સતીએ જ્યારે કર્યું હતું દક્ષના યજ્ઞમાં અગ્નિ સ્નાન, બળતા શબને લઈને ભટક્યા હતા શિવ, વિષ્ણુએ ચક્રથી કર્યા હતા સતીના બળતા શરીરના ટુકડા, જ્યાં પડ્યાં હતાં અંગ ત્યાં બન્યાં 51 શક્તિપીઠ

4 એવા શક્તિપીઠ, જેનો ગ્રંથોમાં ઉલ્લેખ છે, પરંતુ નક્શામાં નથી મળતા.

માતાના શક્તિપીઠોમાં (51 શક્તિપીઠ, જ્યાં દેવી સતીના બળી ગયેલા શરીરના અંગ પડ્યા હતા) તંત્ર ક્રિયાઓ અને ગુપ્ત સાધાનાઓ થાય છે. 51 શક્તિપીઠોને આમ તો નક્શા પર રાખવામાં આવ્યા છે, પરંતુ 4 એવા પણ શક્તિપીઠ છે, જેના વિશે હજુ સુધી માત્ર કથાઓ જ છે, પુરાણોએ તેમના વિશે લખ્યું છે પરંતુ આ ધરતી પર કઈ જગ્યાએ છે હજુ સુધી તેના વિશે ખબર નથી પડી.

માતા દુર્ગા વિશે અનેક પૌરાણિક કહાણીઓ દેવી પુરાણ સહિત અનેક ધર્મ ગ્રંથોમાં મળે છે. શાસ્ત્રો મુજબ, માતા સતીના મૃત શરીરના 51 ટુકડા પડ્યા જે શક્તિપીઠ કહેવાયા, તેમાંથી 18ને મહાશક્તિપીઠ માનવામાં આવે છે. આ શક્તિપીઠો પર વર્ષ દરમિયાન ભીડ રહે છે. પરંતુ 4 શક્તિપીઠ એવા પણ છે જે આજે પણ અજ્ઞાત છે. તે આજે ક્યાં અને ક્યા રૂપમાં છે, તેના વિશે કોઈ નથી જાણતું.

જાણો ક્યા છે દેવીના 4 અજ્ઞાત શક્તિપીઠ

રત્નાવલી શક્તિપીઠ

માતા સતીના આ શક્તિપીઠ વિશે કહેવામાં આવે છે કે અહીં માતાનો ખભો પડ્યો હતો. માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ માતા સતીના મૃત શરીરને પોતાના સુદર્શન ચક્રથી કાપ્યો, ત્યારે શરીરનો આ ભાગ મદ્રાસની આજુબાજુ પડ્યો, પરંતુ સાચી સ્થિતિ હજુ સુધી ખબર નથી થઈ શકી.

કાલમાધવ શક્તિપીઠ

અહીં માતા સતીનો ડાબો કૂલો પડ્યો હતો. કહેવાય છે અહીં દેવી કાલમાધવ અને ભગવાન શિવ અસિતાનંદના નામથી બિરાજમાન છે. આ સ્થાન પણ આજ સુધી અજ્ઞાત છે.

લંકા શક્તિપીઠ

અહીં દેવી સતીના આભૂષણોમાંથી એક આભૂષણ પડ્યું હતું. અહીં સતીના રૂપને ઇંદ્રાક્ષી અને ભગવાન શિવને રક્ષેશ્વર કહેવામાં આવે છે. જોકે, ધાર્મિક શાસ્ત્રોમાં આ શક્તિપીઠ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તેની વાસ્તવિક સ્થિતિનો ઉલ્લેખ નથી.

પંચસાગર શક્તિપીઠ

કહેવાય છે અહીં માતા સતીનો નીચેનું જડબું પડ્યું હતું. શાસ્ત્રોમાં અહીં માતા સતીને વરહી કહેવામાં આવી છે. પરંતુ આ સ્થાન ક્યાં છે, તેના વિશે કોઈ ઉલ્લેખ નથી.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here