સદીના સૌથી મોટા પૂરનો સામનો કરી રહેલા કેરળ રાજ્યને યુનાઇટેડ આરબ એમિરાત (UAE) સરકાર દ્વારા રૂ 700 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
સદીના સૌથી મોટા પૂરનો સામનો કરી રહેલા કેરળ રાજ્યને યુનાઇટેડ આરબ એમિરાત (UAE) સરકાર દ્વારા રૂ 700 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે, યુ.એ.ઇ દ્વારા રૂ 700 કરોડની કેરળને સહાય કરવાની જાહેરાત કરી છે. કેરળમાં ભંયકર પૂરને કારણે 223 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે ધ્વસ્ત થયેલા મકાનો અને રસ્તાઓને ફરી બેઠા કરવાની સૌથી મોટી ચેલેન્જ સામે આવીને ઉભી છે.
કેન્દ્ર સરકારે કેરળમાં આવેલા પૂરને ગંભીર પ્રકારની કુદરતી આપત્તિ તરીકે જાહેર કરી છે.
કેરળના મહેસુલ મંત્રી ઇ ચન્દ્રશેખરને જણાવ્યુ કે, અમે ધીરે ધીરે બચાવ કામગિરીને સંકેલી રહ્યા છીએ અને હવે રાહત અને પુન:,સ્થાપન તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. 95 ટકા અસગ્રસ્ત લોકોને બચાવીને તેમને સલામત સ્થળે રાહત કેમ્પોમાં રાખવામાં આવ્યા છે. અમને આશા છે કે અમે દરેક અસરગ્રસ્ત લોકો સુંધી આજે પંહોચી શકીશું”।
કેરળ સરકાર દ્વારા આ ભંયકર પૂરમાંથી રાજ્યને બેઠુ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કેરળ રાજ્યએ સદીમાં આનાથી વધારે ખતરનાક પૂર જોયુ નથી.
યુ.એ.ઇ સરકારના વાઇસ પ્રસિડેન્ટ શેખ મહોમંદ બિન રશિદ અલ મક્તોમે ટ્વીટ કરીને કહ્યુ કે, કેરળના લોકોને તેમની આ મુશ્કેલીના સમયમાં યુ.એ.ઇ. સરકાર સાથે છે. કેરળના લોકો અમારા દેશની પ્રગતિ અને વિકાસનો મહત્વનો હિસ્સો છે.”
હજ્જારો કેરળના લોકો યુ.એ.ઇમાં વસવાટ કરે છે. કેરળમાંથી વર્ષો પહેલા સ્થળાતંર કરી યુ.એ.ઇમાં હજ્જારો લોકો સ્થાયી થયા છે.
કેરળમાં આવેલા ભયાનક પૂરને કારણે સ્થાનિક નદીઓ, ચેકડેમો અને ડેમો છલકાયા હતા અને પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂંસી ગયા હતા.