સોસાયટી કરતાં નાનો છે આ દેશ, લોકો રિક્ષા-ટેક્સી નહિ, પણ હેલિકોપ્ટરમાં ફરે છે

શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ દેશ કોલોની કરતા પણ નાનો હોય, જ્યા કલાક સુધી ચાલતા જ તમે આખો દેશ ફરી શકો. તમને આ વાત પર વિશ્વાસ નહીં થાય, પરંતુ ફ્રાન્સ અને ઈટલી વચ્ચે સ્થિત મોનાકો દુનિયાનો બીજો સૌથી નાનો દેશ છે, જે કુલ 2 સ્કેયર કિમીમાં ફેલાયેલો છે. કોઈ મોહલ્લા જેટલો મોટો દેશ ઘણા મામલાઓમાં તમને હૈરાન કરી દેશે. અહીંયાંના લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે કાર કે ટેક્સીના બદલે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. ખાસ વાત તો એ છે કે અહીં કોઈપણ વ્યક્તિની આવક પર ટેક્સ લેવામાં આવતો નથ. આ દેશ ફ્રાંસના ભૂમધ્ય સાગર કિનારે વસેલો છે.

મોનાકોની કુલ વસ્તી લગભગ 38,000 છે. ખાસ વાત એ છે કે મોનાકોને દુનિયાના અમીરોની રાજધાની કહેવાય છે. વસ્તીની દ્રષ્ટિએ અહીંયાં સૌથી વધારે અમીરો વસે છે, આથી તેમની આવક પણ કરોડો રૂપિયામાં છે. અબજોપતિના મામલામાં સ્વિત્ઝરલેન્ડના જેનેવા અને જ્યૂરિચ શહેરનો નંબર પણ તેના બાદ આવે છે.

દુનિયાના સૌથી લોકપ્રિય કસીનો અહીંયાં જ છે. મોનાકો મોંટે કાર્લોમાં પોતાના કસીનો માટે જાણીતું છે, જોકે મોનાકોવાસીઓ માટે જુગાર અથવા કેસીનોમાં પ્રવેશવાની પરવાનગી નથી. અમીરોના આ દેશમાં ગગનચૂંબી ઈમારતો છે. આ સુંદર દેશમાં ઘણા અમીર લોકો વસવા માગે છે કારણ કે અહીંની સરકાર આવક પર કોઈ ટેક્સ લેતી નથી. પરંતુ નાના દેશમાં જગ્યાના અભાવે રહેવું સંભવ નથી. જગ્યાના અભાવના કારણે અહીંના પ્રિન્સ સમુદ્રમાં મોટો આઈલેન્ડ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. અહીંયાં જમીનની કિંમત 67 હજાર યુરો પ્રતિ સ્કવેર મીટરથી 1.2 લાખ યુરો પ્રતિ સ્કવેર મીટર વચ્ચે છે.

મોનાકોમાં દરેક 60 નાગરિકો માટે એક પોલીસ કર્મચારી છે. આટલું જ નહીં તેમની સાથે મોનાકો વિસ્તારમાં 560થી વધારે સીસીટીવી કેમેરા છે, જેના દ્વારા તેઓ દેશના ખૂણે-ખૂણામાં નજર રાખી શકે છે.

મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ દેશના મુખ્ય આયોજનોમાંથી એક છે, જેની દરવર્ષે મેજબાની કરાય છે. દર સપ્ટેમ્બર મહિનામાં શહેર મોનાકો યોચ શોની મેજબાની કરે છે, જ્યાં 500થી વધારે કંપનીઓ માર્કેટમાં નવી બોટ પ્રદર્શિત કરે છે.

દુનિયાના કેટલાક દેશો ક્ષેત્રફળની રીતે ખૂબ જ નાના છે. સૌથી નાનો દેશ છે વેટિકન સીટી અને આ બાદ બીજા નંબર પર મોનાકો સીટી આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here