આ છે રામાયણના 5 શક્તિશાળી પાત્રો, જેમણે મહાભારતમાં પણ નિભાવી હતી ભૂમિકા…

રામાયણ અને મહાભારત એ સનાતન ધર્મના મુખ્ય ગ્રંથો છે, જેના વિના હિન્દુ ધર્મ અથવા સનાતન સંસ્કૃતિની ચર્ચા કરી શકાય નહીં. રામાયણમાં દરેક પાત્રની મહત્વની ભૂમિકા રહી છે, પરંતુ શું તમે આ મહાકાવ્યમાં ભૂમિકા ભજવેલ એ પાત્રોને જાણો છો જેમણે મહાભારતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પાત્રો વિના ન તો રામાયણની ચર્ચા પૂરી થઈ શકે અને ન મહાભારતનું જ્ઞાન. તમે પણ જાણો કે કયા છે એ પૌરાણિક પાત્રો…

1. જાંબવંત:

જાંબવંતને રામાયણમાં રામનો મુખ્ય સાથી ગણાવ્યો છે. રામ સેતુના નિર્માણમાં જાંબાવંતની મુખ્ય ભૂમિકા છે. મહાભારતમાં, જાંબવંત ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરે છે અને જ્યારે તેને ખબર પડે છે કે તેઓ વિષ્ણુના અવતાર છે, ત્યારે શ્રીકૃષ્ણ સાથે પોતાની પુત્રી જામવંતીના લગ્ન કરે છે.

2. હનુમાન:

રામાયણમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ભગવાન હનુમાન મહાભારતમાં પાંડવોના વનવાસ દરમિયાન મહાબલી ભીમને મળ્યા હતા. ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવ્યું છે કે ભીમ અને હનુમાન બંને ભાઈઓ છે, કારણ કે ભીમ અને હનુમાન બંને પવન દેવના પુત્ર હતા.

3. પરશુરામ:

રામના સમયના મહાન વિદ્વાન પરસુરામને કોણ નથી જાણતું. માનવામાં આવે છે કે પરશુરામે પૃથ્વી પરથી 21 વાર ક્ષત્રિયોનો નાશ કર્યો હતો. રામાયણમાં તેમનું વર્ણન ત્યારે આવે છે જ્યારે રામ સીતાના સ્વયંવરમાં શિવ ધનુષને તોડી નાખે છે, જ્યારે મહાભારતમાં તે ભીષ્મના ગુરુ બને છે અને એક સમયે ભીષ્મ સાથે ઉગ્ર લડત આપે છે. આ સિવાય તે મહાભારતમાં કર્ણને જ્ઞાન પણ આપે છે.

4. માયાસુર અથવા મયદાનવ:

બહુ ઓછા લોકો જાણતા હશે કે રાવણના સસરા મંદોદરીના પિતા માયાસુર જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્રી હતા. તેમણે જ મહાભારતમાં યુધિષ્ઠિર માટે સભા ભવન બનાવ્યો હતો જે મય સભા તરીકે પ્રખ્યાત થયો હતો. આ સભાના વૈભવને જોઈને દુર્યોધને પાંડવોની ઈર્ષ્યા કરવાનું શરૂ કર્યું અને ક્યાંક આ અદેખાઈ મહાભારતમાં યુદ્ધનું કારણ બની.

5. મહર્ષિ દુર્વાસા:

મહાન ઋષિ મહર્ષિ દુર્વાસા રામાયણમાં ખૂબ જ મહાન ભાવિષ્યવકતા હતા. તેમણે જ રાજા દશરથને રઘુવંશના ભવિષ્ય વિશે ઘણી વાતો જણાવી હતી. બીજી તરફ, મહાભારતમાં પણ, પાંડવોના વનવાસ દરમિયાન, મહર્ષિ દુર્વાસા દસ હજાર શિષ્યો સાથે દ્રૌપદીની કસોટી કરવા તેમની ઝૂંપડીમાં પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here