ગરબા ક્રેઝી ચૈતાલી ગજ્જર કેનેડામાં રહે છે. જોકે, તેણી છેલ્લા 6 વર્ષથી ગરબા રમવા માટે ખાસ કેનેડાથી સુરત આવે છે. ગ્રુપના સાથે ગરબાના વિવિધ સ્ટેપ્સ માણી શકાય એ માટે નવરાત્રિના બે મહિના પહેલા જ સુરત આવી જાય છે.
2012થી મેં સુરતની નવરાત્રિ મીસ નથી કરીઃ ચૈતાલી
ચૈતાલી ગજ્જર કહે છે કે, મને ગરબા રમવા ખૂબ જ ગમે છે. સુરતના ગરબાની હું દિવાની છું એટલે દર વર્ષે કેનેડાથી સુરત ગરબા રમવા માટે આવુ છું. અન્ય કોઈ તહેવારે સુરત ન આવું પરંતુ નવરાત્રિમાં કેનેડાથી સુરતની ટિકીટ કન્ફર્મ જ હોય છે. હું 2009થી કેનેડામાં રહું છું. એ પહેલા હું સુરતમાં રહેતી હતી. 2012 થી મેં સુરતની નવરાત્રિ મીસ નથી કરી.
2 મહિના પહેલા સુરત આવું, દોઢ લાખ ખર્ચ થાય
ચૈતાલી નવરાત્રિના બે મહિના પહેલા જ સુરત આવી જાય છે અને ગરબા ક્લાસ જોઇન્ટ કરે છે. દર વર્ષે ગરબામાં અલગ અલગ સ્ટાઈલ આવે છે અને નવા બનેલા ગીતો પર અલગ સ્ટેપ હોય છે. ગરબા રમનારને દર વર્ષે અને ગરબા જોનારને દર વર્ષે નવીનતા લાગે તે માટે નવા સ્ટેપ અને નવી સ્ટાઈલ બનતી હોય છે. નવી સ્ટાઈલ અને નવા સ્ટેપ શીખવા માટે મિનિમમ બે મહિના પહેલા તો સુરત આવી જ જવું પડે છે.