વિટામિન બી 12 શરીર માટે ખૂબ જ આવશ્યક વિટામીન છે. શરીરમાં ઉણપ હોય ત્યારે અનેક રોગો થાય છે. તેથી, તમે શરીરમાં વિટામિન બી 12ની ઉણપ થવા ન દો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામીન બી 12 શરીર માં નસો અને રક્તકોશિકા ને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. વિટામિન બી 12ની ઉણપ ચયાપચય, ડીએનએ સંશ્લેષણ અને લાલ રક્ત કોશિકાઓની રચનાને અસર કરે છે. એટલું જ નહીં, નર્વસ સિસ્ટમ માટે વિટામિન બી 12 મહત્છેવ નો ભાગ ભજવે છે.
શરીરમાં વિટામિન બી ૧૨ની ઉણપના ઘણા કારણો છે. જેમાંથી વિટામિન બી 12 રિચ ડાયટ ન ખાવું એ મુખ્ય કારણ માનવામાં આવે છે. આ ઉપરાંત વિટામિન બી12ની ઉણપને કારણે અનેક પ્રકારના રોગો શરીર માં પ્રવેશે છે. જો વિટામીન બી 12 ની ખામી હોય તો હાથ-પગમાં ખાલી ચડવા લાગે છે આ ઉપરાંત હૃદય ના ધબકારા અચાનક વધી જાય, અચાનક ઠંડી લાગે અથવા તો અચાનક ગરમી લાગે છે.
આ ઉપરાંત શરીર નો રંગ પીળાશ પડતો થાય તો કહી શકાય છે કે વિટામીન બી 12 ની ખામી છે. જે લોકો શાકાહારી હોય અને દૂધ અને તેના ઉત્પાદન નું સેવન ખુબ જ ઓછા પ્રમાણમાં કરતા હોય તે લોકો ને આ ખામી સર્જાય શકે છે. આ મોઢા માં ચાંદી પડવી. ભૂખ ઓછી લાગવી. થાક લાગવો, યાદશક્તિ ઓછી થવી.ઘણી વાર થાક લાગતો હોય અને ડોક્ટર પાસે જવા છતાં રીપોર્ટ માં કઈ જ ના આવતું હોય તો વિટામીન બી 12 ની ખામી હોય શકે છે.
જ્યારે હાઇપરપિગમેન્ટેશન થાય છે, ત્યારે ત્વચા ડાઘ, પેચ અથવા શરીરની ત્વચાથી કાળી થઈ જાય છે. જો તમારા શરીરનો કોઈ ભાગ કાળો થવા લાગે અથવા તમારા ચહેરા પર કાળા પેચ હોય. તો સમજી લો કે તમારી પાસે વિટામિન બી 12ની ઉણપ છે. હકીકતમાં જ્યારે વિટામિન બી 12ની ઉણપ હોય છે, ત્યારે ત્વચા મેલેનિન નામના રંગદ્રવ્યની ઊંચી માત્રા ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. ઘણા લોકોને વૃદ્ધત્વ અથવા વધુ પડતા સૂર્યપ્રકાશને કારણે હાઇપરપિગમેન્ટેશન થાય છે.
વિટિલિગો એટલે કે સફેદ ડાઘ પડવા. આ હાયપરપિગમેન્ટેશનની એકદમ વિરુદ્ધ છે. જ્યારે આ રોગ થાય છે, ત્યારે વિટિલિગોમાં મેલેનિનની ઉણપ હોય છે. જે સફેદ ડાઘ પડવાનું કારણ બને છે. આ પરિસ્થિતિને વિટિલિગો કહેવામાં આવે છે. આ રોગ શરીરના એવા ભાગોને વધારે અસર કરે છે જે ચામડી સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે. જેમ કે ચહેરો, ગરદન અને હાથ જેવા સ્થળે સફેદ ડાઘ થઇ જાય છે.
વાળનો ગ્રોથ ત્યારે જ સારો હોય છે જ્યારે શરીરમાં વિટામિન બી ૧૨ પૂરતું હોય. જે લોકોના શરીરમાં વિટામિન બી ૧૨ની ખામી સર્જાય છે. તો તેની સીધી અસર તેમના વાળ પર થાય છે. વિટામિન બી ૧૨ ની ખામીથી વાળ ખરવા અને નબળા પડે છે. અને ધીમે ધીમે ટાલીયાપણું નો શિકાર બને છે. જે લોકો ને વાળ ખરવાની સમસ્યા હોય તે લોકોએ સમજી જવું કે તેના શરીર માં વિટામીન બી 12 ની ખામી છે.
વિટામિન બી 12ની ઉણપના અન્ય લક્ષણો જેવા કે ત્વચાના રંગને હળવો પીળો કરવો, જીભની પીળાશ, મોઢામાં ફોલ્લા કે ચાંદી પડવી વગેરે હોઈ શકે છે. લાલ માંસ, માછલી, શેલ્ફિશ, ફળ, ઇંડા, કઠોળ અને સૂકા ફળો ખાવાથી વિટામિન બી 12ની ઉણપ દૂર થાય છે. દૂધ અને દૂધની બનાવટો જેમ કે દૂધ, દહીં, ચીઝ, છાશ, પનીર વગેરેનો પણ તમારા આહારમાં સમાવેશ કરો. વિટામિન બી 12 લાલ રક્ત કોશિકાઓની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોહીમાં વિટામિન બી 12 ની ઉણપને કારણે આરબીસીની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. જોકે જે લોકો નિયમિત રીતે આયર્ન યુક્ત અને તેથી વધુ ખાય છે તેમના શરીરમાં વિટામિન બી 12ની ઉણપ હોતી નથી.