અનમેરિડ કપલ હોટલમાં રૂમ બુક કરાવતી વખતે આ બાબતનું રાખે ધ્યાન.. 

અનમેરિડ કપલ હોટલમાં રૂમ બુક કરાવતી વખતે આ બાબતનું રાખે ધ્યાન. અપરણિતોને રૂમ ન આપવો એવો કોઈ નિયમ નથી

તમે ઘણી વખત સમાચારોમાં સાંભળ્યું હશે કે અનેમેરિડ કપલને હોટલ  રૂમમાં એક સાથે રહેતા હોવાથી પોલીસે તેમની અટકાયત કરી અથવા તો અપરણિત કપલને હોટલે રૂમ આપવાની ના પાડી. પરંતુ આપણા દેશમાં એવો કોઈ કાયદો નથી કે એડલ્ટ એટલે કે વયસ્ક યુવક-યુવતીને કોઈ હોલના રૂમમાં રહેવાથી રોકી શકે. જો તમારો પાર્ટનર તમારી સાથે એકાંત સમય પસાર કરવા માંગે છે અને તમે કોઈ પાર્કને બદલે હોટલ રૂમ બુક કરવા માંગો છો તો આ વાતનું ધ્યાન રાખો.

બંને એડલ્ટ હોવા જરૂરી

આપણા દેશમાં 18 વર્ષના વ્યક્તિને એડલ્ટ માનવામાં આવે છે જ્યારે લગ્ન માટેની ઉંમર છોકરી માટે 18 અને છોકરા માટે 21 વર્ષ છે. એવામાં કોઈ પણ વયસ્ક વ્યક્તિ પોતાની મરજીથી પાર્ટનરની પસંદગી કરી શકે છે. જો તમે વયસ્ક છો અને પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગો છો તો તમને હોટલનો રૂમ બુક કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. જેના માટે તમારી પાસે આઈડી પ્રુફ હોવું જરૂરી છે.

ઓનલાઈન પોર્ટલ્સ આપે છે સુવિધા

દેશભરમાં અનેક હોટલ્સ અને ઓનલાઈન પોર્ટલ્સ છે જે અપરણિત કપલ્સને રૂમ બુક કરવાની સુવિધા આપે છે. સૌથી સરળ અને સુરક્ષિત રસ્તો આ પણ છે કે સીધા હોટલ પહોંચવાને બદલે તમે રૂમનું ઓનલાઈન બુકિંગ કરો. ઘણી બધી યૂઝર ફ્રેન્ડલી હોટલ્સ અને અને વેબસાઈટ્સ છે જેઓ અલગ અલગ પ્રશ્નો પુછ્યા વગર જ હોટલનો રૂમ બુક કરવાની સુવિધા આપે છે.

હોટલની પૉલિસી વાંચો

સૌથી પહેલા હોટલની પૉલિસી ધ્યાનથી વાંચો. દેશભરમાં આજે પણ અનેક હોટલ્સ છે જે કોઈ કારણોને લઈને અપરણિત લોકોને હોટલમાં રૂમ આપતા નથી. એવામાં જ્યારે પણ હોટલ બુક કરો ત્યારે તેની પોલિસી અંગે જાણી લેવું જેના કારણે પાછળથી કોઈ મુશ્કેલી ન આવે.

આઈડી પ્રુફ સાથે રાખવું

એડલ્ટ યુવક-યુવતી કોઈ પણ હોટલમાં રૂમ બુક કરાવી શકે છે. તેમણે પોતાનું આઈડી પ્રુફ જમા કરાવું પડશે. આઈડી પ્રુફ આપ્યા બાદ કોઈ હોટલ સંચાલક રૂમ બુક કરવાથી ના પાડી શકતો નથી. હોટલ બુક કરતી વખથે તમારે કોન્ફિડેન્ટ રહેવું જરૂરી છે કે જેનાથી તમને કોઈ ડરાવી કે ધમકાવી ન શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here