બાળકને શરદી-ઉધરસ થાય ત્યારે અપનાવો આ ઉપાય, તરત મળશે રાહત, જાણો ઘરેલુ ઉપાય

વાતાવરણ બદલાય ત્યારે સૌથી પેહલા પ્રોબ્લેમ નાના બાળકને થતો હોય છે જેમાં શરદી ખાસ સૌથી પેહલા થઈ જાય છે, શરદી ઉધરસ જ્યારે બાળકને થાય ત્યારે માં-બાપ બાળકને લઈને ખુબજ ચિંતામાં હોઈ છે ત્યારે આજે અચૂક એવા ઉપાય બતાવીશું જેનાથી માં-બાપ ચિંતા મુક્ત રહી શકે.

જો બાળકને અવારનવાર શરદી-ઉધરસ થઈ જતી હોય તો આ જોવુ તમારા માટે પણ તકલીફદાયક પુરવાર થઈ શકે છે. બાળક બેચેન રહે છે, તેનું નાક વહ્યા કરે છે. તેને દૂધ પીવડાવામાં પણ મુશ્કેલી પડે છે. મોટા લોકો માટે તો શરદી-ઉધરસ માટે અનેક ઘરેલુ ઉપચાર છે પરંતુ નાના બાળકોનું શું? આવામાં કેટલાંક ઘરેલુ ઉપચાર એવા છે જેનાથી બાળકને તરત જ રાહત મળી શકે છે.

લીંબુ અને મધ

જો બાળક એક વર્ષથી નાનુ હોય તો તેના માટે આ ઉપચાર ખાસ્સો ફાયદાકારક પુરવાર થઈ શકે છે. એક નાના પેનમાં ચાર લીંબુનો રસ, તેની ચીજો ડૂબી જાય એટલુ પાણી નાંખો. તેને ઝાંકીને 10 મિનિટ સુધી ઉકાળો. પાણીને ગાળી લો. આ પાણીમાં એટલી જ માત્રામાં હૂંફાળુ પાણી અને સ્વાદ માટે મધ મિક્સ કરી લો. આ પાણીને તમે દિવસમાં ચાર-પાંચ વાર બાળકને પીવડાવી શકો છો. આમ કરવાથી બાળકનું બંધ નાક ખૂલી જશે અને શરદી-ખાંસીમાં રાહત મળશે.

હળદરઃ

શરદી-ઉધરસમાં હળદર પણ ઉપયોગી છે. બાળક સ્તનપાન કરતુ હોય તો સ્તન પર થોડી હળદર લગાવી લો. તેનાથી બાળક દૂધ પીશે ત્યારે હળદરનું સેવન થઈ જશે. બાળક બોટલથી દૂધ પીતુ હોય તો દૂધમાં થોડી હળદર મિક્સ કરી શકો છો. બાળકને દિવસમાં બે વાર હળદરવાળુ દૂધ પીવડાવાથી રાહત મળશે.

નમકવાળુ પાણીઃ

બંધ નાકને કારણે બાળક ખાઈ ન શકતુ હોય કે સૂઈ ન શકતુ હોય તો તેને સહેજ નમક નાંખીને પાણી પીવડાવો. આ પાણીથી કફ છૂટો પડી જશે.તમે દિવસમાં બે-ત્રણવાર આવુ પાણી પીવડાવી શકો છો.

શિશુને હાઈડ્રેટ રાખોઃ

તમને સાંભળવામાં અટપટુ લાગશે પણ શરદી અને બંધ નાકની સમસ્યામાં બાળકને પાણી પીવડાવતા રહો. આમ કરવાથી તેમની શરદી-ઉધરસ જલ્દી ઠીક થઈ શકે છે. બાળકનું શરીર હાઈડ્રેટેડ હશે તો આ નુસ્ખો ઈન્ફેક્શનને શરીરમાંથી બહાર કરવામાં મદદ કરશે. શરદી ઉધરસની સમસ્યામાં પાણી એક અચૂક દવા છે. બાળક છ મહિનાથી નાનુ હોય તો સ્તનપાન કરાવી તેને હાઈડ્રેટેડ રાખો.

હવે જ્યારે પણ બાળકને શરદી-ઉધરસ થાય ત્યારે તમે અપનાવજો આ ઉપાય જેથી બાળકને જલ્દી રાહત પહોચી શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here