વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લગાવો ઘડિયાળ, બદલાઇ જશે તમારો ખરાબ સમય

એવું કહેવાયું છે કે ઘડિયાળ તમારો સમય જરૂરબદલી શકે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે ઘડિયાળ સાથેજોડાયેલી બાબતોને અનદેખી ન કરવી જોઈએ. જો તમે તમારો સમય સુધારવા માંગતા હો તો જાણોવાસ્તુની આ બાબતો…

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં દરેક સામાનનું એક નિશ્ચિત સ્થાન હોય છે. જો તમે એ સામાનને તેના સ્થાન પર નહી મુકો તો ઘરમાં અશાંતિ રહેશે.

વાસ્તુનુ માનીએ તો ઘરમાં દિવાલ પર લાગેલી ઘડિયાળ ખોટા સ્થાન કે ખોટી દિશામાં છે તો આ તમારે માટે ખરાબ સમય પણ લાવી શકે છે.

ઘરમાં ક્યારેય પણ ઘડિયાળને દક્ષિણની દીવાલ પર ન લગાવવી જોઈએ, કારણ કે દક્ષિણ યમદેવની દિશા ગણાય છે. ઘડિયાળને પૂર્વ દિશામાં લગાવવી શુભ ગણાય છે અને તેનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘડિયાળને બંધ પડેલી હોય તો તે શુભ નથી ગણાતું, બંધ ઘડિયાળથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે. વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં દરેક સામાન રાખવાની ચોક્કસ જગ્યા હોય છે. જો તમે તે સામાનને તે સ્થાને ન રાખો તો ઘરમાં અશાંતિ પેદા થઈ શકે છે.

દક્ષિણ દિશામાં ના લગાવશો ઘડિયાળ

જો તમે ઘરમાં દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાયેલી છે તો એને અત્યારે જ ઊતારી દો. તમારા અને તમારા પરિવાર માટે સારું નથી. એના કારણે તમારા ઘરના મુખ્ય સભ્યના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

દરવાજા ઉપર ના લગાવશો

જો તમારા ઘના કોઇ પણ દરવાજા પર ઘડિયાળ લાગેલી છે તો એને આજે જ ઊતારી દો. આ વાસ્તુશાસ્ત્રના હિસાબથી યોગ્ય નથી. આવું કરવાથી એની નીચેથી પસાર થનાર વ્યક્તિ પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પડે છે.

પૂર્વ દિશામાં લગાડો ઘડિયાળ

ઘડિયાળ માટે સૌથી સારી દિશા પૂર્વ માનવામાં આવી છે. જો તમારા ઘરમાં પૂર્વ દિશામાં ઘડિયાળ છે તો એનાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. જો તમે ઘડિયાળ પશ્વિમ દિશામાં લગાવશો તો ઘરના લોકોના મનમાં હંમેશા સકારાત્મક વિચાર આવે છે.

તમને જણાવી દઇએ કે વાસ્તુના હિસાબથી ઘડિયાળ પણ અલગ હોય છે. વાસ્તુમાં એવું માનવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં પેંડુલમ વાળી ઘડિયાળ છે તો તમારા માટે સારી હોય છે. એનાથી લોકોની તરક્કી થાય છે.

બંધ ઘડિયાળ

જો તમારા ઘરમાં કોઇ એવી ઘડિયાળ છે જે ચાલતી ના હોય અને પડી રહેલી હોય. તમારે આવા પ્રકારની ઘડિયાળ તરત નિકાળીને ઘની બહાર ફેંકી દેવી જોઇએ.

તમને જણાવી દઇએ કે વાસ્તુમાં ઘડિયાળના રંગોને લઇને જણાવવામાં આવ્યું છે. તમને ખબર હોવી જોઇએ કે તમારા ઘરમાં કાળા, ગ્રીન અને કેસરી કલરની ઘડિયાળ લગાવી જોઇએ નહીં. આ વાસ્તુના હિસાબથી યોગ્ય નથી.

તમને જણાવી દઇએ કે તમારા ઘરમાં ઘડિયાળ ચોકોર અને ગોળ છે તો તમારા માટે ખૂબ સારી વાત છે. આવી ઘડિયાળ તમારા માટે શુભ હોય છે. એને લગાવવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. એનાથી ઘરના લોકોની તરક્કી પણ થાય છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here