ભારત-પાક મેચથી ફેમસ થયેલી આ મિસ્ટ્રી ગર્લને ફેસબુક પર ન શોધતા…

રવિવારે ભારત-પાક વચ્ચે રમાયેલી મેચમાં ફરી એકવખત ‘એ પાકિસ્તા…ની ગર્લ’ છવાયેલી રહી. સોશયલ મીડિયા પર આ યુવતીની ભારે ચર્ચા થઈ રહી છે. કોઈ વારંવાર આ યુવતીને મહિલા બતાવવા માટે (ભીડમાંથી શોધી લેવા માટે) એ કેમેરામેનને અભિનંદન આપી રહ્યું છે, તો કોઈ નવા-નવા મીમ બનાવી રહ્યું છે.

ઈન્ટરનેટ પર ઘણી ચર્ચામાં છે આ મિસ્ટ્રી ગર્લ

આ યુવતીની ઈન્ટરનેટ પર ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ તેની સાચી ઓળખ થઈ શકી નથી. જોકે, કેટલાક સોશયલ મીડિયા યૂઝર આ યુવતીના ફોટોઝને Nivya Navoraના નામથી શેર કરી રહ્યા છે.

આ ગર્લને લોકો ઈન્ટરનેટ પર કરી રહ્યા છે સર્ચ

ફેસબુક-ટ્વીટર પર ઘણી સંખ્યામાં લોકો આ યુવતીની પ્રોફાઈલ સર્ચ કરી રહ્યા છે. જોકે, જવાબમાં ડઝનો નવા-નવા અકાઉન્ટ જ મળે છે. બધા અકાઉન્ટ પર એક જ જેવી તસવીર પ્રોફાઈલ પિક્ચર તરીકે જોવા મળે છે. ઘણા અકાઉન્ટ થોડા કલાકો પહેલા જ ખોલવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

@SirJadeja નામા પ્રખ્યાત પેરોડી અકાઉન્ટથી ટ્વીટ કરાયું કે, આ યુવતીની કન્સિટન્સી પાકિસ્તાની આખી બેટિંગ લાઈન કરતા વધારે છે.

ઘણા લોકો યુવતીને ‘પાકિસ્તાનની બ્યૂટી’ જણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આટલી પ્રસિદ્ધિ મળ્યા બાદ આ યુવતી ફેન્સને પોતાના વિશે કેટલું જણાવવાનું પસંદ કરે છે.

ઈન્ટરનેટ પર ઘણી ચર્ચામાં છે આ મિસ્ટ્રી ગર્લ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here