જે ઉમેદવાર સરકારી નોકરી કરવાના ઈચ્છુક છે તેમના માટે સારા સમાચાર છે. ગુજરાત સરકાર તરફથી પોલીસની નોકરી કરવા ઈચ્છતા લોકો માટે કોન્સ્ટેબલ પદ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં આવેદન કરવા ઈચ્છો છો અને પદ માટે લાયક છો તો છેલ્લી તારીખથી પહેલા એપ્લાય કરી શકો છો. જાણો કેટલા પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે અને કેવી રીતે કરશો એપ્લાય…
પદનું નામ: પોલીસ કોન્સ્ટેબલ
પદની સંખ્યા: 6189 પદો માટે આવેદન માગવામાં આવ્યા છે.
યોગ્યતા: ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત સ્કૂલ કે બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ.
ઉંમર મર્યાદા: ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 33 વર્ષની હોવી જોઈએ.
કેવી રીતે થશે સિલેક્શન: ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.
આવેદન કરવાની અંતિમ તારીખ
કોન્સ્ટેબલની પરીક્ષા માટે એપ્લાય કરતા યુવકો 7 સપ્ટેમ્બર 2018 સુધીમાં એપ્લાય કરી શકે છે. એપ્લાય કરવા માટે www.ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. ભરતી માટે એપ્લાય કરનારા જનરલ/ઓબીસી ઉમેદવારો માટે 250 રૂપિયા ફીસ લેવામાં આવશે, જ્યારે SC/STના ઉમેદવારોએ કોઈ ફીસ આપવાની નહીં રહે.