લગ્નમાં ફેરા ફરતા પેહલા કેમ બાંધે છે છેડાછેડી ? શુ છે કારણ જાણી લો અત્યારેજ

લગ્ન નું ભારતીય સંસ્કૃતિમાં ખુબજ મહત્વ છે. તો લગ્ન વિધીઓનું પણ ખુબજ મહત્વ છે છે અને એ વિધિઓમાં છેડાછેડીની રસમનું વધારે મહત્વ છે પણ આનું કારણ શું ? આજે એ કારણ જાણવા માટે વાંચી લો આ લેખ.

લગ્નની દરેક વિધિનું ખાસ મહત્વ

હિંદુ ધર્મમાં લગ્નને 16 સંસ્કારોમાંથી મુખ્ય સંસ્કાર ગણવામાં આવે છે. લગ્નમાં થતાં દરેક રિવાજ ઉત્સાહની સાથે પૂરા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્નમાં થનારી દરેક વિધિ પાછળ એક માન્યતા હોય છે, વરમાળા કેમ પહેરાવવામાં આવે છે?

છેડાછેડી કેમ બાંધવામાં આવે છે? પીઠી કેમ લગાવવામાં આવે છે? આ બધાનું એક વિશેષ મહત્વ હોય છે. છેડાછેડી લગ્ન સંસ્કારનું એક પ્રતિકાત્મક રૂપ ગણવામાં આવે છે. છેડાછેડી વિશેની રસપ્રદ વાતો જાણો.

શું હોય છે છેડાછેડી?

લગ્ન દરમિયાન વરરાજાના વસ્ત્ર અને કન્યાના દુપટ્ટા અથવા સાડીના ખૂણા સાથે બાંધીને ગાંઠ બનાવવામાં આવે છે જેને છેડાછેડી કહેવાય છે. આ છેડાછેડીને બંનેના શરીર અને મન પરસ્પર બંધાય તેનું પ્રતીક ગણવામાં આવે છે.

છેડાછેડી બાંધવાનો અર્થ છે બંનેના શરીર અને મનને સંયુક્ત રીતે એક નવી રૂપમાં ઢાળવા. એવું માનવામાં આવે છે કે છેડાછેડીની બાંધ્યા બાદ બંને જીવનભર એકબીજાની સાથે પૂરી રીતે બંધાઈ જાય છે.

આજીવન એકબીજાના પૂરક રહે છે

છેડાછેડી બાંધ્યા બાદ એવું માનવામાં આવે છે કે બંને એકબીજા સાથે પૂરી રીતે બંધનમાં બંધાઈ જાય છે અને તેમની પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે તેઓ જે લક્ષ્ય સાથે એકબીજાના થયા છે, તે વિશે તેઓ જીવનભર યાદ રાખે.

જીવનની યાત્રામાં તેઓ એકબીજાના પૂરક બનીને રહેશે. છેડાછેડી બાંધતી વખતે દુપટ્ટાની વચ્ચે સિક્કો, ફૂલ, હળદર, દૂર્વા અને ચોખા એમ પાંચ વસ્તુઓ બાંધવામાં આવે છે, જેનું પોતાનું અલગ-અલગ મહત્વ હોય છે.

છેડાછેડીમાં પૈસાનું મહત્વ

છેડાછેડીમાં રૂપિયો અથવા સિક્કો બાંધવાનું મહત્વ એ વર-કન્યાને એ સમજાવવાનું હોય થે કે જે કંઈ પણ ધન અને સંપત્તિ છે તેના પર હવે એકલાનો હક નથી જે ધન છે તેના પર બંનેનો સમાન અધિકાર રહેશે.જે કમાણી અને સંપત્તિ હશે, તેના પર બંને પરસ્પર સમજૂતી અને યોજનાથી કામ કરશે. બંનેની સંમતિથી જ પૈસા ખર્ચવામાં આવશે.

દૂર્વા

દૂર્વાનો અર્થ છે નિર્જીવ ન થનારી પ્રેમ ભાવના. જે પ્રકારે દૂર્વાનું જીવન તત્વ નષ્ટ થતું નથી, સૂકાઈ જવા પર પાણી નાંખો તો તે ફરી લીલું થઈ જાય. તે જ રીતે વર-કન્યાના મનમાં એકબીજા માટે મધુરતા, પ્રેમ અને આત્મિયતા બની રહે. બંને પોતાના પાર્ટનરના દુઃખને પોતાનું દુઃખ ગણે. પોતાના સુખની અપેક્ષા રાખવા કરતા સામેવાળાના સુખની અપેક્ષા વધારે રાખે. બંને વચ્ચે આજીવન પ્રેમ રહે તે માટે દૂર્વા બાંધવામાં આવે છે.

હળદર

હળદરને હિંદુ ધર્મમાં ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. કારણ કે હળદરને દરિદ્રતા દૂર કરનારી ગણવામાં આવે છે, તેથી તેને હરિદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. હળદર એક સારૂ એન્ટી બાયોટિક છે, જે રોગનાશક હોયછે. દાંપત્ય જીવનમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની ઉત્તમ કામના અને ગરીબી દૂર રહે તેવા આશીર્વાદથી હળદરને છેડાછેડીમાં બાંધવામાં આવે છે.

ચોખા

ચોખા અન્નપૂર્ણાનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાનો અર્થ એમ છે કે વર-કન્યા જે પણ અન્ન કમાય તે એકલા નહીં પરંતુ હળીમળી અને વહેંચીને ખાય. પરિવાર તેમજ સમાજ સેવા પ્રત્યે પણ ધ્યાન રાખે. આ ઉદ્દેશથી છેડાછેડી બાંધતી વખતે ચોખા મુકવામાં આવે છે.

ચોખા તે વાતનો પણ સંકેત છે કે માત્ર એકબીજા માટે જ નહીં પરંતુ સમાજ પ્રત્યે પણ કેટલીક જવાબદારીઓ છે. ચોખા જેવો જ નાજુક પ્રેમ હોવા છતાં દાંપત્ય જીવનમાં તિરાડ ન આવે તેવો આ પાછળનો હેતુ છે.

ફૂલ

છેડાછેડીમાં ફૂલ બાંધવાનો અર્થ છે કે જે રીતે ફૂલોની સુગંધ હોય છે તે જ રીતે દંપતી જીવનને સુગંધિત બનાવવા માટે અને એકબીજાની પ્રશંસા કરવા માટે હંમેશા તત્પર રહે. કોઈ એકબીજાનું અપમાન કે પ્રશંસા કરવા માટે હંમેશા તત્પર રહે. કોઈ એકબીજાનું અપમાન કે તિરસ્કાર ન કરે. ફૂલની જેમ બંને એકબીજાનું જીવન પણ સુગંધિત કરે.ભગવાનના આશીર્વાદના રૂપમાં ફૂલને છેડાછેડીમાં બાંધવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here