ડિગ્રી વગર પણ મળી શકે છે લાખો કમાઈ આપતી આ નોકરી

ડિગ્રી વગર પણ મળી શકે છે લાખો કમાઈ આપતી આ નોકરી

સારા રુપિયા કમાઈ આપતી નોકરી માટે ડિગ્રીની જરુર નથી.

થોડા સમય પેહલા એક મુવી આવ્યું હતું, 3 ઇડીએટ એમાં આમિર ખાન એક બોવ સરસ વાત કરે છે, ડીગ્રી મહત્વની નથી આવડત મહત્વની છે. સામાન્ય ફુલસુખ વાંગડું વૈજ્ઞાનિક બની જાય છે. અને ice ની ડીગ્રી વાળો રણછોડદાસ ચાંચડ એક એન્જીનીયર પરંતુ સફળ તો ફુલસુખ વાંગડું જ થાય છે. ત્યારે જ જાણો અમુક ડીગ્રી વગર મળતી આ નોકરીઓ જેમાં મળશે ખુબજ સારો પગાર…

કહેવાય છે કે આજના સમયમાં તમારી લાઈફ વધુ સારી અને રીચ બનાવવી હોય તો સારુ શિક્ષણ ખૂબ જરુરી છે. પરંતુ પોતાને શિક્ષિત કરવા અને કોલેજ જઈને ભણવા વચ્ચે ખૂબ જ મોટું અંતર છે. આજે ઘણા એવા લોકો છે જેઓ કોલેજ નથી જઈ શકતા પરંતુ તેમની ટેલેન્ટના કારણે એક સારી એવી સેલેરીવાળી નોકરી મેળવી શકે છે.

તમે જાણીને આશ્ચર્ય થશે કે ક્યારેક આવા લોકો વગર ડિગ્રીએ એન્જિનિયર કે IT પ્રોફેશનલ કરતા પણ વધારે સારા પગારની નોકરી મેળવી લેતા હોય છે. તો ચાલો જાણીએ આવી નોકરીઓ અંગે…

ઇવેન્ટ પ્લાનર

જે પ્રકારે ભારતમાં હવે લગ્ન એક ભવ્ય ઇવેન્ટ બની રહ્યા છે તેમ તેમ ઇવેન્ટ પ્લાનરની માગ પણ વધી રહી છે. ઇવેન્ટ પ્લાનરને કોઈ ઔપચારીક ડિગ્રીની જરુરિયાત નથી રહેતી પરંતુ ખૂબ સારી કોમ્યુનિકેશન સ્કિલ, ક્રિએટિવ આઇડિયા હોવાની સાથે સાથે મગજ નવી નવી ડિઝાઈન અંગે વિચારે તેટલું જ પૂરતું હોય છે.

સેલેરીઃ ઇવેન્ટ પ્લાનિંગમાં વ્યક્તિ પ્રતિ ઇવેન્ટ રુ.10000 થી લઈને રુ.80000 સુધી કમાણી કરી શકે છે. આ ફિલ્ડમાં કમાણીને કોઈ સીમા જ નથી.

સોશિયલ મીડિયા મેનેજર

પાછાલ થોડા સમયથી સોશિયલ મીડિયા માર્કેટિંગ ક્ષેત્રે અનેક નોકરીઓ આવી રહી છે. જેમાં એજન્સીઓ અને ફ્રિલાન્સર માટે મોટી તક રહે છે. એક નાના સ્ટાર્ટઅપથી લઈને મોટી બ્રાન્ડ સુધી તમામ લોકોને એક અલગ દ્રષ્ટિકોણવાળા સોશિયલ મીડિયા મેનેજરની આવશ્યક્તા હંમેશા રહે છે. આવા લોકોને ખબર હોવી જોઈએ કે તેમના ઓડિયન્સ સોશિયલ મીડિયા પર શું જુએ છે. આ કામ સોશિયલ મીડિયા મેનેજરનું હોય છે.

સેલેરીઃ સોશિયલ મીડિયા મેનેજરને પ્રતિ મહિને 60000 જેટલી સેલેરી મળી શકે છે.

પેઇન્ટર

આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વતંત્ર કલાકાર પોતાની કળાને દુનિયાભરમાં દેખાડી શકે છે. જેન કારણે સારા કલાકારને ફેમસ બ્રાન્ડની મદદથી એક સારી સેલેરીવાળી નોકરી મળી શકે છે. આ એક ક્રિએટિવ ક્ષેત્ર છે જેથી તેમાં કોઈ ડિગ્રીની જરુરિયાત નથી.

સેલેરીઃ કોઈ સીમા નથી તમારા કામ મુજબ તમને રુપિયા મળી શકે છે.

ડૉગ ટ્રેનર

પાછલા થોડા સમયમાં આપણે ત્યાં ડૉગ ટ્રેનરની જરુરિયાત મોટા પાયે ઉભી થઈ છે. આ જોબ માટે કોઈ વિશેષ ડિગ્રી નથી પરંતુ કુતરા માટે પ્રેમ અને તેમને ટ્રેનિંગ આપવાનો અનુભવ જોરુરી છે.

સેલેરીઃ દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરોમાં ડૉગ ટ્રેનર તરીકે રુ.20000 થી રુ.400000 પ્રતિ મહિને કમાઈ શકાય છે. તેમજ જેટલા ડૉગને તમે ટ્રેનિંગ આપો છો તેટલું તમે કમાઈ શકો છો.

વેબસાઈટ ડેવલોપર

જો તમે કોલેજ માં હોવ અને ટેક્નોલોજીમાં કરિયર બનાવવા માગતા હોવ તો કોઈ નાના સ્ટાર્ટ અપ સાથે વેબસાઈટ ડેવલોપિંગ કરી શકો છો. આના માટે તમારે કોઈ પ્રોફેશનલ ડિગ્રીની જરુર નથી. બસ તમને કોડ લખતા આવડવા જોઈએ.

સેલેરીઃ મોટાભાગના વિદ્યાર્થીઓ અથવા અંડર ગ્રેજ્યુએટ લોકો નાની-મોટી વેબસાઈટ બનાવીને રુ.30000 ની સેલેરી આરામથી મેળવી શકે છે.

ટ્રાન્સલેટર

જો તમે એકથી વધુ ભાષા જાણો છો અને નવી નવી ભાષા શીખવાનો શોખ છે તો તમે ટ્રાન્સલેટરના પદ પર કામ કરી શકો છો.

સેલેરીઃ આ કામમાં તમને અસાઇનમેન્ટના આધારે રુપિયા મળે છે. સામાન્ય રીતે પ્રતિ અસાઇન્મેન્ટ તમે રુપિયા 20000 થી 25000 કમાઈ શકે છે.

રીયલ એસ્ટેટ એજન્ટ

ઘર વેચવા અને ખરીદવા માટે એજન્ટ તરીકે કામ કરવા કોઈ ખાસ ડિગ્રીની જરુરિયાત નથી. ધો. 12 સુધી જ અભ્યાસ કર્યો હોય તો પણ રીયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરી શકો છો. પંરતુ વિસ્તાર ઘર અને તેના ભાવને લઈને જેટલું શક્ય હોય તેટલું જ્ઞાન હોવું આ ક્ષેત્રમાં તમને ખૂબ મદદ કરી શકે છે.

સેલેરીઃ આ ક્ષેત્રમાં તમને કામના અનુસાર રુપિયા મળી શકે છે.

કેટરિંગ

ખાણીપીણી અને ભોજન ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવી ખૂબ જ મજેદાર છે. સાથે સાથે તમે ધારું એટલું આમાં કમાઈ શકો છો. આ નોકરીમાં પ્લાનિંગ, ગુણવત્તા, પ્રેઝન્ટેશન સહિત અનેક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આ નોકરીમાં તમને અનેક લોકોને મળવાનો મોકો પણ મળે છે.

સેલેરીઃ આ ફિલ્ડમાં રુ.5000 થી શરુ કરીને રુ.50000 સુધી સેલેરી મળી શકે છે.

પેકર્સ

આજે પેકેજિંગ એક વિશાળ ક્ષેત્ર બનીને આવ્યું છે. આ એવું કામ છે જેની જરુરિયાત હંમેશા રહેશે. ખાસ કરીને લગ્ન, ઘર કે ઓફિસ શિફ્ટિંગમાં ખૂબ જરુરિયાત રહે છે. આ ક્ષેત્રમાં તમારે ક્રિએટિવ આઇડિયાઝ અને કેપેબિલિટીની જરુરિયા રહે છે.

બાર ટેન્ડર

જે લોકોને બહાર જવું અને લોકોને મળવું તેમજ પાર્ટીનો શોખ હોય તેમના માટે આ નોકરી એક મજેદાર કામ સાબિત થઈ શકે છે. બાર ટેન્ડિંગ એક રોમાંચક અને આકર્ષક કામ છે.

સેલેરીઃભારતમાં એક બાર ટેન્ડર વાર્ષિક 3 લાખ જેટલું કમાઈ લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here