આ છે 20 વર્ષથી ટીવી પર છવાયેલા ‘C.I.D.’ નાં સિતારાઓનો પરિવાર, લાઈમલાઈટથી રહે છે દુર

એવો ટીવી શો છે જે આગળના 20 વર્ષથી ટીવી પર છવાયેલો છે. ગયા 27 જાન્યુઆરીએ આ શો નાં 20 વર્ષ પુરા થઇ ચુક્યા છે. જેને લીધે તેનો લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનીજ બુક વર્લ્ડ રેકોર્ડ્સ બંનેમાં શામિલ થઇ ચુક્યું છે. ‘C.I.D.’ બાળકોથી લઈને વૃદ્ધો હર કોઈને પસંદ છે. પછી ACP પ્રદ્યુમનનો તે ડાઈલોગ “कुछ तो गड़बड़ है दया!” હોય કે પછી દયાનું દરવાજો તોડવું. આજે શો સાથે જોડાયેલી ઘણી એવી બાબતો લોકો વચ્ચે ફેમસ બની ચુકી છે. આ સીરીયલ આટલી ફેમસ હોવા છતાં પણ તેમના સ્ટારકાસ્ટની પર્સનલ લાઈફ વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે.

1. આદિત્ય શ્રીવાસ્તવ:

શો માં રફ એન્ડ ટફ સીનીયર ઇન્સ્પેકટર અભિજિતનો રોલ પ્લે કરનારા આદિત્ય શ્રીવાસ્તવ ‘સત્યા’, ‘પાંચ’ અને ‘ગુલાં’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. આદિત્યની પત્નીનું નામ માનસી શ્રીવાસ્તવ છે.

આ છે આદિત્યનાં માતા-પિતા:

ઇલાહાબાદનાં રહેવાસી આદિત્ય પોતાના માતા-પિતા સાથે મુંબઈ માં રહે છે. તેની બે દીકરીઓ આરુષી અને આદ્વિકા તથા એક દીકરો પણ છે.

2. દયાનંદ શેટ્ટી:

‘C.I.D.’ નાં સીનીયર ઇન્સ્પેક્ટર દયા નો ધક્કો આપવાથી જ દરવાજો તોડવાની આવડત થી તમે લોકો સારી રીતે પરિચિત છો જ. તે અજય દેવગન ની ફિલ્મ સિંઘમ-2 માં પણ પોતાની આવડત દેખાડતા નજરમાં આવ્યા હતા.

આ છે દયાનંદનો પરિવાર:

મૈસુરનાં રહેવાસી દયાનંદ મુંબઈમાં પોતાની પત્ની અને દીકરી સાથે રહે છે. તેની પત્નીનું નામ સ્મિતા અને દીકરીનું નામ વિવા છે. દયા ‘જલક દીખલા જા’ શો માં ઠુમકા લગાવતા પણ નજરમાં આવ્યા હતા.

3. શીવાજી સાટમ:

‘C.I.D.’ નાં મુખ્ય કિરદાર ACP પ્રદ્યુમન લોકોમાં ખુબ જ ફેમસ છે. તેના પર તો મોટાભાગે મીડિયા પર મીમ્સ પણ બનાવામાં આવતી રહે છે. ‘C.I.D.’ નાં સિવાય તેમણે ‘વાસ્તવ’, ‘નાયક’, અને ‘સુર્યવંશમ’ જેવી ફિલ્મોમાં પણ કામ કરેલું છે.

શિવાજીનાં બાળકો:

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં બતૌર કૈશિયર જોબ કરી ચુકેલા શિવાજીની પત્નીનું નામ અરુણા છે. તેમનો એક દીકરો અને એક દીકરી છે.

4. શ્રદ્ધા મુસલે:

વર્ષ 2007 થી ‘C.I.D.’ માં ડોકટર નો રોલ પ્લે કરી રહેલા શ્રદ્ધા મુસલે સોની ટીવી પર પ્રસારિત થનારા ‘પોરસ’ માં પણ મહાનન્દીનીનાં કિરદારમાં નજરમાં આવી રહી છે.

આ છે શ્રદ્ધાનો પતિ:

મોડેલ રહી ચુકેલી શ્રદ્ધા અમદાવાદની રહેવાસી છે. તેણે વર્ષ 2012 માં લખનૌના વ્યાપારી દીપક તોમર સાથે લગ્ન કર્યા હતા.

5. દિનેશ ફડનીસ:

‘C.I.D.’ માં અસીસ્ટેન્ટ ઇન્સ્પેકટર ફ્રેડરિક્સનો કીરદાર નિભાવી રહેલા દિનેશ ફડનીસ એક બેહતરીન કોમેડિયન અને રાઈટર છે. તેમણે ‘સરફરોશ’, ‘મેલા’ જેવી ફિલ્મોમાં પણ કામ કરેલું છે.

6. અંશા સૈયદ:

‘C.I.D.’ માં સબ-ઇન્સ્પેકટર પૂર્વીનો કીરદાર નીભાવી રહેલી અંશા સૈયદની આ તસ્વીર નનિહાલ ની છે જ્યાં તે પોતાના પુરા પરિવાર સાથે રક્ષાબંધન મનાવા માટે ગઈ હતી. ‘C.I.D.’ સિવાય તેણે ‘આહટ-2’, ‘લાગી તુજસે લગન’ જેવી સીરીયલોમાં પણ કામ કરેલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here