જાણો, શા માટે એકસાથે ત્રણ રોટલી થાળીમાં પીરસવામાં આવતી નથી. ક્યારેય ના સાંભળી હોય તેવી વાત હજાર કામ મુકીને પહેલા આ વાચી લો.

અત્યારની જિંદગીમાં દરેક લોકોને બજારનું ખાવાનું ખુબ જ પસંદ હોય છે. પરંતુ જો બે ટાઇમ બજારનું ખાવામાં આવે તો ત્રીજા ટાઈમ તો ઘરનું ખાવાનું જ દરેક લોકોને પસંદ આવે છે. ખોરાક અને પાણી એ જીવન જીવવા માટેની પાયાની જરૂરિયાત છે. માણસ બીજી બધી વસ્તુ વગર રહી શકે છે. પરંતુ ખોરાક અને પાણી વગર રહી શકતો નથી. બહાર જમવા જઈએ તો પેટ ભરાતું જ નથી. જ્યારે મમ્મી તેના હાથે બનાવેલી રોટલી પ્રેમથી પીરસે છે. ત્યારે તે રોટલી ખૂબ જ મીઠી લાગે છે. ઘણી વખત આપણે જોયું હશે કે ત્રણ રોટલી એકસાથે થાળીમાં ક્યારેય મમ્મી મુકતા નથી. પરંતુ શું તમે જાણો છો આનું કારણ? શા માટે એક સાથે ત્રણ રોટી પીરસવામાં નથી આવતી. તો ચાલો આજે આપણે જાણીએ તેના વિશે.

ઘણા લોકોને આના વિષે ખબર જ નથી હોતી કે ખાવાની થાળી માં બે કે ચાર રોટલી પીરસવામાં આવે છે પરંતુ ત્રણ રોટલી આપવામાં આવતી નથી. ઘણા લોકો એવું માને છે કે ત્રણ રોટલી અશુભ ગણાય છે. એટલે તે ત્રણ રોટલી ક્યારેય  પણ થાળીમાં મુકતા નથી. ઘણી વખત મમ્મી જો આપણે માંગે તો એક રોટલી નું બટકું તોડીને આપને આપે છે. ઘણી વખત આપણે જોયું છે કે કોઈ પ્રસંગ હોય તો બે જણા ને કહે છે અથવા તો બધાને કહે છે. પણ ક્યારેય ત્રણ વ્યક્તિને કહેતા નથી. પરંતુ જો ક્યારેક બે રોટલી ખાવાથી પણ પેટ ના ભરાય રહે તો બે રોટલી ખૂટી જાય પછી ત્રીજી રોટલી લેવી જોઈએ પણ એક સાથે ત્રણ રોટલી અને થાળીમાં ન રાખવી જોઈએ.

ધાર્મિક કાર્યોમાં પણ ક્યારેય ત્રણ વસ્તુ ભેગી કરવામાં આવતી નથી. એટલે ખાવામાં ખાવાનું પીરસતી વખતે પણ આ નિયમનું પાલન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ત્રણ નંબર ને અશુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરવા માટે ત્રણ ની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એવું કહેવામાં આવે છે કે 3 રોટલી કોઈપણ વ્યક્તિના મૃત્યુ થયું હોય અને તેનું શ્રાદ્ધ કાઢવામાં આવે ત્યારે ત્રણ રોટલી ભોજનમાં આપવામાં આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ ની ડીશ માં ત્રણ રોટલી મુકવી એ મૃત્યુ પામેલા વ્યક્તિને ભોજન સમાન માનવામાં આવે છે.

આ સાથે સાથે ત્રણ રોટલી મૂકવાથી વ્યક્તિના મનમાં શત્રુભાવ પણ ઉત્પન્ન થાય છે. એવી માન્યતા વર્ષોથી ચાલી આવે છે. વૈજ્ઞાનિક કારણ અનુસાર એવું કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ બે રોટલી, એક વાટકી દાળ, 50 ગ્રામ જેટલાં ભાત અને એક વાટકી શાક ખાવામાં આવે છે તેને સંતુલિત આહાર કરે છે. અને તેનું સ્વાસ્થ્ય સારું રહે છે. જો બે થી વધારે રોટલી ખાવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. એવું કહેવામાં આવે છે કે ભૂખ લાગવા પર ઓછું ખાવું જોઈએ. અને એક વારમાં બધું ખાઈ ન લેવું જોઈએ. એટલે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ જોવા જોઈએ તો પણ બે રોટલી ખાવી જોઈએ અથવા 3 રોટલી ક્યારેય ન ખાવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here