ગુજરાતના આ ખેડૂતે માત્ર 7 ચોપડી ભણેલા છે, જાણો યૂ ટ્યૂબ પર વિડિઓ જોઈને શુ બનાવ્યું – જાણો વિગતે

બનાસકાંઠા ના થરાદ તાલુકાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેણે વાંચી ને તમે પણ વિશ્વાસ નહીં કરો, બનાસકાંઠા નો એક ખેડૂત માત્ર 7 ચોપડી જ ભણેલો છે પરંતુ તેને જે મીની ટ્રેક્ટર બનાવ્યું છે તને જોઈ તમે પણ વિશ્વાસ નહીં કરો.

બનાસકાંઠાના થરાદ તાલુકાના દાંતીયા ગામના ખેડૂત નાગજીભાઈ એ એવુ એક મીની ટ્રેક્ટર બનાવ્યું છે જેને જોઈ ને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. કહેવાય છે ને જરૂરિયાત એ સંશોધનની જનની છે. આ વાતને ફરી એક વાર બનાસકાંઠાના થરાદ તાલુકાના એક ખેડૂતે સાચી ઠેરવી છે.

માત્ર સાતમાં ધોરણ સુધી ભણેલા એક ખેડૂતે, સોશિયલ મીડિયામાંથી પ્રેરણા લઈને, મીની ટ્રેક્ટર બનાવ્યું છે. તો કેવું છે આ ટ્રેક્ટર અને ખેડૂતને મીની ટ્રેક્ટર બનાવવાનો કઈ રીતે આવ્યો વિચાર જોઈએ આ અહેવાલ જાણો વિગતે.

ગુજરાતના બનાસકાંઠા ના એક ખેડૂતની અનોખી સિદ્ધિ જેણે વાંચીને તમે પણ ચકિત થઈ જશો.

બનાસકાંઠાના થરાદ તાલુકાના દાંતીયા ગામના ખેડૂત નાગજીભાઈ એ એવુ એક મીની ટ્રેક્ટર બનાવ્યું છે જે તમે પણ વિશ્વાસ નહીં કરો, નાગજીભાઈ માત્ર 7 ચોપડી જ ભણેલા છે. ટ્રેક્ટરના મિકેનિઝમ સાથે કામ પાર પાડી રહેલા આ વ્યક્તિને જોઈને પ્રથમ નજરે તમને એવું લાગશે કે આ વ્યક્તિ કોઈ મિકેનિક હશે.

હાથમાં પાનાં પક્કડ સાથે ટ્રેક્ટરની ઝીણાંમાં ઝીણી વિગત ચકાસી રહેલા આ વ્યક્તિને જોઈને તમને કદાચ એવું લાગશે કે, આ વ્યક્તિ કોઈ ગેરેજ ચલાવતો હશે પરંતુ હકીકત જાણશો તો તમને આશ્ચર્ય થશે. નાગજીભાઈ માત્ર એક સામાન્ય ખેડૂત છે, જેમણે માત્ર 7 ચોપડી જ અભ્યાસ કર્યો છે.

નાગજીભાઈ દાડમની ખેતી કરે છે, અને દાડમની ખેતી માટે બનાવ્યું મીની ટ્રેક્ટર જાણી ને ચોકી જશો.

બનાસકાંઠા ના થરાદ જીલ્લા ના નાગજીભાઈ એક ખેડૂત છે. અને તે દાડમની ખેતી કરે છે. પરંતુ તેમની એક એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેમણે એક ટ્રેક્ટર બનાવ્યું છે. ટ્રેક્ટર સાથે એક ચિત્ત થઈને કામ કરી રહેલા આ વ્યક્તિનું નામ છે નાગજીભાઈ પટેલ. વ્યવસાયે નાગજીભાઈ એક ખેડૂત છે.

પરંતુ કહેવાય છે ને કે જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના દાંતીયા ગામના ખેડૂત નાગજીભાઈએ હાલ દાડમની ખેતી કરી છે. પરંતુ તેમાં નીંદણ કામ અને ખેડકામ માટે મોટું ટ્રેક્ટર કામ આવતું નથી.

આથી ખેડૂત નાગજીભાઈએ આ મુંઝવણનો ઉકેલ શોધવા પોતાને અનુકૂળ એવું ટ્રેક્ટર બનાવવાનો વિચાર સ્ફૂર્યો અને બનાવી નાંખ્યું ટ્રેક્ટર.નાગજીભાઈ માત્ર 7 ચોપડી જ ભણેલા છે.પરંતુ તેમની આ સિદ્ધિ ના કારણે તે ખૂબ જ ચર્ચા માં આવ્યા છે.

બનાસકાંઠાના ખેડૂતનાગજીભાઈ પટેલ બાળપણથી નવું શીખવાનો ધરાવે છે શોખ.

નાગજીભાઈ એક સામાન્ય ખેડૂત હતા. અને તેમણે માત્ર 7 ચોપડી જ અભ્યાસ કર્યો હતો. પરંતુ તે કંઈક નવું શીખવામાં ખુબજ રસ ધરાવતા હતા. આમ પણ ખેડૂત નાગજીભાઈને બાળપણથી જ નવુ નવું શીખવામા રસ ધરાવે છે. આથી

નાગજીભાઈએ ખેતીકામમાંથી રોજ બબ્બે કલાક સમય કાઢીને મીની ટ્રેક્ટર બનાવવા અભિયાન આદરી દીધું. આખરે છ મહિનાના કઠિન પ્રયાસ બાદ માત્ર રૂપિયા 1 લાખ ચાલીસ હજારના ખર્ચે ટ્રેક્ટર તૈયાર કરી દીધું છે.

આ ટ્રેક્ટર નાગજીભાઈ એ પોતાની મહેનત દ્વારા બનાવ્યું હતું. નાગજીભાઈ 7 ચોપડી અભ્યાસ કર્યો હોવા છતાં પણ તેમને પોતાની ખેતી માટે આ ટ્રેક્ટર બનાવ્યું હતું.

જો,કે મીની ટ્રેક્ટર બજારમાં પણ માળતાજ હોય છે તેમ છતાં નાગજીભાઈ એ પોતાની મહેનત દ્વારા આ ટ્રેક્ટર બનાવ્યું હતું.સામાન્ય રીતે બજારમાં પણ આવા મીની ટ્રેક્ટર મળે છે પરંતુ તેની કિંમત હોર્સ પ્રમાણે અઢીલાખથી પાંચ લાખ સુધીની હોય છે.

જો કે નાના ખેડૂતોને આટલા મોંઘા ટ્રેક્ટર પોષાતા નથી. નાગજીભાઇને પણ તે જ સમસ્યા હતી. તેમણે બજારમાં મળતા ટ્રેક્ટર જેવું જ ટ્રેક્ટર માત્ર એક લાખ ચાલીસ હજાર રૂપિયાની પડતર કિંમતમાં તૈયાર કરી દીધું છે. અને હવે તે પોતાની ખેતી કામ માં પણ આ ટ્રેક્ટર નો ઉપયોગ કરે છે. નાગજીભાઈ ની આ સિદ્ધિ જોઈ દરેક વિચારમાં પડી ગયા હતા.

નાગજીભાઈ હવે આ જ ટ્રેક્ટર વડે પોતાના દાડમન ખેતરમાં ખેતી કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે નાગજી ભાઈ માત્ર સાત ધોરણ સુધી ભણ્યા છે પરંતુ યુ ટયૂબ પર વીડિયો જોઈને અને કેટલાક મિકેનિક મિત્રોની સલાહ લઈને તેમણે પોતાની જરૂરિયાત મુજબનું 10 હોર્સ પાવરનું ટ્રેક્ટર બનાવી લીધું છે.

તેમની આ શોધને જોવા માટે આજુબાજુના ગામના ખેડૂતો નાગજી ભાઈને મળવા આવી રહ્યા છે અને તેમની સિદ્ધિને નાના ખેડૂતો માટે લાભદાયી ગણાવી રહ્યા છે. અને આજુબાજુના ખેડૂતો તેમની આ સિદ્ધિ ની ખુબજ પ્રસંશા કરી રહ્યા છે. અને આ સિદ્ધિ મેળવ્યા ના કારણે તેમણી સોસિયલ મીડિયામાં પણ ખુબજ પ્રસંશા થઈ રહી છે.

નાગજીભાઈ આસપાસના ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ.

બજારમાં મળતાં અન્ય કંપનીઓના ટ્રેકટર સમકક્ષ આ ટ્રેક્ટર પણ ઘણી એવરેજ પણ આપે છે અને તાકાતમાં પણ ખૂબ જ સારું સાબિત થયું છે. આસપાસના ખેડૂતો પણ નાગજીભાઈ પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે. નાગજીભાઈનું કહેવું છે કે,

આ સફળતા બાદ હવે આવા બીજા ટ્રેક્ટરો બનાવશે તે અને પોતના જેવા નાના ખેડૂતો વેચીને તેમની મદદ કરશે. આમ નાગજીભાઈ દરેક ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ રહ્યા છે. અને તેમની આ સિદ્ધિ ની ખુબજ પ્રસંશા થઈ રહી છે. અને નાગજીભાઈ નું કહેવું છે કે નાના ખેડૂતો માટે હું બીજા પણ આવા મીની ટ્રેક્ટર બનાવીશ અને તેમને મદદરૂપ સાબિત થઇશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here