આપણી આજુબાજુ ઘણા બધા જીવ-જંતુઓ રહેતા હોય છે. ઘણી વખત ગામડામાં ખેતરમાં કામ કરતી વખતે કોઈ ઝેરી જીવજંતુ કરડવા નો ડર રહે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કોઈ વસ્તુની નીચે કે પત્થરની નીચે વીછી છુપાઈ જાય છે. અને તેને ઉચકાવતી વખતે વીંછી કરડી જાય તો આપણા આખા શરીરમાં ઝેર જતુ રહે છે. વીંછીના ડંખ મારવાથી ઝેર શરીરમાં ફેલાય છે. અને ખૂબ જ પીડા થાય છે. ઘણી વખત સોજો આવે છે. અને તે ભાગ ખાલી પડી ગયો હોય તેવો થઈ જાય છે.
વીંછી કરડે ત્યારે જ્યાં વિછીએ ડંખ માર્યો હોય ત્યાં એક લાલ કલરનું ચક્કર થઈ જાય છે. વીંછી કરડે એટલે તરત જ તેની સારવાર કરવી જોઇએ નહીં તો માણસનો જીવ પણ જઈ શકે છે. સૌપ્રથમ જ્યારે વીંછી ડંખ મારે ત્યારે જે ભાગપર ડંખ માર્યો હોય તેની આગળ અને પાછળ ખૂબ જ ટાઇટ એવો કાપડ નો પાટો બાંધી દેવો જોઈએ. ફીટ પાટો બાંધવાને કારણે આખા શરીરમાં ઝેર ફેલાતું નથી. અને ઝેર ત્યાં જ અટકી જાય છે.
વીંછીના ડંખ માર્યો હોય તે જગ્યા પર લસણની ચાર-પાંચ કળીને વાટીને તેમાં મધ મિક્સ કરીને જે માણસને વીંછી કરડ્યો હોય તેને ચટાડવાથી ઝેર ઉતરે છે. અને રાહત થાય છે. આ ઉપરાંત વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી પણ તરત જ રાહત થઈ જાય છે. આ સિવાય જે વીંછી કરડ્યો હોય તેને પહેલા શોધી અને તેને એક બોટલમાં ભરી લેવો જોઈએ. ત્યારબાદ તે બોટલમાં સ્પીરીટ નાખવું જોઈએ. એટલે વીંછી તરત જ મૃત્યુ પામે છે. અને ત્યારબાદ સ્પિરિટને જ્યાં વીંછી કરડ્યો હોય ત્યાં લગાવવાથી તરત જ ઝેર ઉતરી જાય છે.
આ ઉપરાંત જ્યાં વીંછી કરડ્યો તે માણસને ફુદીનો ચાટવાથી તરત જ રાહત થઈ છે. વીંછીના ડંખ ઉપર રતાળુ ના પાન થી ઝેર શરીરમાં ફેલાતું નથી. રતાળુ ના પાન માં ઝેરનાશક તત્વ હોય છે. એટલે જ્યાં વીંછી એ ડંખ માર્યો હોય ત્યાં પાન લગાવવાથી ઝેર ફેલાતું અટકી જાય છે. આ ઉપરાંત ઝેરી જીવજંતુનો ડંખ માર્યો હોય તો મીઠા લીમડાના પાનને વાટીને ચોપડવાથી પણ સોજો ઊતરે છે. અને બળતરા થતી હોય તો તે પણ ઓછી થાય છે.
તાંદલજાના રસમાં સાકર ભેળવીને પીવાથી પણ વીછી નુ ઝેર શરીરમાં ફેલાતું નથી. અને આંબલિયા ને ઘસીને વીંછીના ડંખ માર્યો હોય ત્યાં લગાવવાથી પણ તરત જ રાહત થાય છે. વીંછી કરડે ત્યારે તેના પર મધ લગાવવાથી પણ બળતરા તરત જ ઓછી થઈ જાય છે. ઘણી વખત આપણા વડીલો કહેતા હોય છે કે વીંછી કરડ્યો હોય તે ભાગમાં વારંવાર મીઠાના પાણીથી ધોવાથી અને મીઠાવાળું પાણી આંખમાં નાખવાથી વીંછીનું ઝેર ઓછુ થઇ જાય છે. અને જે લોકો વધારે પ્રમાણમાં મીઠું ખાતા હોય તેને વીંછીનું ઝેર ક્યારે ચડતું નથી.
વીંછીના ડંખ પર કેરોસીન માં ફટકડીનો ભૂકો કરીને ચોપડવાથી તરત જ પીડા મટી જાય છે. આ ઉપરાંત વીંછીના ડંખ પર માલિશ કરવાથી પણ લાભ થાય છે. આ સિવાય જો વીંછી કરડે અને ખૂબ જ ઝેરી હોય તો તેની માટે ડંખ પર મંદ પોટેશિયમ ની ભૂકી નાખી ત્યારબાદ તેમાં થોડુ ખાવાનો સોડા અને પાણીના ટીપાં નાખીને સારી રીતે ધોઈ લેવો અને ત્યારબાદ તેની ઉપર નિર્ણય ના બીજ ચોટાડો. આવું કરવાથી વીંછીનું ઝેર શાંત થઈ જાય છે અને તરત જ ઊતરી જાય છે.