કાળા પડી ગયેલા હોઠને ગુલાબી બનાવશે આ ત્રણ વસ્તુ

ગુલાબી હોઠ મહિલાઓની સુંદરતા વધારવામાંથી એક છે. દરેક મહિલાઓ ગુલાબી અને લાલ હોઠની ઇચ્છા રાખે છે. પરંતુ કેટલીક વખત ઘણી ખોટી આદતોના કારણે હોઠની સુંદરતા ગાયબ થઇ જાય છે અને હોઠ શ્યામ થઇ જાય છે. જો કે તમે ઇચ્છો તો હોઠને ગુલાબી અને સુંદર બનાવી શકો છો. પરંતુ તે પહેલા આ વાત પણ જાણવી જરૂરી છે કે ગુલાબી હોઠ કેમ શ્યામ અને ખરાબ થઇ જાય છે. કેટલીક વખત સિગારેટ પીવી કે કોસ્મેટિકના ઉપયોગ કે દવાઓના કારણે પણ હોઠ કાળા પડી શકે છે જો તમે હોઠનો રંગ ગુલાબી જોઇએ છે તો તમે આ ત્રણ ઉપાય અજમાવી શકો છો.

બીટ

હોઠની કાળાશ દૂર કરવા માટે બીટ રામબાણ ઇલાજ છે. બીટનો રસ લગાવવાથી હોઠનો રંગ ગુલાબી થઇ જાય છે. આ રસ હોઠની કાળાશને દૂર કરી શકે છે. બીટ આયરન અને ફોલેટનો એક બેસ્ટ સ્ત્રોત છે. તે સિવાય બીટના લાભમાં નાઇટ્રેટ્સ, મેગ્નેશ્યિમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ સામેલ છે. બીટ બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.

લીંબુ

લીંબુ હોઠની કાળાશ દૂર કરવા માટે એક ઘરેલું નુસખો છે. લીંબુના રસનું નિયમિત રીતે રાતે સૂતા પહેલા હોઠ પર લગાવી લો. આ ઉપાય કરવાથી ઓછામાં ઓછા બે મહિનામાં કરવાથી તમને ફાયદો થઇ શકે છે. તેમજ શ્યામ હોઠ ગુલાબી થાય છે.

હળદર

હળદરના પાઉડરને મલાઇની સાથે મિક્સ કરીને હોઠ પર લગાવી લો. તેનાથી હોઠ પરની કાળાશ દૂર થઇ શકે છે. તેમા એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી-ફંગલ ગુણ ન માત્ર પ્રતિરક્ષા પ્રણાલી કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. તે સિવાય તે ચમકતી ત્વચા માટે પણ ખૂબ ઉપયોગી હોય છે.

જો તમે આ વખતે શિયાળામાં તમારા કોમળ હોંઠને કાટવા ફાટવાથી બચાવા ઈચ્છો છો તો આ ઘરેલૂ ઉપચારને અત્યારેથી જ નિયમિત હોંઠ પર અજમાવા શરૂ કરી દો.

1. સવારે નહાવ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નાભિને સાફ કરીને તેમાં હૂંફાણા સરસવનો તેલ નાખો. આવું નિયમિત કરવાથી હોંઠ પર પણ અસર હોય છે. અને તે નરમ થવા લાગે છે સાથે જ ફાટવા પણ બંદ થઈ જાય છે.

2. શિયાળાના મૌસમમાં દૂધની મલાઈમાં હળદર પાઉડર મિક્સ કરી સવારે સાંજે હળવા હાથથી હોંઠની માલિશ કરવી. તેનાથી પણ તેનો ફાટવું બંદ થઈ જાય છે.

3. બદામંપ તેલ દરરોજ સવારે હોંઠ પર લગાવવાથી ફાટેલા હોંઠ ઠીક હોય છે.

4. ઘીમાં થોડું મીઠું મિક્સ કરી સવારે સાંજે હોંઠ અને નાભિમાં લગાવવાથી હોંઠ ફાટવું બંદ હોય છે.

5. સરસવના તેલમાં હળદર પાઉડર મિક્સ કરી સવારે સાંજે હોંઠ અને નાભિમાં લગાવવાથી હોંઠ ફાટવા બંદ હોય છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here