આ કારણથી ભાંગને માનવામાં આવે છે શિવજીનો પ્રસાદ!

ભાંગ વિશે માનવામાં આવે છે કે, આને માત્ર સપનામાં જોવા માત્રથી કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે.

જાન્યુઆરી 2019માં પ્રયાગરાજમાં કુંભ મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. તમામ ખાસિયતો સિવાય એક અન્ય વસ્તુ પણ મેળામાં જોવા મળે છે તે છે સાધુ-સંતોનો ભાંગ-ગાંજાના નશામાં ધુત રહેવાનો. ભારતીય કાયદા અનુસાર, બંને વસ્તુના સેવન પર પ્રતિબંધ છે, પરંતુ કુંભ દરમ્યાન સાધુ-સંતો માટે આ દિવસનું અભિન્ન ભાગ હોય છે, આની પાછળનું કારણ છે ભગવાન શિવનો ભાંગ સાથેનો સંબંધ. માનવામાં આવે છે કે, ભાંગ શિવજીનો પ્રિય પ્રસાદ હતો અને ભાંગનો નશો શિવભક્તિનો જ એક હિસ્સો છે. ધર્મની સાથે ભાંગનો સંબંધ પુરાતન કાળથી ચાલ્યો આવે છે.

ભાંગને શિવજીનું પ્રિય ભોજન માનવામાં આવવાના કારણે શિવરાત્રી પર ભાંગ ભેળવેલી ચીજ વસ્તુનો મહાપ્રસાદ તરીકે આપવામાં આવે છે. ભગવાન શિવને ભાંગ સાથે સંબંધ હોવાની કેટલીક કહાનીઓ પણ ખુબ પ્રચલિત છે. એક કહાની અનુસાર, એક વખત પરિવારમાં તણાવના કારણે શિવજી ઘર છોડીને નીકળી ગયા હતા. ઘણા દૂર જવા પર તેમને તરસ લાગી, પાસે એક લીલો છોડ જોઈ તેના પત્તા તોડીને તેમણે ખાધા, જેથી તુરંત તેમની તરત છીપાઈ ગઈ. આ ભાંગનો છોડ હતો. ત્યારથી ભાંગ શિવજીનો પ્રસાદ બની ગયો. એક અન્ય પ્રચલિત કહાની અનુસાર, અમૃત મંથન સમયે નીકલેલા ઝહેરને કંઠમાં ધારણ કર્યા બાદ તેમને ગળામાં તકલીફ થઈ, આ જોઈ અન્ય દેવતાઓએ તેમને ગળામાં ઠંડક થાય તે માટે ભાંગ ખવડાવી જેથી ઠંડક મળે. ત્યારથી ભાંગનો સંબંધ શિવજી સાથે જોડાઈ ગયો.

હિન્દુઓના ચાર પ્રમુખ વેદમાંથી એક અથર્વવેદમાં ભાંગને ધરતી પરનો પવિત્ર છોડમાંથી એક માનવામાં આવે છે. આ સિવાય વડ, પીપળો, નારિયેલ, અશોક, બેલ, કેળા અને તુલસી તથા કમળના છોડને પવિત્ર માનવામાં આવે છે. ભાંગ વિશે માનવામાં આવે છે કે, આને માત્ર સપનામાં જોવા માત્રથી કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. આને ખુશી તથા આધ્યાત્મિક આઝાદીનો સ્ત્રોત માનવામાં આવે છે.

ભાંગને અંગ્રેજીમાં cannabis કહે છે, જેના ગુણ પશ્ચિમના marijuanaથી ઘણા મળતા આવે છે, જોકે, ભાંગમાં ટીએચસી એટલે કે, સાઈકો-એક્ટિવ તત્વની માત્રા ઓછી હોય છે, જેનાથી નશો થઈ જાય. ભારતમાં બ્રિટીશ રાજ પહેલા ભાંગ ખુલ્લેઆમ બજારમાં વેચાતી હતી અને શિવજીના પ્રસાદના નામ પર લોકો તેનું સેવન કરતા હતા. કોલોનિયલ ભારતમાં અંગ્રેજોએ એક કમિશન બનાવ્યું જેને લઈ ભાંગના ઉત્પાદન અને વેચાણ પર રોક લગાવી શકાય. ભાંગનું સેવન સિમીત કરવા માટે બ્રિટીશ પ્રયાસો પર લોકો ભડકી ન ઉઠે, તેના માટે 1000 બ્રિટીશ અને ભારતીય મેડિકલ પ્રેક્ટિશનરો સાથે ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યું અને આનાથી થતા નુકશાન વિશે વાત કરવામાં આવી. ઘણા પ્રયાસ બાદ પણ આ આધ્યાત્મિક બૂટીના ચલણને કેવી રીતે સંપૂર્ણ રોકવું તે વિચારતી રહી.

આઝાદ ભારતમાં નારકોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક સબ્સટેન્સેઝ એક્ટ ઓફ 1985 હેઠળ ભાંગના કેટલાએ ભાગમાં ઉત્પાદન, વેચામ અને ખરીદી પર રોક લગાવી દેવામાં આવી. સરકારી માન્યતા પ્રાપ્ત ભાંગની દુકાનોમાં જ ભાંગની ગેરકાયદેસર વેચાણ થાય છે.

જોકે, કેટલાક ધાર્મિક સ્થળો જેમ કે વારાણસી, પ્રયાગરાજ અને પુષ્કરમાં ભાંગ ખુલ્લેઆમ અને ચોરીછૂપે વર્ષભર મળે છે. શિવરાત્રી સિવાય કેટલાએ એવા ધાર્મિક અવસર પણ છે, જ્યારે ભક્તો ભાંગનું સેવન કરે છે. હોલી પણ આવો જ એક તહેવાર છે, જ્યારે ઠંડાઈમાં ભાંગ ભેળવી ખાવામાં આવે છે. આ સિવાય લસ્સી અને પકોડામાં પણ ભાંગ ભેળવી શિવજીના પ્રસાદ તરીકે ભક્તો ખાતા હોય છે.

ભાંગની ખેતી અને સેવન કાયદા અનુસાર પ્રતિબંધ હોવા છતા પણ મેળામાં આ ખુલ્લેઆમ મળે છે, તો તેનું કારણ છે ધાર્મિક છૂટ. ભારત જ નહી, ચીન, તિબ્બત અને જમૈકામાં પણ ભાંગને ધર્મ સાથે જોડવામાં આવી છે. ચીનની તાઓઈઝ્મ માન્યતામાં આને સુપ્રિમ સિક્રેટ એસેન્શિયલ કહેવામાં આવ્યું છે, જે આધ્યાત્મિક આઝાદી આપે છે. સ્કિ્ચ્થંસ એટલે કે યુરોપ, મધ્ય એશિયા અને રશિયા વચ્ચે ભટકનારા વણજારા સમુદાય પણ આને શુદ્ધિનું સાધન માને છે. ગ્રીક દસ્તાવેજોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે.

કેટલાક શોધકર્તાઓનું કહેવું છે કે, બાઈબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પણ આનો ઉલ્લેખ છે. વર્ષ 1936માં પોલેન્ડની શોધકર્તા સૂલા બેનેટે આની શરૂઆત કરી હતી, તેનું કહેવું હતું કે, હુબ્રુ શબ્દ “kaneh bosm”નો અર્થ ભાંગ છે. જોકે, પર કેટલાક હજુ વિવાદ છે.

જમૈકામાં ચાલેલી સામાજિક ફેરફારની મુહિમ જેને રૈસ્તાફેરિયનિઝ્મ નામથી ઓળખવામાં આવે છે, તેમાં પણ ભાંગને માન્યતા મળી હતી. ભાંગને “wisdom weed”ના નામથી સંબોધવામાં આવી અને રૈસ્તાફેરિયનિઝ્મ પમ વિશ્વાસ કરવા લાગ્યા કે, બાઈબલમાં જીસ ટ્રી ઓફ લાઈફનો ઉલ્લેખ છે, તે અસલમાં ભાંગ જ છે. કેનેડા અને યૂએસના કેટલાક રાજ્યોમાં ભાંગને કાદાકીય રીતે માન્યતા મળેલી છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here