ઘરેજ બનાવો “વાટી દાળના ખમણ” બધાને બોવજ ભાવશે.

આજે વાનગી છે બધાયને ભાવતી “વાટી દાળના ખમણ” જે જલારામ ખમણ ફેમસ પણ કહેવાય છે. ગુજરાતી લોકોની ચણાની દાળની ઘણી રેસેપીમા આ એક બહુ જ પસંદ આવતી વાનગી છે.

સામગ્રી:

 • ચણાની દાળ દોઢ કપ
 • અડદની દાળ ૧ ટેબલ સ્પુન,
 • દહી ૧/૨ કપ
 • હળદર ૧/૨ ટી સ્પુન,
 • આદુ મરચા કરેલા ૧ ટેબલ સ્પુન,
 • મીઠુ ૧/૨ ચમચી, સ્વાદ અનુસાર લેવુ,
 • સાકર ૧ ચમચી ખીરામા,
 • ૧ ટેબલ સ્પુન લીંબુનો રસ,
 • તેલ દોઢ (૧ ૧/૨ ) ટેબલ સ્પુન ખીરામા ને થાળી

બ્રસીંગ માટે

ઇનો ૧ ચમચી

વઘાર માટે

 • તેલ ૧/૨ ટી સ્પુન,
 • રાઇ ૧ ટી સ્પુન
 • તલ ૧ ટી સ્પુન
 • હીંગ ૧/૪ ટી સ્પુન
 • લીમડો ૧૫-૨૦ પાન
 • મરચા લીલા ૨ વચ્ચેથી મોટા ચીરી અડધિયા કરેલા,
 • પાણી ૨ ચમચા,
 • સાકર ૧ ટી સ્પુન
 • મીઠુ ચપટી
 • કોથમીર ૧/૪ કપ

દાળને ૬ કલાક ધોઇને પાણીમા પલાળી. પછી નીતારી દહી સાથે મીક્ષર કરી, હળદર નાંખી ને ખીરાને ૭-૮ કલાક બોળો કરવા ઢાંકીને સાઇડ પર મુક્યુ.૧ ચમચો જેટલી પલાળેલી ચણાની દાળ આખી જ નાંખવી તો ખમણમા બહુ સરસ લાગશે.

હવે આદુ મરચા, સાકર,મીઠુ ૧ ચમચો તેલ મીક્ષ કરવુ. જરુર લાગે તો પાણી ઉમેરી રેડાય તેવુ ખીરુ તૈયાર કરવુ.

હવે ઢોકળીયામા ૨ લીટર પાણી ઉકળવા મુક્યુ ને થાળી તેલ ચોપડી તૈયાર કરી. થાળી ઉંડી લેવી જેથી ફુલીને સરસ બનશે. પાણી ઉકળી ગયુ છે, થાળી તેલ ચારેકોર બ્રશ કરી ગરમ કરવા ઢોકળીમા મુકી છે. હવે લીંબુનો રસ નીચોળ્યો ને ખીરામા ઇનો સરખો ભેળવ્યો , ચમચાથી ગોળ ગોળ ફેરવવુ ને પુરો ઓગળે થાળીમા રેડવુ. થાળી પોણી ભરવી જેથી ફુલસે તો બહાર નહિ આવે.

હવે ઢાંકણ બંધ કરી ૧૫ થી ૨૦ મીનીટનુ ટાઇમર મુકવુ. થાળીનુ ખીરુ જાડો થર હોય ,મોટી હોય તો ૨૦ મીનીટ પુરી હાઇ ફ્લેમ પર બનાવવાના હોય છે. તો ઢોકળીયામા પાણી નીચે સરખુ બે લીટર જેટલુ હોય ને ઉપર થાળી પાણીના બુલબુલા ના પહોંચે તે રીતે મુકવી સ્ટિમ થવા માટે. પાણી વચ્ચેથી બળી જાય ને નાંખવુ પડે તે આમા નહિ ચાલે.

૨૦ મીનીટ તો ખોલ્યા વગર બફાવુ જ જોઇશે. પાણી ખીરામા ના ભરાય તે રીતે ઉંચાઇ પર કાંઠલો કે ચાળણી ઉંધી કરી સરસ સ્થિર રહે તે રીતે મુકવી. બધુ ખીરુ એક જ થાળીમા નથી બનાવ્યુ બે થાળી બન્યુ છે. થાળીની સાઇસ પ્રમાણે જ ખીરુ અલગ કરી તેમા ઇનો ભેળવી તરત જ ઢોકળીયામા મુકવુ, બધા ખીરામા એકસાથે ઇનો નહિ ભેળવો પણ જેટલુ થાળીમા મુકવુ હોય તેટલુ જ અલગ તપેલીમા ઇનો મીક્ષ કરી સ્ટિમ કરવા મુકવુ. જેથી સરસ જાળી પડેલા ખમણ તૈયાર થશે.

હવે ટાઇમર વાગતા જાડા કપડાથી ઢાંકણ ઉંચકી સાઇડ પર મુક્યુ. એક ચપ્પુ ખોસી ચેક કર્યુ જો ક્લિયર બહાર આવ્યુ તો કુક થઇ ગયા છે.હવે થાળી બહાર લઇ ઢોકળીયુ સાઇડ મુકી વઘાર મુકવાની તૈયારી કરી.

નાની જાડા તળીયાની તપેલીમા તેલ મુક્યુ. રાઇ હીંગ તલ લીમડો મરચા તૈયાર કર્યા. તેલ ગરમ થયે રાઇ, હીંગ, તલ, લીમડો ને જો તમને તીખાશ જોઇએ તો બે મોળા મરચા હાફ વચ્ચેથી ચીરી ને અડધિયા કરી તેલમા નાખવા. એક ઢાંકણ તૈયાર રાખવુ. જેવુ આ સામગ્રી નાખો કે ઢાંકો જેથી બધુ ઉડે નહિ બધે. હવે તડાતડી પતે કે ઢાંકણ ખોલી હક્ળવેથી ૨ ચમચા જેટલુ પાણી નાખવુ. મીઠુ ચપટી ને સાકર ૧ ચમચી નાખી ઉકળવા રાખવુ ત્યા સુધી થાળી ને ચારેકોરથી ચપ્પુ ફેરવી બીજી થાળીમા ઉંધી કરી ઠપકારવી જેથી નીચેનો ભાગ ઉપર આવી જશે. ખમણમા સરસ જાળી પડેલી દેખાશે. હવે ચાકુથી કાપા કરી લેવા. હવે મોટા ચમચાથી તડકાવાળુ વઘારનુ પાણી બધે રેડવુ. ૫-૭ મીનીટ રહેવા દેવુ. પછી કોથમીર છાંટવી ,ચકતા તવેથાથી કાઢવા.

નાળીયેર તાજુ છીણેલુ પણ સ્પ્રીંકલ કરી શકાય. આ ખમણ વઘાર વગરના ફ્રીજમા ત્રણ ચાર દિવસ સરસ રહેશે. ગરમ ખાવા માટે વઘાર કરી વાપરી શકાય છે. આને લીલી કોથમીરની તીખી ચટણી, ખજુર આંબલીની ચટપટી ચટણી યા ચહા સાથે ખાવાની બહુ મજા પડશે.

બહુ સરસ મૈસુરપાક જેવી જાળી પડેલા ને એકદમ ગળે ઉતરે એવા સોફ્ટ ને સ્પોંજી ખમણ તૈયાર છે. તો બનાવો ને એન્જોય ડીલીસીયસ રેસેપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here