3 સંતરાં જેટલો ફાયદો આપે છે માત્ર 1 આંબળું, શરબત બનાવીને સ્ટોર કરી લો આખા વર્ષ માટે

શિયાળામાં માર્કેટમાં આંબળાં ભરપૂર મળે છે. આંબળાં હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક હોય છે. આંબળાંમાં વિટામિન એની માત્રા ભરપૂર હોય છે. ઉપરાંત ત્રણ સંતરાં જેટલું વિટામિન સી માત્ર એકજ આંબળામાંથી મળી રહે છે, પરંતુ તેના તૂરા ટેસ્ટના કારણે તેને કાચું નથી ખાઇ શકાતું. હા જોકે આંબળામાંથી વિવિધ વાનગીઓ બનાવીને હેલ્થના ફાયદા ચોક્કસથી લઈ શકાય છે. આંબળામાંથી જામ, શરબત, અથાણું વગેરે બનાવી શકાય છે. આજે અમે લાવ્યા છીએ આબળાનો શરબત બનાવવાની રેસિપિ.

કોઇપણ બોટલમાં ભરીને ફ્રિજમાં મૂકી દો, નહીં બગડે એક વર્ષ સુધી

સામગ્રી

  • 250 ગ્રામ આંબળાં
  • દોઢ કપ ખાંડ
  • એક ચમચી મીઠું
  • એક ચમચી સંચળ
  • એક ચમચી કાળામરી પાવડર
  • બે મિડિયમ સાઇઝનાં લીંબુ

રીત

સૌપ્રથમ આંબળાંને કાપી લો અને વચ્ચેથી બી કાડઃઈ અલગ કરી દો. ત્યારબાદ આંબળાંને મિક્સર જારમાં લો અને પેસ્ટ બનાવી લો. ચાલુ-બંધ કરતા રહેવું અને પીસવું. વચ્ચે એક-બે વાર ખોલીને હલાવી પણ લેવું. ત્યારબાદ ગરણી કે કોટનના પાતળા કપડાથી ગાળીને નીચોવી લો અને રસ કાઢી લો. કપડાથી રસ વધારે સારો નીકળશે.

ત્યારબાદ આંબળાના રસને કઢાઇમાં લો અને રસથી ડબલ ખંડ એડ કરો અને ગેસની આંચ ચાલુ કરો. ધીમા ગેસ પર હલાવી-હલાવીને ખાંડ ઓગાળો. ખાંડ બધી જ ઓગળી જાય ત્યાં સુધી ચઢવવું, ચાસણી બનાવવાની જરૂર નથી.

ઉભરો આવવા લાગે એટલે અંદર એક ચમચી મીઠું, એક ચમચી સંચળ અને એક ચમચી કાળામરી પાવડર એડ કરો અને મિક્સ કરી ગેસ બંધ કરો. શરબદ ઠંડો પડે ત્યાં સુધીમાં લીંબુનો રસ કાઢીને તૈયાર કરો. શરબત ઠંડો પડી જાય એટલે તેને ગાળી લો. ત્યારબાદ અંદર લીંબુનો રસ એડ કરવો.

તૈયાર છે અંબળાનો રસ. જ્યારે પણ સર્વ કરવો હોય ત્યારે એક ગ્લાસમાં બે-ત્રણ ચમચી શરબત લો અને ઠંડુ પાણી એડ કરો. હલાવીને સર્વ કરો.

લીંબુના રસથી આંબળાનો શરબત ખૂબજ ટેસ્ટી બનશે. લીંબુનો રસ શરબત એકદમ ઠંડો પડે પછી જ નાખવો.

કોઇપણ બોટલમાં ભરીને ફ્રિજમાં મૂકી દો, નહીં બગડે એક વર્ષ સુધી.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here