ભારતીય લગ્ન જોવા મસમોટી ફી ચૂકવે છે વિદેશીઓ, તમે પણ આપી શકો છો આમંત્રણ- વાચો અહેવાલ

ઓસ્ટ્રિયાની ક્રિસ્ટોફ ફલામ ઉત્સુક હતી. તે ભારતીય લગ્નમાં હાજરી આપવા માટે આવી હતી. ભારતીય લગ્નમાં હાજરી આપવી તે તેના જીવનનો સૌથી સુખદ અનુભવ હતો. ક્રિસ્ટોફ જે લગ્નમાં આવી હતી. એ તેના કોઈ દોસ્ત, સંબંધી અથવા ઓળખાણ ધરાવતા વ્યક્તિના ન હતાં. ક્રિસ્ટોફ એક ‘વેડિંગ ટૂરિસ્ટ’ હતી અને તેણે બે દિવસ લગ્ન એટેન્ડ કરવા માટે 19000 રુપિયા આપ્યાં હતાં.

વિકસી રહ્યું છે વેડિંગ ટૂરિઝમ

ભારતમાં એક નવો ઉદ્યોગ વિકસી રહ્યો છે. આ ઉદ્યોગ છે ‘વેડિંગ ટૂરિઝમ’નો. આ ટૂરિઝમ દ્વારા જે વિદેશીઓ ભારત આવે છે તેમજ જેને ભારતીય લગ્ન જોવાની ઈચ્છા હોય તેમને તક આપવામાં આવે છે. ‘વેડિંગ ટૂરિઝમ’ નો કોન્સેપ્ટ જયપુર, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.

ચાલી રહ્યાં છે અનેક પોર્ટલ

આ જ રીતનું પોર્ટલ ‘જોઈન માય વેડિંગ’ (JMW) પણ છે. આ પોર્ટલ દ્વારા ભારતીય કપલ પોતાના લગ્નમાં વિદેશીઓને આમંત્રણ આપી શકો છો. તેમણે જણાવ્યું કે, વેડિંગ એટેન્ડન્સ પેકેજ 150 ડોલરનું છે. જે ભારતીય રકમમાં આશરે 10,500 રુપિયા જેટલું થાય છે. બે દિવસના લગ્ન માટે 250 ડોલર (19,000 રુપિયા) આપવા પડે છે.

અલગ અલગ હોય છે ચાર્જ

આ ચાર્જ લગ્નમાં આવવા માટે અને ખાવા-પીવા માટે હોય છે. આ ઉપરાંત કોઈ ટૂરિસ્ટ લગ્નની વિધિ મહેંદી, સંગીત, ફેરા વગેરે જાણવા માટે સેરેમની ટૂરિસ્ટ હોય છે તો તેના માટે અલગ ચાર્જ હોય છે. ટ્રાન્સપોર્ટ અને રહેવા માટે તેમજ ભારતીય લગ્નના આઉટફીટ માટે પણ અલગ ચાર્જ હોય છે.

વધી રહી છે ડિમાન્ડ

JMW ની કો ફાઉન્ડર અને અધ્યક્ષ ઓસ્ટ્રેલિયાની ઓરસી છે. તેમણે ઈ મેઈલ દ્વારા મીડિયા ને જણાવ્યું કે,’ બે વર્ષ પહેલા અમે એક વિદેશી પર્યટકને ભારતીય લગ્નમાં મોકલ્યો હતો. ત્યારથી લઈને અમે અનેક ઈન્ટરનેશનલ મુસાફરોને ભારતીય લગ્નમાં આવવા માટે મોકલ્યાં છે.’ ઓરસીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 100 લોકો તેમના દ્વારા 25 લગ્નમાં જઈ ચૂક્યાં છે. આ ડિમાન્ડ વધી રહી છે. અનેક ટૂરિસ્ટો આવી રીતે લગ્નમાં જવા આતુર છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here