હિન્દુ ધર્મમાં ત્રિદેવ ને ખૂબ જ પૂજવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ભગવાન વિષ્ણુને સમૃદ્ધિ અને વૈભવ ના પ્રતીક તરીકે ગણાય છે. અને ધરતીના પાલનહાર માનવામાં આવે છે. ભારતમાં કોઈ ખૂણો એવો નહીં હોય કે જે ભગવાન વિષ્ણુના અલગ નામથી પૂજા ન થતું હોય. આજે અમે તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ કે ભગવાન વિષ્ણુની એક એવી મૂર્તિ વિશે જણાવવાના છીએ કે તમને જાણીને ખુબ જ નવાઈ લાગશે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, દુનિયાની સૌથી મોટી વિષ્ણુ ભગવાનની મૂર્તિ ભારતમાં આવેલી નથી. પરંતુ, એક મુસ્લિમ દેશમાં વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ આવેલી છે. દરેક લોકો ને જાણીને નવાઈ લાગે કે મુસ્લિમ દેશમાં હિંદુ મૂર્તિ કેવી રીતે હોઈ શકે. ભગવાન વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ એ મુસલમાન ની સૌથી વધારે વસ્તી ની બાબતમાં દુનિયામાં નંબર વન પર આવેલા ઇન્ડોનેશિયામાં આવેલી છે.
આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ લગભગ 122 ફુટ ઉંચી અને 64 ફૂટ પહોળી છે. આ મૂર્તિનું નિર્માણ તાંબુ અને પિત્તળનો ઉપયોગ કરીને કરવામાં આવી છે. અને આ મૂર્તિ બનાવવા માટે 28 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ મૂર્તિ નું કામ 2018માં પૂરું થયું હતું. દુનિયાભરના લોકો અહીંયા મૂર્તિના દર્શન કરવા માટે આવે છે.
1979માં ઇન્ડોનેશિયામાં રહેતા મૂર્તિકાર ન્યુમન નુઆર્તા એ વિષ્ણુ ભગવાનની મૂર્તિનું એક સ્વપ્ન જોયું હતું. સપનું જોવું એ ખૂબ જ સહેલું હતું. પણ તેને પુરૂ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. કહેવામાં આવે છે કે, ન્યુમન નુઆર્તા ને એક એવી કૃતિ બનાવી હતી કે, જે દુનિયા પાસે ન હોય તે લાંબા સમયથી પ્લાનિંગ કરી રહ્યા હતા. તેણે આ મૂર્તિ ના સ્વપન જોયાના શરૂઆત થયાના પંદર વર્ષ પછી એટલે કે 1994માં કરી હતી.
આ મૂર્તિ ના નિર્માણ માટે ઇન્ડોનેશિયન સરકારે ખૂબ જ મહેનત કરી. વચ્ચે છ થી સાત વર્ષ સુધી આ મૂર્તિ નું કામકાજ અટકી પણ ગયું હતું. કારણકે બજેટ પોસાય એવું ના હતું. ગરુડ પર ભગવાન વિષ્ણુની મૂર્તિ આખી દુનિયા માટે ખૂબ જ આકર્ષકનું સ્થાન બન્યું છે. આ હિન્દુ ભગવાનની મૂર્તિ આવેલી છે. તે એક ખુબ જ આશ્ચર્યજનક વાત કહેવાય. વિશ્વમાં આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ ગરુણા ના નામે પણ જગવિખ્યાત છે.
આ મૂર્તિ એટલી ઊંચી છે કે, આપણને જોતાં જ ચક્કર આવી જાય છે. અને આ મૂર્તિ બનાવવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મૂર્તિ તાંબા પિત્તળ માંથી બનાવવામાં આવી છે. પરંતુ ધીમે ધીમે અને હવા સાથે સંકલન થવાને કારણે આ થોડી લીલા કલર જેવી દેખાય છે. આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ બનાવનાર ને ભારત સરકારે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત સરકાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ સાથે તેને સન્માનિત કરવામાં આવ્યા હતા.
દરેક લોકોને આશ્ચર્ય થાય કે આ મુસ્લીમ દેશમાં હિંદુ ભગવાનની મૂર્તિ તે પણ સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવી છે.