દરેક લોકોને પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી હોય છે. આપણે ઘણી વખત જોયું હોય છે કે ઘણા લોકોને તો બેઠા બેઠા પણ ઊંઘ આવી જતી હોય છે. ઘણી વખત તો જીણી વસ્તુ નું કામ કરવામાં આવે તો તે માણસને તરત જ નીંદર આવી જાય છે. આપણે જોયુ હોય છે કે બાળકો ને જો વાંચવા બેસાડીએ તો તરત જ ઊંઘ આવી જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવાના છીએ કે, તમે ક્યારેય વિચારી પણ ન શકો.
આવું જ એક ગામ છે જ્યાં લોકો હાલતા ચાલતા અથવા ઓફિસમાં ગમે ત્યાં સૂઈ જાય છે. તો ચાલો જાણીએ તે ગામ ની રસપ્રદ કહાની વિશે. કઝાકિસ્તાનમાં કાલાચી નામનું એક નાનકડું ગામ આવ્યું છે. જ્યાં ઘણા વર્ષોથી લોકો ને એક અજીબ બીમારીનો સામનો કરવો પડે છે. આ સમસ્યામાં લોકોને જો ચાલતા ફરતા હોય અથવા તો કોઈ કામ કરતા હોય તો અચાનક જ તે ત્યારે ત્યાં સૂઈ જાય છે. અને પછી એ માણસ ઊંઘમાંથી ક્યારે જાગશે તે કાંઈ નક્કી નથી હોતું. ઘણી વખત તો માણસો અઠવાડિયા સુધી સુતા રહી છે. અને ઘણી વખત તો એક દિવસમાં ઉઠી જાય છે.
આ ગામના લોકોની સમસ્યા ને જોઈને વૈજ્ઞાનિકો પણ હેરાન થઈ જાય છે કે, આવી રીતે ઊંઘવા પાછળનું કારણ શું હોઈ શકે. આ ગામમાં ૮૦૦ જેટલા લોકો રહે છે. તેમાં ૨૦૦ થી વધારે લોકોને આ પ્રકારની સમસ્યા છે. અને ઘણી વખત તો ઊંઘમાં ને ઊંઘમાં ઘણા લોકોનું મોત પણ થઈ જાય છે. થોડા સંશોધનો પછી એક એવું કારણ બહાર આવ્યું છે કે આ વિસ્તારમાં કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોકાર્બન નું સ્તર વધારે જોવા મળે છે. એટલે આ લોકોને પૂરતો ઓક્સિજન મળી રહેતું નથી. અને ઓક્સિજન પૂરું ન મળવાને કારણે ઊંઘનો શિકાર બની જાય છે.
ઘણી વખત એમ થાય કે ગામના દરેક લોકોએ આવું કેમ નથી થતું. અડધા લોકોને જ કેમ થાય છે? એવું પણ એક કારણ છે ત્યારબાદ વૈજ્ઞાનિકો ફરી તપાસ કરી અને શોધ કરી કે આ ક્ષેત્રમાં યુરેનિયમની ખાણોમાંથી કાર્બન મોનોક્સાઈડ નીકળી રહ્યો છે. અને આ સમસ્યા ઉત્પન્ન થાય છે. જોકે આ સમસ્યા પાછલા આઠ થી દસ વર્ષ શરૂ થઈ છે. પહેલાં ક્યારેય થતું ન હતું.
સૌપ્રથમ સૂવાનો કિસ્સો ૨૦૧૦ માં જોવા મળ્યો હતો. ત્યારથી જ લોકો એક અદ્ભુત પ્રકારના રોગોનો શિકાર બને છે. અને આ કામ કરતા કરતા કે ચાલતા ચાલતા સુઈ જાય છે. અને પછી ક્યારે જાગશે તે પણ કોઈ અંદાજ લગાવી શકાતું નથી. હાલમાં સરકારે તે ગામને ખાલી કરીને બીજા ગામ માં ટ્રાન્સફર કરવા પણ વિચાર્યું છે. જો આ ગામને ખાલી ન કરાવ્યું હોય તો ન હોત તો આખા ગામને આ બીમારીનો ભોગ બનવું પડે છે. અને દરેક લોકો હાલતા ચાલતા સુઈ જાય એટલે જ સરકારે એ ખૂબ જ મોટો નિર્ણય લઈને આ ગામને ખાલી કરાવ્યું છે.