવવાનું હતું.

રસ્તામાં તે જ ચાના દુકાનને ખુલ્લા જોઈને ત્યાં આરામ કરવા માટે રોકાયા. તે દુકાનનો માલિક એક વૃદ્ધ ચા વાડો હતો તેને જેવો એક સાથે ઘણા ગ્રાહકો જોઈને ખુશ થઈ ગયો અને તેમના માટે ચા બનાવવાનું લાગ્યું. ચાની ચૂસકિયો અને બિસ્કટો વચ્ચે તે તે વૃદ્ધ ચાવાળા ને મેજર અહીં બિહડ ઇલાકામાં દુકાન નાખવાનું કારણ પૂછે છે.

એ વૃદ્ધ ચા વાળો મેજરને ઘણીબધી કહાનીઓ કહેતો રહ્યો અને ભગવાન નો આભાર માનતો રહ્યો.

ત્યારે જ એક જુવાન બોલ્યો “બાબા તમે ભગવાનને એટલું માનતા હો, જો ભગવાન સાચેમાં છે, તો પછી તે તને કેમ આટલા બધા દુઃખ આપે છે. ત્યારે વૃદ્ધ ચા વાળો બોલ્યો ના સાહેબ ભગવાન તો છે. મને તે દુઃખ આપે છે પણ જરૂર હોય ત્યારે મદદ કરે છે.

હમણાં 3 મહિના પેહલા મારા એક ના એક પુત્રને પોલીસે આતંકવાદી સમજી ને પકડી લીધો હતો, પણ મારો દીકરો આતંકવાદી નહોતો, પણ તેને પોલીસ એ બોવજ માર્યો, પછી પોલીસને ખબર પડી કે આ આતંકવાદી નથી તો છોડી મુક્યો, હું મારી દુકાન બંધ કરી ને એને દવાખાને લઈ ગયો મારી આર્થિક હાલત ખુબજ ખરાબ હતી અને ઉપરથી આતંકવાદીના ડરથી કોઇએ મદદ ના કરી.

મારી જોડે દવાઓ લાવવાના પૈસા પણ નહોતા, અને હવે મને કોઈ ઉમ્મીદ પણ નહોતી કોઈ જોડ, એ રાત્રે સાહેબ હું ખુબજ રડ્યો અને મેં ભગવાન જોડે મદદ માંગી, અને સાહેબ એ રાત્રે ભગવાન ખુદ મારી દુકાનમાં આવ્યા હશે કેમ કે હું સવારે દુકાને આવ્યો ત્યારે તાડું તોડેલું જોયું મને બહારથી લાગ્યું કે ચોર લોકો દુકાન તોડીને બધું લઈ ગયાં હશે. પણ અંદર ખોલ્યું તો ભગવાન ની જેમ ખાલી થોડો સામન ઓછો હતો અને ખાલી કોઈ નાસ્તો ચા કરવા રોકાયા હતા પણ તેમને અહીં 1000 રૂપિયા મુકયા હતા.

સાહેબ એ દિવસે મારી માટે 1 હજાર રૂપિયાની કિંમત શુ હતી તે હું જાણું છું, કદાચ હું કહી પણ ના શકું, પણ ભગવાન છે સાહેબ, ભગવાન તો છેજ, વૃદ્ધ ચા વાળો આ વાત બોલતો રહ્યો.

15 સૈનિકો ની 30 આંખો મેજર સામે જોઈ રહી હતી. મેજરે આંખ ના ઈશારે ચૂપ રેહવાનો ઑર્ડર આપ્યો હવે મેજરે આ ચા નું બિલ ચૂક્વ્યુ, અને વૃદ્ધ ચા વાળા ને ગળે લગાડતા કહ્યું હા બાબા આ દુનિયામાં ભગવાન છે જ તમારાથી એક દિવસ આગળ એમને મારી મદદ ચા પીવડાવવા આવી ને કરી હતી.

શાંત મનથી વિચારો તો તમને પણ ક્યાંક ને ક્યાંક કોઈ રૂપ માં ભગવાન મળ્યા હશે. બસ એ વાતને અહીં ચા વાળા વૃદ્ધ અને મેજરની જેમ સ્વીકાર કરવી પડશે.

જો તમને આ ઘટના ગમી હોઈ તો શેર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here