આજના સમયે નાની ઉંમરના વ્યક્તિ હોય કે વડીલ હોય તમાકુનું સેવન દરેક કરતા હોય છે. અને એકવાર તમાકુનું સેવન કર્યા પછી ધીમે ધીમે તેની આદત લાગી જાય છે. તમાકુ ની આદત ને કારણે ભવિષ્યમાં અનેક બીમારીઓ થઈ શકે છે. અને સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થઈ શકે છે. યુવાનોમાં વધારે પડતી સિગારેટ કે તમાકુ પીવાને કારણે શરીર બગડી જાય છે.
એક રિસર્ચ પ્રમાણે ભારતમાં ધુમ્રપાન કરવામાં સૌથી આગળ છે. એક વ્યક્તિ આખા દિવસમાં ઓછામાં ઓછી 8.2 સિગારેટ પીવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તમાકુમાં નિકોટીન નામનું તત્વ આવેલું હોય છે જે કેન્સર જેવા ગંભીર રોગ પણ લાવી શકે છે. ઘણા લોકોને વ્યસન છોડવું હોય છે પરંતુ તે છોડી શકતા નથી. પરંતુ આયુર્વેદમાં કેટલી એવી ઔષધી છે જેના કારણે વ્યાસન છોડી શકાય છે ઓછું કરી શકાય અને ધીમે ધીમે તેને છોડી શકાય તો ચાલો આજે આપણે આ ઔષધિ વિશે જાણીએ.
તુલસીના પાન ચાવવાથી ધૂમ્રપાન છોડવા માટે ખૂબ જ રાહત મળે છે. નિયમિત રીતે તુલસીના પાન ચાવવાથી ફાયદો થાય છે. રોજ સવારે સાંજે બે થી ત્રણ પાનને ચાવવું ધીમે ધીમે ધૂમ્રપાનની લત દૂર થઈ જાય છે. ત્રિફળા શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવા માટે મદદ કરે છે અને ધૂમ્રપાનની લતને ઓછી કરે છે. રોજ રાત્રે એક ચમચી ત્રિફળા પાણી ત્રિફળાને પાણી સાથે લેવાથી ઊંઘ પણ સારી આવે છે અને મન શાંત રહે છે.
અજમો પણ સિગારેટ કે તમાકુ ખાવાની ઈચ્છા થાય ત્યારે એક ચમચી અજમાને ચાવતા રહો થોડા દિવસ તેના લીધે તકલીફ થશે પરંતુ ધીમે ધીમે આદત પડી જશે અને ધુમ્રપાન છોડવામાં મદદ કરશે. જો અજમો તીખો લાગતો હોય તો તેની સાથે પાણી પણ લઇ શકાય છે. ઘણા લોકોને મોઢામાં કઈ ચાવવાની આદત હોય છે તો તેની માટે પોતાની પાસે વરીયાળી રાખી શકાય.
જ્યારે પણ ચાવવાની મન થાય ત્યારે વળીયાલી ખાઈ શકાય છે અને આના કારણે કોઈ આડઅસર પણ થશે નહીં. જે લોકો ધૂમ્રપાન ન કરવા માંગે છે તેમણે વિટામિન સીથી ભરપૂર એવા ફળો ખાવા જોઈએ. જેવા કે, સંતરા, નારંગી, લીંબુ, આંબળા, જામફળ, સફરજન વગેરે ફળો ખાવાથી ધોળા દિવસમાં જ ધુમ્રપાનની આદત દૂર થઈ જશે. અશ્વગંધા અને શતાવરી ચૂર્ણ ધૂમ્રપાન છોડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમાકુ અને ધુમ્રપાન નું રોજ સેવન પર કરતાં વ્યક્તિએ નિકોટીન દૂર કરવા માટે અશ્વગંધા અને શતાવરી નું સેવન કરવું જોઈએ. જેનાથી ઝેરી તત્વો દૂર થઈ જાય.
તમાકુનું વ્યસન છોડવા માટે તજ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ તમાકુ ખાવાનું મન થાય ત્યારે તજ નો એક ટુકડો મોંમાં નાખી દેવો. તેનાથી રાહત મળશે અને ધૂમ્રપાન છોડવા માં પણ મદદ થશે. મધમાં એન્ઝાઈમ અને પ્રોટીન હોય છે જે સરળતાથી વ્યસન ની આદત છોડાવી શકે છે. આ પ્રયોગની માટે શુદ્ધ મધ નો જ ઉપયોગ કરવો જેના કારણે શરીરના ઝેરી તત્વો પણ બહાર થાય.
કોઈપણ વ્યક્તિને ધુમ્રપાન થી બચવું હોય તો તેને સતત કામમાં વ્યસ્ત રહેવું. 24 કલાક સુધી નો ટાઈમ ટેબલ બનાવી રાખો. તમે હંમેશા કામમાં વ્યસ્ત રહી રહેશો તો વ્યસન કરવાનો સમય પણ નહીં રહે અને તેનું મન પણ નહીં થાય.