આ રહસ્ય નું ખુલી ગયું છે હવે રાજ, જાણો પહેલા મરઘી આવી કે ઈંડુ?

પ્રાચીન કાળથી ગ્રીક તત્વચિંતકો માં એ રસપ્રદ વિષય બન્યો છે કે પહેલા મરઘી આવી કે ઈંડુ. આ સવાલ નો જવાબ હવે મળી ગયો છે. જી હા હજી સુધી હંમેશાં આ સવાલ ને લઈ ને માથાકૂટ થતી રહી છે. જ્યારે લોકોને આ સવાલ પૂછવામાં આવતા અને તેના જવાબમાં તેઓ કહેતા કે પહેલા મરઘી આવી, તો બીજો પ્રશ્ન એ ઊભો થતો હતો કે ઇંડા વિના મરઘી ક્યાંથી આવી? જો કોઈએ આ સવાલના જવાબમાં કહ્યું કે ઇંડું પહેલા આવ્યું, તો મરઘી વિના ઈંડુ ક્યાંથી આવી શકે છે.

ક્વોન્ટમ ફિઝિક્સની મદદથી મળ્યો જવાબ

જ્યારે વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નના જવાબની તપાસ કરી તો સત્ય બહાર આવ્યું. આ બાબતમાં ઓસ્ટ્રેલિયા ની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી અને ફ્રાન્સની એનાઇઇએલ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ પ્રશ્નનો જવાબ ક્વોન્ટમ ફિઝિક્સની મદદથી મળી ગયો છે. વૈજ્ઞાનિકો કહે છે કે પહેલા મરઘી અને ઈંડુ બંને આવ્યા હતા. ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના એઆરસી સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ક્વોન્ટમ એન્જિનિયરિંગ સિસ્ટમ્સના ભૌતિકશાસ્ત્રી જેકી રોમરોએ ધ્યાન દોર્યું હતું કે ક્વોન્ટમ મિકેનિક્સ કહે છે એવું કોઈ નિયમિત રૂપ થી નક્કી ક્રમ વગર ના થઈ શકે.

આને અનિશ્ચિતતાનાં કારણોનો ક્રમ કહેવામાં આવે છે

એટલે કે વૈજ્ઞાનિકોના સંશોધનમાં બહાર આવ્યું છે કે બંને બાબતો પહેલા થઈ શકે છે. આપ ને જણાવી દઈએ કે આને અનિશ્ચિતતાના કારણોનો ક્રમ કહેવામાં આવે છે. જો કે, આ નિયમ સામાન્ય રીતે લાગુ થતાં નિયમ જેવી નથી. માહિતી અનુસાર, વૈજ્ઞાનિકોએ તેને સમજવા માટે ફોટોનિક ક્વોન્ટમ સ્વિચ કોંફિગ્રેશન નો ઉપયોગ કર્યો હતો. આ સંશોધનમાં, બે ઘટનાઓનો ક્રમ જેના પર નિર્ભર હોય છે તેને કંટ્રોલ કહેવા માં આવે છે. જે પ્રમાણે કમ્પ્યુરમાં બીટ્સ હોય છે, જેમનું મૂલ્ય 0 અને 1 હોય છે. જો કંટ્રોલ વેલ્યુ 0 હોય તો B ની પહેલા હોય છે. ત્યાંજ જો કંટ્રોલ વેલ્યુ 1 હોય તો A ની પહેલા B હોય છે.

ક્વોન્ટમ ફિઝિક્સમાં સૂપરપોઝીશન અનુસાર, એક વસ્તુની પર બીજી વસ્તુ મૂકવી તે બિટ્સ હોઈ શકે છે. જેનો અર્થ એ થાય છે કે તેમનું મૂલ્ય એક જ સમયે 0 અને 1 બંને હોઈ શકે છે. આના આધાર પરથી આપણે માની શકીએ છીએ કે આ નિયમ પ્રમાણે એક નિશ્ચિત અર્થ માં બીટ્સ નું મૂલ્ય અપરિભાષિત છે. હવે કંટ્રોલ ના અનિશ્ચિત માતા ના કારણે જે ક્રમ નક્કી કરવામાં આવ્યો છે, તેને A અને B ઘટના ની વચ્ચે અપરિભાષિત ક્રમ માનવામાં આવે છે. સામાન્ય રીતે એ માનવામાં આવે છે કે A અને B ની વચ્ચે કોણ પહેલું છે, એ માંથી એક જ સત્ય હોઈ શકે છે. પરંતુ કવોન્ટમ ફિઝિક્સ માં આ બંને વસ્તુ પહેલા હોઈ શકે છે અને તેને સત્ય પણ માનવામાં આવે છે.

આને અપ્રિભાશિત અસ્થિર ક્રમ કહેવામાં આવે છે. પરિવર્તન ઘણા પ્રકારનું હોઈ શકે છે. પરંતુ આ રૂપાંતરણ અને ધ્રુવીકરણ વિકલ્પ આપસી સંબંધ ની એક સીમા હોય છે. શોધ દરમિયાન આ જ નિયમને તોડવામાં આવ્યો અને એમ નક્કી કરવામાં આવ્યું કે A અને B ની વચ્ચે એક અનિશ્ચિત ક્રમ છે. આના આધાર પર સોસાયટી ઓફ અમેરિકન ફિઝિક્સ મેગજીન ફિઝિક્સ રિવ્યૂ જર્નલ- અમેરિકન સોસાટી પ્રકાશિત એ શોધ થી એ સ્પટ થાય છે કે સૌથી પહેલા માંથી અને ઈંડુ બંને આવ્યા હતા.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ We Gujjus ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here