કાંવડ યાત્રા ની શરૂઆત કેવી રિતે થઇ,કોઈ લઈ ને આવ્યું હતું કાંવડ, જાણો તેનાથી સબંધિત નિયમ

એવામાં લોકો જગ્યા જગ્યા પર શિવ ભક્તિ ના રંગ માં ડૂબેલા જોવા મળે છે. કેટલાક લોકો સાવન ના મહિનામાં કાંવડ લઈ ને નીકળી જાય છે. તમે પણ કેટલીક વાર કાંવડ ઉઠાવી હશે અથવા કાંવડીઓને રસ્તામાં જોય હશે. આ લોકો જ્યાં થી પણ પસાર થાય છે

એ જગ્યા શિવજી ના જયકારો થી ગૂંજી ઉઠે છે. પરંતુ શું તમે આ કાવડ યાત્રા ની સાચું કારણ જાણો છો? આખરે આની શરૂઆત કેવી રીતે થઈ ? પહેલો કાંવડિયા કોણ હતો? કાંવડ લઈ ને જવાથી શુ ફાયદો થાય છે. અને આના શુ નિયમ છે ? આજે અમે તમને આનાથી સબંધિત આખી જાણકારી આપવા ના છે.

શુ હોય છે કાવડ યાત્રા?

કાંવડ યાત્રા દરમિયાન ભક્ત કોઈ પવિત્ર તીર્થ સ્થળ જેમ કે હરિદ્વાર થી માટલા માં ગંગાજળ ભરી ને લાવે છે અને પછી એને તેમના ઘર જઈ ને શિવલિંગ પર ચઢાવે છે. આ પ્રક્રિયા ને કાંડવ યાત્રા તરીકે ઓળખવામાં આવે છે. જે આ કામ કરે છે તેને કાવડીયા કહેવામાં આવે છે. આ સાવન મહિના માં એટલા માટે કરવાંમાં આવે છે કારણ કે આ મહિના માં ભગવાન શિવ ભક્તો ના નજીક હોય છે. શિવજીનું ધ્યાન આકર્ષિત કરવા માટે,તમારી મનોકામના જલદી પૂર્ણ કરવા માટે અને ભોલેનાથ ને પ્રસન્ન કરવા માટે કાંવડ યાત્રા સાવન મહિનામાં નીકળવામાં આવે છે.

કાંવડ યાત્રા ની શરૂઆત કેવીરીતે થઈ ?

એવું માનવામાં આવે છે કે સૌથી પહેલો કાવડિયો રાવણ હતો. આ સિવાય,ભગવાન રામ એ પણ શિવજી ને કાંવડ ચઢાવી હતી. આનો ઉલ્લેખ આનંદ રામાયણ માં પણ કરવામાં આવ્યો છે. આ મુજબ,શ્રીરામ એ સુલ્તાનગંજના પાણીથી પાણી લઈ ને દેવધર ના બૌદ્ધનાથ જ્યોતિલિંગ નો અભિષેક કર્યો હતો.

કાંવડથી સબંધિત નિયમ.

કાંવડ યાત્રા કરવા વાળા વ્યક્તિ ને ઘણા બધા નિયમ કાયદાઓનૂ પાલન કરવું પડે છે. જેમ કે આ આદરમીયાન વ્યસન,દારૂ,માંસ વગેરેનો ઉપયોગ કરી શકતો નથી. કાંવડ લઈ જતી વખતે શરીર પર ચામડાની કોઈ વસ્તુ ધારણ નથી કરી શકતા. તમને જિંદગી માં કોઈ દિવસ પૈસા અને અનાજની કમી નથી હોતી. આનાથી તમારી મનોકામના જલદી પુરી થાય છે. આટલું જ નહિ આ દુનિયા છોડી દીધા પછી તમને શિવ લોક મળે છે.

કાંવડ ના પ્રકાર.

સામાન્ય કાંવડ.

આમ કાંવડ ને સ્ટેન્ડ પર રાખી યાત્રા ની વચ્ચે આરામ કરવાની છૂટ હોય છે.

ડાક કાંવડ.

આમાં જ્યાં સુધી તમે ભોલેનાથ નો અભિષેક ન કરી દો ત્યાં સુધી લગાતાર ચાલતા રહેવું પડે છે.

ઉભી કાંવડ.

આમાં તમે તમારા સાથે કોઈ સાહિયોગી ને લઈ જઇ શકો છો. જ્યારે તમારે આરામ કરવાનું મન હોય છે તો આ કાવડ તમારો સહયોગ ચાલવાના અંદાજ માં હલતો,ડુલતો રહે છે.

દાંડી કાંવડ.

આ યાત્રા ને નદી ના કિનારેથી લઈને શિવજી ની પ્રતિમા સુધી દંડ આપતા કરવામાં આવે છે. આ સૌથી મુશ્કેલ હોય છે જેમાં એક મહિના સુધી નો સમય પણ લાગી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here