ભારતીય ટીમ વર્લ્ડ કપ હાર્યા પછી ભારત ના લોકો માં ખૂબ રોષ ભરાયો હતો. આ ભારતીય ટીમ શરૂઆત ના સમય માં ફૂલ ફોર્મ માં હતી પરંતુ પાછળ આ ટીમે ખૂબ નબળું પદર્શન કર્યું હતું અને વર્લ્ડ કપ માં આ ટીમ હારી ગઈ હતી.પણ આ ટીમ અત્યારે ખૂબ ફોર્મ માં છે અને એમને હાલ માં જ ચાલુ થયેલ વનડે સિરીઝ માં વેસ્ટઈન્ડિઝ ને હરાવ્યું છે.
ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝમાં શાનદાર પ્રદર્શન કરી ત્રણે ફોર્મેટ ટી-20, વન ડે અને ટેસ્ટ સિરીઝને પોતાના નામે કરી છે. પરંતુ તેમ છતાં એક સમસ્યા ટીમ ઇન્ડિયા સામે હાલ પણ યથાવત છે. જેના કારણે સાઉથ આફ્રિકા સામે થનારી સિરીઝમાં ભારે મુશ્કેલી થઈ શકે છે. અને થોડા ખિલાડીઓ ના નબળા પદર્શન થી આ ટીમ ની હાર ની શક્યતા પણ વધી રહી છે.
ટીમ ઇન્ડિયા ને શરૂઆત ના સમય માં ખૂબ મુશ્કેલી પડી હતી અને વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ મેચ માં ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહોતી. જેનું મોટું કારણ કે.એલ.રાહુલનું ખરાબ ફોર્મ છે કે એલ રાહુલ એક અનુભવી ક્રિકેટર હોવા છતા એ ખૂબ ખરાબ ફોર્મ માં ચાલતો હતો જેથી ટિમ ઇન્ડિયા ને ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ સારા વિકલ્પ હોવા છતા KL રાહુલને ટેસ્ટ ટીમમાં સતત તક આપી. જે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો.
K L રાહુલ
KL રાહુલ અત્યાર સુધી ઘણી મેચ રમી ચુક્યો છે અને એ સમય દરમિયાન આ ક્રિકેટર ફૂલ ફોર્મ માં પણ હતો.પણ આ સિરીઝ માં KL રાહુલના પ્રદર્શનની વાત કરીએ તો વેસ્ટઈન્ડીઝ સામેની ટેસ્ટ મેચોમાં 4 ઇનિંગમાં તેને માત્ર 101 રન બનાવ્યા હતા. સદીની વાત કરીએ તો ટેસ્ટ મેચમાં તેને છેલ્લા સપ્ટેમ્બર 2018માં ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. આ સાથે છેલ્લી 11 ઇનિંગમાં રાહુલ અડધી સદી પણ ફટકારી શક્યો નથી.અને આવા ખરાબ ફોર્મ ના કારણે જ ટિમ ઇન્ડિયા ખૂબ મુશ્કેલી માં મુકાઈ હતી.
પહેલા ની મેચો વિસે વાત કરીએ તો કે એલ રાહુલ નું પફોમન્સ ખૂબ આકર્ષણ હતું.અને એક મીડિયા રિપોર્ટ મુજબ જાન્યુઆરી 2018 થી અત્યાર સુધી રાહુલે 26 ઇનિંગ્સમાં 22.88 ની સરેરાશથી 572 રન બનાવ્યા છે.
જોકે હવે ટીમ ઇન્ડિયાએ મજબૂત ટીમોમાંથી એક સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. તેથી હવે મેનેજમેન્ટ અને કેપ્ટન કોહલી અન્ય વિકલ્પો પર વિચાર કરવાની જરૂર છે. આ વિકલ્પોમાં રોહિત શર્મા, શુભમન ગિલ, મુરલી વિજય, અભિમન્યુ ઇશ્વરન અને પ્રિયાંક પાંચાલ જેવા ખેલાડી છે.
રોહિત શર્મા
રોહિત શર્માની વાત કરીએ તો તે હાલ શાનદાર ફોર્મમાં છે.તાજેતરમાં વર્લ્ડ કપ 2019 માં તેને 5 સદી સાથે 648 રન બનાવ્યા હતા. ટેસ્ટ ફોર્મેટની વાત કરીએ તો રોહિતે મિડીલ ઓર્ડરમાં બેટિંગ કરી 47 ઇનિંગમાં 39.62ની એવરેજથી 1585 રન બનાવ્યા છે. જેમાં 10 અડધી સદી અને 3 સદી સામેલ છે.અને એના પછી નો નંબર આવે છે ધવન નો અને એનું પણ વલ્ડકપ માં પફોર્મન્સ સારું હતું.
વર્લ્ડકપમાં રોહિત શર્મા ખૂબ સારું પફોર્મન્સ હતું તેથી કોહલી પાસે રોહિત એક શાનદાર વિકલ્પ છે.જોકે વેસ્ટઇન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝમાં રોહિતને તક ન મળતા એક્સપર્ટ્સ અને ફેન્સ પણ હેરાન થયા હતા અને કોહલીના નિર્ણય સામે કેટલાક સવાલ પણ ઉભા થયા હતા.
સુભમન ગિલ
શુભમન ગિલની વાત કરીએ તો તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 13 મેચોમાં 21 ઇનિંગ રમી જેમાં 74.88 ની શાનદાર એવરેઝથી 1348 રન બનાવ્યા. જેમાં 7 અડધી સધી અને 4 સદી સામેલ છે. જ્યારે તાજેતરમાં વેસ્ટઇન્ડીઝ એ સામે શુભમન ગિલે 204 રનની ઇનિંગ રમી હતી અને ખૂબ શાનદાર પદર્શન કર્યું હતું અને લોકો ના દિલ જીતી લીધા હતા.
મુરલી
આ સિવાય મુરલી વિજયની વાત કરીએ તો તેને અત્યાર સુધી 61 ટેસ્ટ મેચોમાં 105 ઇનિંગ રમી છે જેમાં 38.28ની એવરેજથી 3982 રન બનાવ્યા છે. જેમાં 15 અડધી સદી અને 12 સદી સામેલ છે. તેથી મુરલી તરીકે કોહલી પાસે એક સારો વિકલ્પ છે.
અભિમન્યુ ઈશ્વર
ઉપરાંત અભિમન્યુ ઈશ્વરન જેને ફર્સ્ટ ક્લાસ મેચોમાં 88 ઇનિંગ રમી જેમાં 48.65 ની એવરેજથી 3892 રન બનાવ્યા છે. જમાં 17 અડધી સદી અને 12 સદી સામેલ છે.
આ સિવાય પ્રિયાંક પાંચાલની વાત કરીએ તો ગુજરાતના આ યુવા બેટ્સમેને અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 85 મેચની 137 ઇનિંગમાં 47.45 ની સરેરાશથી 6122 રન બનાવ્યા છે.
જેમાં 23 અડધી સદી અને 21 સદી સામેલ છે. આપને જણાવી દઈએ કે આ ગુજરાતી ખેલાડીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 314 રનોનો છે. તેથી કોહલી પાસે પ્રિયાંક પાંચાલ તરીકે પણ એક સારો વિકલ્પ છે.