“વિરહનો વિસામો”

ચંપકલાલ એક શ્રીમંત અને સખાવતીની નામના ધરાવતા શહેરના નામી શ્રેષ્ઠી હતા. તેમના માતાપિતાની સ્મૃતિર્થે શહેરમા સદા વ્રત, વૃધ્ધાશ્રમ અનાથાશ્રમ પોતાના અને અન્ય શ્રેષ્ઠીઓના સહકારથી ચલાવતા હતા.

લગભગ પાસઠેક વરસની ઉમરે સફળ ધંધાદારી પુરી કરી ધીકતો કારોબાર બેઉ દીકરાઓને સોપી નિવૃતિ લઈ નાણા માટેની દોડમ ભાગથી લાગેલ થાકને ઉતારવા અને કમાણી પાછળની દોટમા પરિવાર, પત્ની, ભાઈઓ, બહેનોને પૌત્ર પૌત્રીઓ માટે સમય ન આપી શક્યાની ખોટ પુરવાની મન્છા હતી.

જે દિવસે કારોબારની સઘળી જવાબદારી દીકરાઓને સોપી દીધી.વળતી સવારથી જ હળવા ફુલને નાના બાળકની જેમ નિરાતે જાણે જિદગીભરની ઉઘ કાઢતા હોય તેમ છેક સાડા નવે ઉઠવુ…

સવારે પાચ વાગે ઉઠી એકાદ કલાકનુ મોર્નીગ, વોક કરનાર ચંપકલાલ જાણે પ્રથમ દિવસથી બદલાઈ ગયા..

ઉઠતાવેત તેમના ધર્મપત્નીએ ચા આપવી, હજી તોચાનો કપ હાથમા લે ત્યા શ્રીમતીજીએ હુકમ છોડવો..ફટોફટ ચા પી નહાવા જવો.. કામવાળી બાઈ આવીને જતી રહેશેને વળી પાછા તમારા કપડા અમારે સ્ત્રીઓએ હાથે ધોવા પડશે.. તેવુ રોજ સાભળવુ શેઠ ફટોફટ કહ્યાગરા બાળકની જેમ બાથરૂમમા પહોચી જવુ નાહીધોઈ બહાર આવી ડ્રાઈવરને ગાડી તૈયાર કરવા સુચના આપવી.હવે તેમનો નિત્યક્રમ બની ગયો હતો.

તેઓ પોતાના અગ્ર સહયોગથી શરૂ કરેલ બધી જ સંસ્થાઓની મુલાકાત વારાફરતી મુલાકાત લેતા,નીરીક્ષણ કરતા,મેનેજરોને પુછપરછ કરી સંસ્થાની કામગીરીને અગવડ સગવડની પૃછા કરીજરૂરિયાતો પુરી પાડવી…

આમ વચ્ચે સમય કાઢી પોતાના વતનના ગામે પણ જવુ. છેલ્લા પચાસ વરસથી ભાગ્યે જ રાત્રી રોકાણ કરતા શેઠ હવે ચાર છ દિવસ ગામમા રોકાવુ, આખા ગામના લોકોના દિલથી ખબર અંતર પુછવા, જરૂરિયાતમંદોને મદદ કરવી.સગાવહાલે જવુ તેમને મળવુ…

આમ જાણે ચંપકલાલ નાના બાળક જેવા નિખાલસને મનમોજી બની ગયા હતા. મરજી પડે ત્યાને ત્યારે જવુ, દરેકને મળવુ, મનમા આવે તે સહાય કરવી, કયાક ન માનની લાલસા કે અહમની છાટ…

દરસે દહાડે સારા સારા યાત્રાધામો પ્રવાસો યોજવા તે પ્રવાસોમા તેમના ધંધાના નિવૃત મિત્રો, સગા વહાલા, ભાઈઓ, ગામના લંગોટિયા મિત્રો, સહાધ્યાયીઓને સ્વખર્ચે આગ્રહ પુર્વક લઈ જવા..વગેરે.

જાણે એક અલગારી જીવ, જીવનના યજ્ઞમા સદાવતની,સહાય,પ્રેમની.આહુતિઓ અવિરત દીધે રાખતા હોય તેવામહાયાજ્ઞિક…

નિવૃતિના પાચેક વરસ પોતે નિવૃતિની પ્રવૃતિની ખુબ જ મજા માણી…અચાનક જ નાની અમથીને ટુકી બિમારીમા તેમના જીવન સાથીનુ દુ:ખદ અવસાન થયુ. આઆઘાતથી શેઠે જીવનમા કદી ય ન અનુભવ્યો હોય તેવો ખાલીપો મહેસુસ કર્યો. તેમની ખિલખીલાટ ભર્યા જીવન એક આધીની જેમ આવેલી
આ ઘટનાએ શેઠ તૂટી ગયા.

હવે શેઠ મોટેભાગે તેમના રૂમમા જ રહેતા.. સંસ્થાની લેવાતી રોજીદી મુલાકાતો,વતનના ગામે રહેવા જવાનુ, બધાને મળવાનુ, સહાય કરવાનુ જાણે ભૂતકાળની વાતો બની ગયી…
શેઠે અઠવાડિયે એકાદ વાર બીજા ટ્રસ્ટીઓના આગ્રહવશ સંસ્થાઓની મુલાકાતો લેવાનુ ચાલૂ રાખેલ હતુ.

બાકીના સમયમા તેઓ એકલા બેઠા બેઠા પોતાના જીવનનુ ચલચિત્ર જોતા હોય તેમ, એકધ્યાને જીવનની ફિલ્મ, તેના ડાયલોગ્સ, તેની મધુર યાદો વાળોગતા રહેતા….આવી મનોદશા વચ્ચે એક પળે તેમને આ રીતે જસીની પુન:મૂલાકાત થયી હતી.

“હૂ જશી છુ..મારા ચંપકીયાની જશી છુ. ખબરદાર જો કોઈએ મારૂ નામ દીધુ છે તો…હા..અલ્યા ભઈ આ ભવે તો ના મલ્યો પણ આવતે ભવે પાકો મારો કરી લઇશ” આવી બુમાબુમ એક કૃષ કાયાવાળી, ગંદી ગોબરીને દુર્ગંધ મારતી એક બાઈ કરતી હતી. અનાથાશ્રમના કર્મિઓ તેને સમજાવીને સંસ્થાના ડોકટર પાસે લયી જવા પ્રયત્ન કરતા હતા. બરાબર આ જ ટાણે સંસ્થા મૂખ્ય ટ્રસ્ટી ચંપકલાલ શેઠની ગાડી આવી કંપાઉન્ડમા ઉભી રહી.

ડ્રાઈવરે નીચે ઉતરી દરવાજો ખોલ્યોને શેઠ નીચે ઉતર્યા…

પેલી ગાડા જેવી બાઈ તરત જ શાત થયી ગયીને પોતે કાઈ નહી કરે કર્મચારીઓને પોતાને છોડી દેવા કરગરવા લાગી..

ધીમે પગલેને એકી નજરે તે શેઠ તરફ ચાલવા લાગી…એકદમ નજીક આવી એકીટસે ચંપકલાલને જોવા લાગી…પછી તે સ્ત્રી શેઠના પગમા પડી ગયી….ચંપક..ચંપક..હુ બેહાલ થયી ગયી….મને ઓળખી?બોલને ચંપક મને ઓળખી? હે તુ ય???

ચંપકલાલ પણ દિગ્મુઢ થયી ગયા. તેમણે નીચા નમી જસીને ઉભી કરી..ના ના જસી હુ નથી ભૂલી ગયો..ઓળખી તને જસી ઓળખી…

જસી ઉભી થઈ. શેઠ હાથ પકડીને જસીને ઓફિસમા લઈ ગયા…જસી માટે ચા નાસ્તો મંગાવ્યો..જસી ઝાપટવા લાગી જાણે કેટલાય દિવસની ભૂખી હશે!!!

શેઠે ડ્રાઈવરને ઘરે મોકલી શેઠાણીના બંધ કબાટમાથી ચાર છ જોડી કપડા લયી આવવા કહ્યુ…કપડા આવી ગયા..શેઠે જસીને સાત્વના આપી…નહાવા જવા કહ્યુ…સાબુને શેમ્પથી સંસ્થાની કામવાળી બાઈને જસીને સ્નાન કરાવવા આદેશ કર્યો.ત્યાર પછી ઘરેથી લાવેલ કપડા તેને પહેરાવા માટે કહ્યુ…

નહાઇ ધોઇ જસી બહાર આવી તેની ય ઉમર પાસઠની આસપાસ ની હતી.મેનેજરને એક ખાસ રૂમ જસીને ફાળવવા આદેશ કર્યા…તેનુ જમવાનુ તેના રૂમમા મોકલવાના આદેશ પણ
આપ્યા. જસી તેના રૂમમા ગયી.

શેઠને જસીનીમાનસિક અવસ્થા ઠીક ન લાગી…પણ શેઠને મળ્યા પછી બેફામ બકવાસ કરતી હતી તે ધટ્યા હતા. બપોર પછી શેઠે એક સાયકાટ્રીટ ડોકટરને અનાથાશ્રમમા બોલાવ્યાને જસીની સારવાર શરૂ કરાવી.એકાદ અઠવાડિયા પછી સારો એવો સુધારો દેખાવા લાગ્યો…

આ જસી ચંપકલાલ શેઠની સહાધ્યાયી હતી.ચંપકલાલના ગામમા પ્રાથમિક શિક્ષણથી આગળ અભ્યાસની સુવિધા ન હોવાથી બાજુના મોટાગામની હાઈસ્કુલમા અભ્યાસ કર્યો હતો.

આ હાઈસ્કુલમા આજુબાજુના નાના ગામના અનેક વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ ભણવા આવતી હતી. તે સમયે આઠમા ધોરણથી હાઈસ્કુલમા દાખલ થવુ પડતુ હતુ. ચંપકલાલનુ ઘર પહેલેથી ખાતુ પીતુ ઘર ગણાતુ હતુ. તેમનામા નાનપણથી જ જરૂરિયાતમંદોને સહાય કરવાનો સદગુણ હતો.

આ બાજુ જસી ભણવામા હોશિયાર હતી પણ ગરીબ ઘરની હતી.. પરિચયે આ વાતની ખબર ચંપકલાલને પડતા તેઓ જસીને પાઠ્યપુસ્તકો,ફી,યુનિફોર્મ વિગેરેમા સહાય કરતા હતા.

આમ જસી કોઈને કોઈ બહાને ચંપકલાલની નજીક આવવાની કોશીસ કરતી..મનોમન તેણે ચંપકલાલને મનનો માણીગર માની લીધો હતો.અનેક પ્રયત્ન છતા તે પોતાના પ્રેમનો એકરાર ચંપકલાલ કરી શકતી ન હતી.

એ સમયે હાઈસ્કુલમા ઘોરણ અગિયાર સુધી. અભ્યાસ કરવાની પ્રથા હતી.અગિયારમા ધોરણમા બોર્ડની પરીક્ષા આપવાની રહેતી હતી.

બોર્ડની પરીક્ષાનો અભ્યાસક્રમ પુરો થાય અને વિધ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકે તેથી તેમને વહેલા રજાઓ આપી દેવામા આવતી હતી…

આ પહેલા શાળાના અન્ય ઘોરણના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીઓને શાળા વિદાયનો એક કાર્યક્રમ રાખવામા આવતો હતો.

આ એક ભાવુક પ્રસંગ રહેતો, ચાર ચાર વરસ સુધી સાથે રહેલા સહાધ્યાયીઓ શિક્ષકગણ, શાળાનુ પટાગણ, શાળાની ખાટીમીઠી યાદો વચ્ચે વિદાય લેતા વિદ્યાર્થીઓએકબીજાને ક્યારે મળાશે? મળાશે કે નહી? તે વાતે વિદાય સમારંભ જાણે વિરહ સમારંભ ભાસતો હતો..કેટલાક વિદ્યાર્થી વિદાય વ્યક્ત્વ આપતા ભાવુક થયી જતા…ને સહાશ્રુ વ્યક્ત્ય અધુરૂ છોડી જતા.

ગુરૂ જનો તેમના વ્યક્ત્યમા આ સમારંભને વિરહ સમારંભ ન બનાવતા વિકાસ સમારંભ બનાવો તેવી શીખ આપતા હતા. જીવનમા ખુબ આગળ વધો તેવા આશિષસહ સમારંભોના ભાષણો પુરા થતા.

ત્યારબાદ સહભોજનનુ આયોજન થતુ હતુ. ત્યારે જસી ચંપકલાલને મળી હવે ક્યારે મળાશે?તેવો પ્રશ્ન કર્યો?જસીને પ્રેમભર્યા પ્રત્યુત્તર ની આશા હતી. તેના પ્રેમથી ચંપકલાલ અજાણ હતો.તેણે આ વાત ગંભીરતાથી ન લીધી.

આ બાજુ હવે ક્યારે ય નહી મળાય? તેવા અજંપામા ફરી જસી ચંપકલાલને એકલા જોઇ તેમની પાસે આવી કહ્યુ તુ તો સાવ બુધ્ધુ છે.સમજતો જ નથી. હુ તને ચાહુ છુ.

ચંપકલાલ અને જસી એકબીજા સામે એકીટસે જોઇ રહ્યા બંનેના તન મનમાથી એક પ્રકારની ઝનઝનાટી વ્યાપી ગયી. આ વાતની કંઈ કળ વળે તે પહેલા જ જસીના ગામની છોકરીઓએ બુમ મારી બોલાવી લીધી. આ પ્રેમકહાની તે દિવસથીવિરામે હતી તે આજે પુન:જીવીત થયી.

જસીને થોડો આરામ થયો.. ડોકટરે તેની પાછલી વાતો યાદ ન કરાવવા સુચના આપી હતી. શેઠે વિચાર કર્યો કે હવે પુછાય તો નહી. પુછુને ક્યાક પાછી ફરી…એ વિચાર શેઠ ધ્રુજી ઉઠ્યા.

બીજે દિવસે સવારે શેઠ પોતાના ગામની બાજુનુ ગામ જે જસીનુ પિયર હતુ ત્યા ગયા. ત્યા તેમના સહાધ્યાયીઓને મળ્યા.જસીની સહજ પૃચ્છા કરી. જાણવા મળ્યુ કે જસીને
એક જ ભાઈ હતો તે સાપના ડસવાથી મરણને શરણ થયેલ હતો.તેના મા બાપ ગુજરી ગયા હતા.જસી ત્યાર પછી ગામમા આવતી નથી.

ગામમા તેની જ્ઞાતિનુ એક જ ઘર હોવાથી આથી વિશેષ વિગતો તેમની પાસે નથી તેમ તેમના મિત્રોએ કહ્યુ … તેના લગ્નના ગામે એટલે કે જસીના સાસરિયાના ગામે હશે.

ચંપકલાલે તે ગામનુ નામ મેળવી તે ગામમા ગયા.ત્યા તપાસ કરતા ખબર પડી કે જસીને એકપણ સંતાન નહોતુ…તેનો પતિ કાનોજી દારૂડિયો હતો.

રોજ રોજ દારૂ પીને મારઝુડ કરતો હતો. એક તરફ પતિનુ સુખ નહોતુ ને બાળકો ય નહોતાને ઉમર પણ થયી ગયી હતી તેથી બાળક થવાની આશા પણ રહી નહોતી… ગામલોકો જસીના વખાણ કરતા થાકતા નહોતા..

આગળ કહેતા ગામના લોકોએ કહ્યુ કે એક દિવસ કાનાજીએ દારૂ પીને ઢોર માર માર્યો.. ને વાઝણી હોવાના મહેણા પણ માર્યા … આમ જસીને લાગી આવતા પોતે પોતાના રોટલામા ઝેર નાખી ખાઈ જવાનો નિર્ધાર કરી લીધો.. બે રોટલા બનાવ્યા.એકમા ઝેર નાખ્યુ તે પોતાના માટેને બીજો તેના ધણી માટે બનાવ્યો…બે રોટલા નિશાની કરી અલગ મૂક્યા..તેનો ધણી હજી ઘેર આવ્યો નહોતો…

ભારે મને જસીને થયુ…આમે ય મારે આજે મરવાનુ છે તો લાવને તે આવે ત્યા સુધી ફળિયામા સહુને એકવાર મળી લઉ…

આમ વિચારી તે બેચાર ઘરે ફરી તેના પર હેત રાખતા હરખાબા પાસે બેસી… થોડીવાર પછી હરખાની વહુએ તેમને રોટલા ખાવા બુમ પાડી.. ડોશી ઉઠ્યા.. જસી પોતે વ્યથિત હતી.. તે જીવનના સંભારણા વાગોળતી વાગોળતી એવી તે ખોવાઈ ગયી કે તેને ખબર જ રહી કે હરખા ડોશી જમીને પાછા આવી ગયા.
હરખાડોશીએ કહ્યુ અલી જસી હજી આય બેઠી છુ? કાનોજી ઘેર આવ્યો તે જોયુ જ નથી કે પાછો ઝગડો થયો છે?

જસી સફાળી ચમકી..હે હે ક્યારે આવ્યા?? ડોશી કહે લે હુ રોટલા ખાવા ઉઠી ત્યારે આવતો મે જોયો..મને એમ કે તુ ય ઘેર ગયી હોઈશ..

જસીને ફાળ પડી…કયાક તેણે ખાઈ તો લીધુ નહી હોયને?અને હાય મારાવાળો રોટલો ખાઈ ગયા જશે તો?

આમ હાફળી ફાફળી ઘેર આવી તો કાનોજી મૃત અવસ્થાએ પડ્યો હતો.મોમા ફીણ આવી ગ્યા હતા.

આજુ બાજુ વાળા સહૂ ભેગા થયી ગયા.ગામ આખામા વાત વહેતી થયી કે જસીએ કાનોજીને ઝેર આપી મારી નાખ્યો…

જસીના ચુડલા કરમ થયા.તેના બાર દિવસ થયાને તેના સાસરિયાએ તેને ખુની કહી ઘરમાથી બહાર કાઢી મુકી તેણે પોતાની સાચી વાત કહેવાની ઘણી ય કોશીસ કરી પણ કોઈએ તેની વાત સાભળી નહી..

હરખામાએ થોડાક દિવસ પોતાને ત્યા રાખી.. ખવડાવ્યુ..એક હરખાબાએ તેની પુરી વાત સાભળીને સાચી પણ લાગી..આ વાતના તે એક જ સાક્ષી હતા.

તેમની સામે તેના સાસરિયાએ વિરોધ કરતા જસીએ પોતે જ હરખાબાને ત્યા રહેવાનુ છોડી દીધુ..પિયરમા કોઈ નહોતુ ત્યાની મિલ્કતમા એક ઘર હતુ તે આ દારૂડીયાએ વેચી દીધેલ…

આમ પસ્તાવા પારાવાર ભારને ભૂખ, ટાઢ, તડકો વેઠતા વેઠતા તે અર્ધપાગલ જેવી થયી ગયી…

આખરે તે ગાડીની જેમ એક ગામને બીજે ગામ ભટકતી હતી. તેના સ્મૃતિપટલ પર હવે એક જ નામ અંકિત હતુ’ચંપક’…વારે વારે લવરી કરતી હુ ચંપકની જ છુ…આ લવરી તેની સહાધ્યાયીને ચંપકના ગામની બીજે ગામ પરણેલી એક દીકરીએ સાભળી તે જસીને ઓળખી ગયી તેણે હસતા હસતા કહી દીધુ તારો ચંપક તો મોટો શેઠ થઇ ગયો છે. અમદાવાદમા રહે છે….

બસ આ વાત પણ જસીના માનસપટ પર અંકિત થઈ ગઈને જેમ તેમ કરી તે અહીયા પહોચી હશે.
તેવી માહિતી ચંપકલાલે મેળવી..

ચંપકલાલને એવુ લાગ્યુ કે જસીના પ્યારને ન ઓળખીને તેનાથી અન્યાય કર્યો છે.

અમદાવાદ પરત આવી ચંપકલાલે પોતાની પાસે રાખેલી મરણ મૂડીની રકમ અનાથાશ્રમને ભેટ આપી એવી શરત કરી કે મને અને જસીને આશ્રમ જીવતા પાળશેને મૂએ બાળશે.

અને અનાથાશ્રમના એ જ ઓરડામા શેષ જીવન વિતાવવા નિર્ધાર કરી હળવાશ મેળવીને પાછાબાળક જેવી મસ્ત જીવનની જસીને સાથે રાખી કરી…ધીમે ધીમે શેઠના સાનિધ્યથી જસી સામાન્ય બની જઇ છે.

લેખક: પોપટભાઈ પટેલ ,ઘેલડા

Author: WeGujjus Team

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here