મુંબઈની લોકોલ ટ્રેનમાં સાપનો એક વીડિયો વાયરલ થયો છે. માહિતીના આધારે, ટિટાવાલાથી સીએસટીએમ તરફ જઇ રહેલી લોકલ ટ્રેનના એક ડબ્બામાં અચાનક સાપ જોવા મળ્યો હતો. ડબ્બામાં લાગેલા એક પંખા પર લટકેલો હતો.કોઇ મુસાફરની નજર તેના પર પડી અને બાદમાં ડબ્બામાં હડકંપ મચી ગયો.
હંગામાને લઇને લોકોલ ટ્રેનના આ ડબ્બાને થાણે સ્ટેશન પર ખાલી કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સાપને કાઢવામાં આવ્યો હતો. સાંપને ડબ્બામાંથી કાઢ્યા બાદ યાત્રિઓએ રાહતો શ્વાસ લીધો હતો.
આ મામલે રેલવેના સીપીઆરે કહ્યુ હતુ કે આજ સુધી આવો કોઇ રિપોર્ટ આવ્યો નથી અમે તેના વિશે તપાસ કરી રહ્યા છીએ.