વરસાદની ઋુતું ની શરૂઆત સાથે ઘણા લોકો તેમના ઘરની આરામની બહાર સુંદર હવામાનની મજા માણવા ગરમ ડમ્પલિંગ અને ચા પીવાનું પસંદ કરે છે. તેવી જ રીતે, કેટલાક એવા પણ છે જે વરસાદની ૠતુંમાં ભીનું રહેવાનું પસંદ કરે છે.
પાણીમાં પલળવું એ એક મનોરંજક અનુભવ હોઈ શકે છે, પરંતુ તે તમને બીમાર પણ કરી શકે છે. જો તમે આ વિશે સાવચેત છો,તો પછી આવા રોગોથી છૂટકારો મેળવવો ખૂબ મુશ્કેલ નથી.
વરસાદની ઋુતુ હરિયાળીની સાથે સુખદ અને ઠંડી વાતાવરણ લાવે છે. જો કે, તે વિવિધ પ્રકારની આરોગ્ય સમસ્યાઓ પણ સાથે લાવે છે.જો તમે આ પ્રકારના રોગથી બીમાર છો, તો તમારે કેટલાક અસરકારક ઉપાયોથી પણ વાકેફ રહેવું જોઈએ.
વરસાદની ઋતુ ઘણા લોકોને પાણીજન્ય અને વાયુજન્ય રોગો થાય છે. તેમાંથી, પાણીજન્ય રોગોમાં ઝાડા સૌથી સામાન્ય છે. હેપેટાઇટિસ, કોલેરા અને ટાઇફોઇડ જેવા રોગો પણ વરસાદની ઋતુ્ આરોગ્ય માટેના ગંભીર પડકારો પેદા કરે છે. વરસાદની ઋતુ જંતુ અને ફૂગના જેવા રોગો ઊભા કરે છે.
આ માટે તમારે ખૂબ સાવચેતી રાખવી પડશે તમારે ચોખું પાણી અને ખોરાક નો જ આહાર લેવો જોઈએ જેથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર જોવા ના મલે.
મીઠાનો ઓછો ઉપયોગ
આ ઋતુમાં આપણા શરીરનું મેટાબૉલિક રેટ ઘટી જાય છે. જો ખાણીપીણી યોગ્ય ન હોય તો બીમાર પડવાની શક્યતા વધી જાય છે. આ ઋતુમાં મીઠું વધારે હોય તેવી વસ્તુઓ ખાવાનું ટાળો.
જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડ
આ સીઝનમાં બહારનો ખોરાક એટલે કે જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો કારણકે આ ખોરાક દૂષિત હોવાનો ખતરો વધારે હોય છે. ચોમાસામાં બહારનું ખાઈને તમને ડાયેરિયા થઈ શકે છે, માટે ઘરે બનાવેલો અને ફ્રેશ ખોરાક લેવાનું રાખો.
માઈલ્ડ શેમ્પુ
ચોમાસામાં આમ પણ વાળ વધારે ખરે છે, માટે હેરફોલ અને ખીલથી બચવા માટે માઈલ્ડ શેમ્પુ અને સાબુનો ઉપયોગ કરો.
ભીના કપડા
વરસાદની સીઝનમાં કપડા સુકાવામાં પણ સમય લાગે છે. માટે ખાસ ધ્યાન રાખો કે જ્યાં સુધી કપડા સંપૂર્ણપણે સુકાય નહીં ત્યાં સુધી તે કપડા પહેરવા નહીં. નહીં તો કપડાનો ભેજ તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે.
પાણી ઉકાળીને પીઓ
રેગ્યુલર પાણી પીતા રહો જેથી સ્કિનમાં પાણીની ઉણપ ન રહે. પાણીને ઉકાળીને પીવાનું રાખો. ચોમાસામાં પાણીજન્ય રોગો પણ વધારે ફેલાય છે, માટે ચોખ્ખું અને ઉકાળેલું પાણી પીવાનું રાખો.