ફિલ્મ ઉદ્યોગના આ સ્ટાર્સ એકબીજાને કરે છે નાપસંદ, અમુક તો એકબીજાને જોઈને રસ્તો પણ બદલી નાખે છે

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ એકબીજાને નાપસંદ કરે છે. તેમનું નાપસંદ કરવા પાછળનું કારણ કોઈક એક અથવા બીજુ હોઈ શકે છે.

તમે હિન્દી સિનેમા જગતના ઘણા સ્ટાર્સ વચ્ચે નાનકડી લડાઈ થયાના સમાચાર તો સાંભળ્યા જ હશે. પરંતુ તેમની વચ્ચે ઘણા સિતારાઓ એવા પણ છે, જે ફક્ત સાધારણ જ નહીં પરંતુ તે નાની લડાઈને પણ મોટી બનાવી છે.

સલમાન ખાન અને અરિજિત સિંઘ-


જો આપણે બોલીવુડ દબંગ એટલે કે સલમાન ખાન અને સિંગર અરિજિત સિંહની વાત કરીએ તો બંને વચ્ચેનો વિવાદ કોઈથી છુપાયેલો નથી. બંને એકબીજાને જરા પણ ગમતાં નથી. આશ્ચર્યની વાત એ છે કે સલમાને જાહેરમાં પણ અરિજિત સિંહ માટે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

એશ્વર્યા રાયય અને સલમાન ખાન-

આ સિવાય અભિનેત્રી એશ્વર્યા રોય અને સલમાન ખાન વચ્ચેના અફેરના સમાચાર કોઈથી છુપાયેલા નથી. ઘણાં વર્ષો સુધી ડેટ પછી બંને કાયમ માટે અલગ થઈ ગયા. હવે બંને વચ્ચે ન તો પ્રેમ છે અને ન દોસ્તી. બંને એકબીજાની સામે આવીને અસ્વસ્થ થઈ જાય છે.

કરીના કપૂર ખાન અને બોબી દેઓલ-

અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા બોબી દેઓલ વચ્ચે પણ આવી જ અણબનાવ છે. ખરેખર, જ્યારે પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી જ્યારે જબ વી મેટ ફિલ્મમાં બોબી દેઓલને કાસ્ટ કરી રહ્યા હતા. તે સમયે કરીના કપૂરને બોબીની જગ્યાએ શાહિદ કપૂરનું પાત્ર મળ્યું હતું, ત્યારબાદ બોબી દેઓલ અને કરીના કપૂર વચ્ચેના સંબંધો બગડ્યા હતા.

સલમાન ખાન અને વિવેક ઓબેરોય-

બોલીવુડના ભાઈજાન કહેવાતા સલમાન ખાન અને વિવેક ઓબેરોયને તમે કેવી રીતે ભૂલી શકો. આ બંને વચ્ચેનો વિવાદ ખૂબ જ લાંબો સમય ચાલ્યો હતો. જેનો ખુલાસો વિવેક ઓબેરોયે પોતે કર્યો હતો. વિવેક ઓબેરોય સાથેનો સલમાન એશ્વર્યા રોયને સ્વીકાર્ય નહોતો. આ કારણે વિવેક અને સલમાન પણ દુશ્મન બન્યા હતા. વિવેક ઓબેરોય સાથે એશ્વર્યાની નિકટતા ત્યારે વધવા માંડી જ્યારે એશ્વર્યાએ સલમાન સાથે સંબંધ તોડી નાખ્યો. સલમાન ખાન તે સમયે એટલો ગુસ્સે થયો હતો કે તેણે વિવેકને ફોન કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલમાન ખાનને કારણે વિવેક ઓબેરોયની ફિલ્મ કારકીર્દિને પણ ક્યાંક અસર થઈ હતી.

જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ-


જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ પણ એક બીજાનો સામનો કરવાનું ટાળે છે. એક દિવસ, તે બંને ખૂબ સારા મિત્રો હતા. બંનેએ લગભગ 10 વર્ષ એકબીજાને ડેટ કરી હતી. પરંતુ તે પછી તે બંને તૂટી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here