માણસ એક પ્રતિબીબીત પ્રાણી છે. માણસે પત્થર ના હથિયાર બનાવથી કે આજે મંગળ ગ્રહ પર યાન પણ મોકલી દીધું છે. કહેવાનો મતલબ એ છે કે સમય ની સાથે માણસે તકનીકી રીતે ગણી પ્રગતી કરી છે, બહુ શોધો કરી છે.
આ શોધો નો અર્થ સીધો સમાન પોતાની જિંદગી પર સરળ બનાવાનો હતો તે દરમ્યાન કેટલીક શોધો થઈ, જેને ખૂબ જ ટૂંકાગાળામાં માનવીના જીવનમાં ક્રાંતિ લાવી. આ લેખમાં આપણે તેજ શોધો વિશે જાણવાનો પ્રયત્ન કરીશુ.
ઈન્ટરનેટ
જો આધુનિક આવિષ્કાર ની વાત કરીએ તો ઈન્ટરનેટ સૌથી પેહલા સ્થાને આવે છે. ઇન્ટરનેટ એ નેટવર્ક નું એક એવું નેટવર્ક છે, જે આખી દુનિયામાં ફેલાયેલું છે. જેનાથી આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે તમામ માહિતી વિશે જાણી શકે છે. આ વસ્તુ તેને મહત્વપૂર્ણ અને ક્રાંતિકરી બનાવે છે.
અમેરિકાની સંરક્ષણ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સીએ 1960 માં એપ્રિનેટ બનાવ્યું હતું તે કમ્પ્યુટર થી કમ્પ્યુટર નું નેટવર્ક હતું અને લશ્કરી અને શૈક્ષણિક સંશોધન માટે વપરાય છે. 1970 માં વૈયાનિકોએ ‘સિંગલ પ્રોટોકોલ’ નું નિર્માણ કર્યું હતું. હવે નેટવર્ક વાળા કમ્પ્યૂટર કોઈ બીજા નેટવર્ક વાળા કમ્પ્યુટર સાથે કનેક્ટ થઈ શકશે.
આગળ લગભગ 10 વર્ષમાં તમામ પ્રકારના નેટવર્કઓ એ આ પ્રોટોકોલ અપનાવ્યો હતો. આજે ઈન્ટરનેટ એ સામાજિક-આર્થિક-રાજકીય સાંસ્કૃતિક બાંધકામમાં સંપૂર્ણ બદલીને મૂકી દીધું છે. આપડે એક ક્ષણમાં અહીંથી અમર્યાદિત માહિતીને અહીંયાંથી ત્યાં મોકલી શકીએ છે.
કમ્પ્યુટર
કમ્પ્યુટર એક એવું મશિન છે, જેની અંદર માહિતી જાય છે.ત્યાં તેમની હેર ફેર કરવામાં આવે છે, આધુનિક કમ્પ્યુટર્સના સંશોધક કોઈ એકને ઘણી શકાય નહિ. આ ક્ષેત્રમાં, બ્રિટિશ ગણિતશાસ્ત્રી એલન ટ્યુરિંગના મંતવ્યો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. એમ તો કમ્પ્યુટર ની શરૂઆત ઓગણીસમી સદીના શરૂઆતમાં થઈ ગઈ હતી, પરંતુ આધુનિક કમ્પ્યુટર ની શોધ વીસમી શતાબ્દીમાં થઈ હતી.
કમ્પ્યુટર માં જટિલ ગણિતીય સમસ્યાઓ તાત્કાલિક હલ કરવાની ક્ષમતા હોઈ છે. જ્યારે કમ્પ્યુટર કોઈ નિષ્ણાત સંયોજકની સૂચનાઓ પર કાર્ય કરે છે.ત્યારે તેમાં બેમિસાલ પરિણામ શોધી શકાય છે. આજે વગર કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ના મિલીટ્રીના મોટા મોટા શક્તિશાળી વિમાનો ઉડી શકતા નથી. ભલે આપણે કૃત્રિમ ઉપગ્રહો સ્થાપિત કરવાં હોઈ કે કોઈ જટિલ રોગનું કારણ શોધી ને તેની સારવાર શોધવી હોઈ, આ કામો માટે આજે આપણે પૂરી રીતે કમ્પ્યુટર પર નિર્ભર છે.
સાચું કહું તો કમ્પ્યુટર આજે આપણા સામાન્ય જીવનનો ભાગ બની ગયો છે. આજે કમ્પ્યુટરે આપણને એ સુવિધા આપી છે કે આપડે ઘણી બધી માહિતી ભેગી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી મેળવી શકીએ છે. કારથી લઈ ને સ્માર્ટ ફોન બધુજ કમપ્યુટર પ્રોગ્રામિંગ પર ચાલી રહ્યું છે.
સ્ટીમ એન્જીન
સ્ટીમ એન્જીનના આવતા પેહલા બધી વસ્તુઓ હાથથી બનાવમાં આવતી હતી. સ્ટીમના એન્જીન એ મશીનોને ચાલવાનું શરૂ કર્યું અને ઔદ્યોગિક ક્રાંતિને જન્મ આપ્યો. ઇતિહાસમાં તેનું વિશેષ મહત્વ છે. સ્ટીમ એન્જીનોએ મશીનો શરૂ કર્યા અને મશીનોએ ઓછા સમયમાં વધુ ઉત્પાદન કર્યું. સૌથી પેહલા 1712 માં થોમસ ન્યુકમ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
ત્યાર પછી, 1769 માં જેમ્સ વૉટ એ એન્જીનમાં નવું કન્ડેન્સર ઉમેરીને સ્ટીમ એન્જીન બનાવ્યું. હકીકતમાં જેમ્સ વૉટ દ્વારા લગાવેલા કન્ડેન્સર એ જુના એન્જીનની શક્તિમાં વધારો કર્યો.અને તેને વ્યવહારિક રિતે કામ કરવા યોગ્ય બનાવ્યું.
આ નવા એન્જીન રેલ્વે ના ડબ્બાને ખેંચવામાં સક્ષમ બને છે. આગળ આ જ એન્જીનો નો પ્રયોગ ફેક્ટરીઓ માં કર્યો છે. તેઓએ ઝડપી વેગથી ઉત્પાદન ચલાવ્યું અને વધુ શોધો માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું.
ઓટોમોબાઇલ
સ્ટીમ એન્જીને જેવી રીતે ઉદ્યોગો ને આગળ વધાર્યું, તેવી જ રીતે ઔટોમોબાઇલ એ લોકોને આગળ વધાર્યું. ધ્યાનથી જોવા જઈએ તો ચક્ર નો આવિષ્કાર આ દિશા માં મહત્વપૂર્ણ હતો. પરંતુ તેને યાંત્રિક શક્તિ આપીને બધું અસરકારક બનાવવામાં આવ્યું હતું. અને તેને ઓટોમોબાઇલ નામ આપવામાં આવ્યુ. વ્યક્તિગત વાહનોનો વિચાર સદીઓથી લોકોની પાસે હતો, પરંતુ સૌથી પેહલા 1885 માં કાર્લ બેન્ઝે પ્રથમ બ્લુપ્રિન્ટ તૈયાર કર્યું.
તેઓએ એક નાના એન્જીનની મદદથી વાહન બનાવ્યું.આ વાહનનું નામ “મોટરવેગન” આપ્યું. આગળ હેનરી ફોર્ડ એ વધારે વિકસિત કર્યું. તેમના ઘ્વારા અપનાવવામાં આવેલી અદ્યતન ટેકનિકોથી વાહનોના ભાવમાં મોટો ઘટાડો થયો.
આગળ, સારી માર્કેટિંગ ઘ્વારા, આ વાહનો સામાન્ય લોકો સુધી પણ પોહચવા લાગ્યા. હિટલરે પણ આવી સસ્તી ગાડીઓ જર્મનીના સામન્ય લોકો માટે સરકારની મદદ થી બનાવી હતી. આ ગાડીઓને બોક્સ વેગન કહેવામાં આવ્યું મતલબ સામાન્ય લોકોની ગાડી.
આજે ઓટોમોબાઇલ ને મનુષ્યના જીવનનું સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બદલી નાખ્યું છે. ઓટોમોબાઇલ ની મદદ થી આજે મનુષ્ય દુનિયાનું એક ક્ષણમાં લાબું અંતર કાપી શકે છે. આજે આપણે દૂરના સ્થળે વધારે વિચારવાની જરૂર નથી આપણે ફક્ત તૈયારી કરવાની છે.
શહેરોમાં માટે તો ઓટોમોબાઇલ જીવન રેખા બની ગઈ છે. શહેરોમાં એક બાજુ ઉદ્યોગ ની સ્થાપના થાય છે. તો બીજી બાજુ રહેણાંક વસાહતો છે. એવામાં ઓટોમોબાઇલ ની મદદ થી, લોકોનું જીવન સરળ ચાલી શકે છે. અને સાંજે પરત આવે છે. જો કે, સરળતાથી વાહન ચલાવતાં મોબાઇલ્સએ પણ વિશાળ પ્રદુષણમાં વધારો કર્યો છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…