સાપ્તાહિક લવ રાશિફળઃ આ અઠવાડિયું 5 રાશિઓ માટે રહેશે રોમેન્ટિક, જાણો આપનું લવ રાશિફળ

લવ, પ્રેમ, ઇશ્ક, મહોબત આમ તો આપણાંને આ દુનિયાથી અલગ કરે છે. કેમ કે જ્યારે આપણે પ્રેમમાં હોઈ ત્યારે એક અલગ દુનિયામાં આપણે જીવતા હોઈએ છે,ત્યારે આજે વાત કરીએ લવ માં રાશિનું કનેકશન, જી હા આવું પણ હોઈ છે. તો આજે આપણે જોઈએ સાપ્તાહિક લવ રાશીઓનું અચૂક વાંચજો આ પૂરું સાપ્તાહિક લવ રાશિફળ.

નવગ્રહોમાં ઐશ્વર્ય, ધન અને પ્રેમના સ્વામી ગ્રહ શુક્રએ 10મેએ મેષ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી મનાય છે. આ ગ્રહ દાંમ્પત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં ખુશીઓ ભરનારો ગ્રહ છે. બીજી તરફ અઠવાડિયાના મધ્યમાં સૂર્ય રાશિ પરિવર્તન કરીને શુક્રની વૃષભ રાશિમાં આવી રહ્યો છે. આવો જાણીએ આ બદલાયેલી ગ્રહ દશામાં તમારી લવ લાઈફ કેવી રહેશે…

મેષ

આ અઠવાડિયે તમારી લવ લાઈફ આમ તો રોમાન્ટિક રહેશે તેમ છતાં મનમાં ફરિયાદ રહેશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. તેમ છકાં તમને લાગશે કે કોઈ કમી છે. આ વિચાર તમારી અંદર આંતરિક અશાંતિ વધારી શકે, જેની અસર તમને અઠવાડિયાના અંત સુધીમાં જોવા મળશે.

વૃષભ

લવ લાઈફ રોમાન્ટિક રહેશે અને પોતાના પ્રેમને ગાઢ બનાવવા માટે તમને ઘણી તકો મળશે. તમારા પ્રયાસોથી સ્થિતિઓ તમારા અનુકૂળ પરિણામ આપશે. અઠવાડિયાના અંતમાં અચાનક રોમાન્ટિક લાઈફમાં નવો જોશ ફીલ કરશો.

મિથુન

આ અઠવાડિયે પ્રેમ સંબંધ ગાઢ બનશે અને તમારી જૂની યાદો તાજી થશે. તમને જીવનસાથી મહત્વ આપશે અને જીવન પ્રેમથી ભરપૂર રહેશે.અઠવાડિયાના અંતમાં કોઈ વ્યક્તિની મદદથી સ્થિતિઓ વધારે સારી થશે.

કર્ક

પ્રેમ સંબંધમાં સુખ અને શાંતિ રહેશે. જો પ્રેમ લગ્ન કરવા વિશે વિચારી રહ્યો છો તો તમને જીત મળશે જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. મહિલા મિત્રની ખાસ મદદ તમારી લવ લાઈફમાં ખુશીઓ લઈને આવશે.

સિંહ

આ અઠવાડિયું તમારા પ્રેમ સંબંધની મુશ્કેલી શાંતિથી સોલ્વ કરવું. નાની વાત પણ તમને ખોટું લાગી શકે અને માનસિક કષ્ટ પહોંચાડી શકે. પોતાના પાર્ટનર સાથે કોઈ પ્રકારના આઉટિંગ કરવાનું આ અઠવાડિયે ટાળો. અઠવાડિયાના અંતમાં ભવિષ્યનું વિચારીને નિર્ણય લેવાથી શાંતિ આવશે.

કન્યા

આ અઠવાડિયુ રોમાન્સનું છે, જીવનમાં ખુશીઓ આવશે અને પોતાના જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. એવું પણ બની શકે જો તમે સિંગલ હોય તો કોઈ યાત્રા દરમિયાન ભાવી સાથી સાથે મુલાકાત થઈ જાય. પ્રેમ સંબંધમાં કરાયેલી નવી શરૂઆતથી જીવનમાં રાહત મળશે.

તુલા

જેમ જેમ અઠવાડિયું આગળ વધશે તેમ તેમ લવ લાઈફમાં રોમાન્સ વધશે. સુખ અને શાંતિની સ્થિતિ બનશે. જોકે અઠવાડિયાના અંતમાં અંતમાં કોઈ વાતને લઈને મનમાં ચિંતા રહી શકે. તમને લાગી શકે છે કે તમે હકદાર છો તેટલું મહત્વ નથી મળી રહ્યું મનમાં નકારાત્મકતા ન આવવા દેશો.

વૃશ્ચિક

આ અઠવાડિયે મહિલા વર્ગના સપોર્ટથી પ્રેમ સંબંધ મજબૂત થશે સમયની સાથે સુખ અને શાંતિ મળશે. પોતાની લવ લાઈફને લઈને તમને એક્સાઈટેડ અને એનર્જીથી ભરપૂર રહેશો.

ધન

પ્રેમ સંબંધમાં સુખ અને શાંતિ રહેશે. લાઈફમાં ખુશીઓ આવશે. તમે પોતાના જીવનસાથી સાથે કોઈ પ્રોપર્ટી વગેરે ખરીદવામાં રસ દર્શાવી શકો છો અથવા ઘરની સજાવટ કરવાનું પણ વિચારી શકો છો. અઠવાડિયાના અંતમાં ભાવનાત્મક કારણોથી માનસિક કષ્ટ થઈ શકે છે.

મકર

પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે અને જીવનમાં ખુશીઓ આવશે. સંતાન સંબંધિત સુખ પ્રાપ્ત થશે. અઠવાડિયાના અંતમાં જૂની યાદો તાજી થશે અને સુખ તથા શાંતિનો માહોલ બનેલો રહેશે.

કુંભ: પ્રેમ સંબંધમાં ચિંતા વધી શકે છે અને તમને લાગશે કે સ્થિતિઓ તમારા કંટ્રોલથી બહાર થઈ રહી છે. વાતચીત દ્વારા સ્થિતિઓ સોલ્વ કરવાનો સમય છે, ત્યારે જ શાંતિ મળશે ધ્યાન કરવાથી અંદરથી પ્રેમ અને બળની પ્રાપ્તિ થશે.

મીન: કોઈ સમાચારથી ચિંતામાં આવી શકો છો. પ્રેમ સંબંધમાં તેની પ્રતિકૂળ અસર પડી શકે છે. કોઈ શંકાના કારણે પણ મનમાં ચિંતાઓ વધી શકે છે. અઠવાડિયાના અંતમાં લવ લાઈફમાં થાકનો અનુભવ થશે. તમારે પોઝિટિવ વલણ રાખવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here