શું તમે ક્યારેય એવા ગામ વિશે સાંભળ્યું છે જ્યાં નાગરિકોના ખાતામાં કરોડો રૂપિયા હોય ? અથવા તમે એક ગામ વિશે જાણો છો જ્યાં શહેરો જેવી બધી સુવિધાઓ હોય. પાડોશી દેશ ચાઇનાના જિઆંગસુલ પ્રાંતમાં એક વાક્સી નામનું ગામ કે જેને સુપર ગામ કહેવામાં આવે છે.
ગામના નામ અનુસાર અહીંના લોકો તેમના જીવનને ગર્વથી જીવે છે. માહિતી અનુસાર, આ ગામમાં દરેક વ્યક્તિના ખાતામાં 1.50 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરવામાં આવી છે. એટલું જ નહીં, દરેક નાગરિક પાસે મોંઘા ઘર અને ચમકતી ગાડીઓ છે. સ્ટીલ અને શિપિંગ જેવી મોટી કંપનીઓ સહિત આ ગામને લાખો કંપનીઓના ગઢ તરીકે ગણવામાં આવે છે.
એવું કહેવાય છે કે ગામના મોટાભાગના ઘર સમાન છે. બહારથી ઘર હોટેલ જેવું લાગે છે. વાક્શીને વિશ્વના સૌથી ધનાઢ્ય ગામમાં સામેલ કરવામાં આવ્યું છે. ગામમાં હેલિકોપ્ટર, ટેક્સી અને થીમ પાર્ક છે. અહીં રસ્તાઓમાં સ્ટ્રીટ લાઈટ પણ છે. એટલું જ નહીં, તમે અહીં ઉડતા હેલિકોપ્ટર પણ જોઈ શકો છો.
આ ગામ આજે ખૂબ સમૃદ્ધ છે પરંતુ ભૂતકાળમાં અહીં રહેવાસીઓ ખૂબ ગરીબ હતા. ગામને પ્રગતિ અને સફળતાની પરાકાષ્ઠા પર લઈ જવામાં કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાનિક સેક્રેટરી વુ રેનાબોનું નામ અવ્વલ નંબર પર છે.
“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.