આવી રીતે વધારો કામેચ્છા (libido)
સેક્શુઅલ ડિઝાયર એટલે કે કામેચ્છા એટલે કે Libidoમાં ઘટાડો. આ એક એવી સમસ્યા છે જે પુરૂષોમાં ઓછી પરંતુ મહિલાઓમાં વધારે જોવા મળે છે. જો મહિલાઓની કામેચ્છા ઓછી થઈ જાય તો તેની અસર સેક્સ લાઈપ પર જોવા મળે છે. તેમનો સેક્શુઅલ ઈન્ટરકોર્સ સેટિસ્ફાઈંગ નથી હોતું. હોર્મોન્સની ગડબડ, સ્ટ્રેસ, કામનો થાક અને સંબંધોમાં અંતર હોવાને કારણે મહિલાઓમાં લિબિડોની ઉપણ આવી જાય છે. વાયગ્રાનો ઉપયોગ કરવાને બદલે આ નેચરલ વસ્તુઓની મદદથી તમે કામેચ્છામાં વધારો કરી શકો છો.
શતાવરી
આ જડી-બૂટી હોર્મોન્સને બેલેન્સ કરવાની સાથે સાથે પ્રીમેન્સ્ટ્રુઅલ સિંડ્રોમને પણ વધારે છે. આ હર્બમાં એક એવું તત્વ મળે છે કે જે મેનોપોઝની નજીક પહોંચેલી મહિલાઓમાં જરૂરી હોર્મોન્સ બેલેન્સ કરી કામેચ્છાને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
અશ્વગંધા
અશ્વગંધામાં 2 પ્રકારના Acyl Steryl Glucosides હોય છે જે એન્ટ્રી-સ્ટ્રેસ એજેન્ટ એટલે કે તણાવને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સ્ટ્રેસ સેક્શુઅલ ફંક્શનને પ્રભાવિત કરે છે જેને દૂર કરે છે અશ્વગંધા અને લિબિડોને વધારે છે.
દમાનિયા
આ છોડના પાંદડાને વર્ષોથી પારંપરિક રૂપે કામોત્તેજક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જે મહિલા અને પુરૂષ બંનેને સેક્સ સાથે જોડાયેલી ઉત્તેજના વધારવામાં મદદરૂપ થાય છે. સાથે આ જડીબૂટી નપુંસકતાને દૂર કરવામાં, ડિપ્રેશન તેમજ પીરિયડ્સ સાથે જોડાયેલી સમસ્યા પણ દૂર કરે છે.
રેડ વાઈન
રેડ વાઈનને દુનિયાભરમાં કામોત્તેજક તરીકે જોવામાં આવે છે. અનેક સ્ટડીઝમાં આ વાત સામે આવી છે કે એવી મહિલાઓ કે જે વાઈન પીવે છે તેમની સેક્સ ડ્રાઈવ વધારે હોય છે. રેડ વાઈન પીવાથી બ્લડનો ફ્લો વધી જાય છે જેનાથી લિબિડો એટલે કે કામેચ્છા વધારવામાં મદદ મળે છે.