વહુ એજ ફોડ્યો સાસુનો ભાંડો, 20 વર્ષથી બોગસ માર્કશીટ બનાવી કરતી હતી સરકારી નોકરી

સાસુ વહુ આ એક એવું સબંધ છે કે જો તે સારી રીતે ચાલે તો તેના કોઈ વાદ વિવાદ નહીં થતાં પરંતુ આ સંબંધ માં જ્યારે જ્યારે તકરારમાં થાય છે ત્યારે તે ચર્ચામાં આવી જાય છે આજે પણ કંઈક એવોજ બનાવ સામે આવ્યો છે તો આવો જાણી લઈએ તેના વિશે.

આ જે અમે તમને જે ઘટનાં વિશે જણાવવા ના છીએ તેમ એક વહુ એજ પોતાની સાસુનો ભાંડો ફોડ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ સાસુની આખી પોલ ખુલી ગઈ હતી. આવો જાણીએ શું હતી આખી ઘટનાં.

વાત કરીએ આ ઘટનાં વિશેતો આ ઘટના મૂળ મધ્યપ્રદેશમાં બનેલી છે અહીં એક મહિલા એ પોતાની બોગસ માર્કશીટની મદદથી આજથી 20 વર્ષ પહેલા શિક્ષકની નોકરી મળેવી હતી અને તે નોકરી પણ કરી હતી. પરંતુ હાલમાં જ તે મહિલાની વહુએ ફરિયાદ કરી હતી અને નોકરી મેળવનાર મહિલાની પોલ ખુલી ગઈ હતી.

આવો જાણીએ વધુ વિગતે કે કેવી રીતે આ પોલ ખુલી. ફરીયાદ કરનાર વહું એ તંત્ર ને એવું જાણકારી આપી હતી કે નોકરી સમયે બતાવવામાં આવેલી માર્કશીટમાં ખોટી ઉંમર અને નામ સાથે ગરબડ કરવામાં આવી હોવાની જાણ છે. મહિલાએ આંતરિક કારણો ને લઈને પોતાની સાસુ નો ભાંડો ફોડ્યો હતો.

જે મહિલા 20 વર્ષથી ખોટી માર્કશીટના આધારે શિક્ષકની નોકરી કરી રહી હતી તેનું નામ છે પ્રેમલતા ગોયલ ત્યારે હવે બધી પોલ ખુલી જતાં કલેક્ટર દ્વારા 4 ઓગસ્ટના રોજ નોકરી પરથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અને તેને પોતાની નોક રી ગુમાવી હતી ત્યારે આ ચર્ચા દરેક જગ્યાએ થઇ ગઇ હતી એક વહું એજ પોતાની સાસુનો ભાંડો ફોડ્યો હતો.

મિત્રો તમને જણાવી દઈએ તો પ્રેમલતા જરેરુઆ પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે કામ કરતાં હતાં. પ્રેમલતા મુરૈનાની રહેવાસી છે અને તેઓની એક શિક્ષક તરીકે તેની નિમણુક 1998 માં કરવામાં આવી હતી. ત્યારે હવે આ આ નકલી રિઝલ્ટ ની પોલ ખુલી ચુકી છે.તેમાં એવો આરોપ હતો કે શિક્ષક તરીકે નોકરી કરતી પ્રેમલતાએ પોતાની માર્ક શીટ સાથે અને છેડા કર્યા હતા.

જેમાં તેની ઉમર સાથે તફાવત કરવામાં આવ્યો હતો.ત્યારે હવે આ નકલી માર્કશીટ ની પોલ ખુલી ચુકી હતી. અને આ પોલ પોતાની વહુ એજ ખોલી હતી. અહીં વધુ માં એવું જાણવા મળ્યું છે કે પ્રેમલતાના પુત્રકે જેનું નામ યોગેશ હતું તેનું થોડા વર્ષ પહેલા રોડ અકસ્માતમાં અવસાન થયું હતું.

ત્યારે યોગેશના મૃત્યુ બાદ સાસુ સસરા અને વહુ વચ્ચે ઝગડો થવા લાગ્યો હતાં અને આ ઝગડો એટલી હદ સુધી વધી ગયો હતો કે આખો મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. અને તેમાં વહુ એ તમામ પોલ ખોલી નાખી અને બધું સત્ય કોર્ટમાં કહી દીધું હતું. વહું એ તેની નણંદ અને તેની સાસુ ના જન્મ નું પ્રમાણ પત્ર સરખવાનું કહ્યું ત્યારે બન્ને વચ્ચે માત્ર 12 વર્ષનો તફાવત આવ્યો તેથી આ ભાંડો ફૂટી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here