સોનું ખરીદતા પહેલા જાણો તેની બજાર કિંમત થશે ફાયદો!

રોકાણ કરવા માટે સોનું એક સારું વિકલ્પ માનવામાં આવે છે. તેના ભાવમાં વધારે વઘ-ઘટ ન હોવાને કારણે આ સુરક્ષિત રોકાણનો સારો વિકલ્પ છે. એવું કહેવામાં આવે છે કે આંતરાષ્ટ્રીય સ્તર પર મુશ્કેલીના સમયે પણ સોનામાં રોકાણ કરી શકાય છે. સુરક્ષિત છે તેમ છતાં સોનામાં રોકાણ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

લાંબા સમયના રોકાણ માટે યોગ્ય નથી

સોનામાં રોકાણ કરવું સુરક્ષિત છે પરંતુ લાંબા સમય માટે યોગ્ય વિકલ્પ નથી. વિશ્લેષકોનું માનવું છે કે સોનાનું રિટર્ન 10 ટકાથી પણ ઓછું મળી શકે છે.

સોનાની માર્કેટ પ્રાઈઝ જાણવી જરૂરી

જ્વેલર પાસેથી સોનું ખરીદી રહ્યા છો તો તે ક્વાલિટીના સોનાની કિંમત પહેલા માર્કેટમાં જાણી લેવી. જ્વેલરને ત્યાં જે સોનું હોય છે તેની કિંમત સોનાની ક્વોલિટી મુજબ નક્કી થાય છે. જેમ કે 24 કેરેટ સોનાની કિંમત 22 કેરેટ સોનાની કિંમત કરતા વધારે હોય છે. એવામાં ધ્યાન રાખવું કે તેની ક્વોલિટી અને માર્કેટ પ્રાઈઝ શું છે.

હંમેશા વધારે શુદ્ધતાવાળું ગોલ્ડ ખરીદવું

રોકાણ માટે અથવા તો ઘરેણાં બનાવવા માટે સોનાની ખરીદી કરી રહ્યા છો તો હંમેશા BIS માર્કવાળા જ શુદ્ધ સોનાની ખરીદી કરવી. જેની માર્કેટમાં ફરી યોગ્ય કિંમત મળી શકશે.

સોનાની કિંમત

સોનાની કિંમત તેની ડિમાન્ડને આધારે નક્કી થાય છે. ભારતમાં સોનાનું ધાર્મિક મહત્વ પણ છે. તહેવારો, પર્વો પર તેની ખૂબ ખરીદી થાય છે. આ ડિમાન્ડ તેની કિંમતને અસર કરે છે.

સોનાની કિંમત પર ચોમાસાની અસર

ચોમાસું સોનાની કિંમતમાં વધારો-ઘટાડો કરવામાં જવાબદાર હોય છે. ગ્રામીણ ક્ષેત્રોમાં સોનાની માંગ તેની કિંમત નક્કી કરે છે. ભારતમાં અંદાજીત 60 ટકા સોનાનું વેચાણ ગ્રામીણ વિસ્તારમાં થાય છે. ગામના લોકોની આર્થવ્યવસ્થા ખેતી પર નિર્ભર હોય છે અને ખેતી ચોમાસા પર. આમ આ રીતે સોનાની કિંમત ચોમાસાને આધારે પણ નક્કી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here