આ ચિન્હોએ શ્રીકૃષ્ણને બનાવ્યા સોનાની દ્વારકાના ઘણી, તમારા પગ માં હશે કોઈ આવું નિશાન ? જોઈ લો એકવાર

કૃષ્ણનું જીવન અનોખું હતું, કૃષ્ણની માયાઓ અમર છે,કૃષ્ણ આ યુગમાં પણ કૃષ્ણની લીલાઓ વંચાય છે,તો કૃષ્ણની માયાઓ સંભળાય છે, ત્યારે આજે કૃષ્ણ જીવનની અમુક વાતો કરીશું, જેઓ વૃંદાવન, મથુરા છોડીને દ્વારકા આવ્યા, અને દ્વારકા આવો જાણીએ કેમ થયું તેમના જીવનમાં આટલું પરિવર્તન..

આપણા શરીર ઉપર અમુક ચિહ્નો તમારું જીવન નક્કી કરે છે, ત્યારે આજે એના ઉપર પણ વાત કરીયે.

સામુદ્રીક શાસ્ત્રો મુજબ આ ચિન્હ બનાવે છે તમને ધનવાન

આપણા શાસ્ત્રોમાં જ્યોતિષની જેમ સામુદ્રીક શાસ્ત્રનું પણ ઘણું મહત્વ છે. તેમાં દર્શાવવામાં આવેલ ચિન્હો અને તેને લઈને વ્યક્તિના જીવનમાં તેની અસર ઘણા અંશે જોવા મળે છે. કેટલાક ચિન્હો શુભ હોય છે. જ્યારે કેટલાક અશુભ. આવા જ 10 શુભ ચિન્હો ભગવાન શ્રીકૃષ્ણના પગમાં જોઈ અનેક લોકોએ નંદ અને યશોદાને કહ્યુ હતું કે તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ બાળક મહામાનવ છે. શ્રી કૃષ્ણનું જીવન તેમના આ વાક્યને યથાર્થ ઠેરવે છે.

આવા વ્યક્તિઓ જીવે છે એકછત્રી મહારાજા જેવું જીવન

ત્યારે એવું કહેવાય છે કે 10 ચિન્હમાંથી એક પણ નિશાન વ્યક્તિના પગમાં હોય તો તે વ્યક્તિ ઉત્તમ ભાગ્યનો ધની બને છે. આવી વ્યક્તિ ધનવાન હોવાની સાથે જ સમાજમાં સન્માનિત અને પ્રતિષ્ઠિત પણ હોય છે. તો ચાલો આજે ચેક કરી લોકે આમાંથી કોઈ ચિન્હ તમારા પગમાં છે કે નહીં.

આ નિશાનને માનવામાં આવે છે ખૂબ જ પ્રભાવશાળી

ભગવાન શ્રીકૃષ્ણના તળિયામાં અર્ધચંદ્રનું ચિન્હ હતું. સામુદ્રીક શાસ્ત્રમાં આ અર્ધચંદ્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ચંદ્ર ભગવાન શિવના માથા પર શોભા મેળવે છે. અર્ધચંદ્ર પગમાં હોવું જણાવે છે કે વ્યક્તિ ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે.

માછલીને મનાય છે સમૃદ્ધીની નિશાની

તે જ રીતે પગના તળિયા અને હાથમાં હથેળીમાં માછલીનું ચિન્હ બનતુ હોય તો તેને ખૂબ જ શુભ મનાય છે. માછલી ભગવાન વિષ્ણુનો જ એક અવતાર મત્સ્યાવતાર છે. તેને ધન સમૃદ્ધીનું પ્રતીક માનવામાં આવે છે. આ માટે જ કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે માછલી જોવું શુભ માનવામાં આવે છે.

ધનુષ અને ત્રિભુજ આપ છે યશ અને કીર્તિ

શ્રીકૃષ્ણના તળીયામાં ત્રીજુ નિશાન શંખનું હતું. જે સફળતા અને સંપન્નતાનું પ્રતીક છે. જો આ નિશાન તમારા તળીયા અથવા હાથમં હોય તો તમે મોટા અધિકારી બની શકો છો. તે જ રીતે પગમાં ધનુષનો અને ત્રિભુજનું નિશાન હોવો શુભ હોય છે. આવી વ્યક્તિની યશ અને કીર્તિ ખૂબ ફેલાય છે.

આવા વ્યક્તિનું મેનેજમેન્ટ હોય છે પરફેક્ટ

અંકુશનું ચિન્હ ધરાવતો વ્યક્તિ ગજબની મેનેજમેન્ટની ક્ષમતા ધરાવે છે અને તે જ્યાં પણ જાય છે લોકો પર પોતાનો પ્રભાવ પાડે છે. આ જ રીતે પગમાં કળશનું નિશાન પણ સમૃદ્ધિનું પ્રતીક હોય છે. આવી વ્યક્તિ ધાર્મિક વિચારો ધરાવતી હોય છે અને સન્માન પ્રાપ્ત કરે છે. ત્યારે પગમાં ચક્રનું નિશાન દર્શાવે છે કે વ્યક્તિ લાંબા અંતરની યાત્રા કરશે. તે દેશ-વિદેશમાં જઈને નામ અને ધન કમાશે.

આ કારણે સુદામાને આપી દીધું હતું બધું દાનમાં

આ ઉપરાંત કમળનું ચિન્હ વ્યક્તિમાં કરુણાભાવને સૂચવે છે. આવી વ્યક્તિ ધનવાન હોવાની સાથે દયાળુ હોય છે. તે હંમેશા જરૂરિયાતમંદને મદદ કરે છે. આ જ ચિન્હના કારણે સુદામા રંકમાંથી અમીર બન્યા હતા. તે જ રીતે પગમાં સ્વસ્તિકનું નિશાન ધનવાન હોવાનો પ્રતીક માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here