યુવાનોમાં કેમ સતત વધી રહ્યો છે હાઈ બ્લડ પ્રેશરનો ખતરો? જાણો

યુવાનોમાં કેમ સતત વધી રહ્યો છે હાઈ બ્લડ પ્રેશરનો ખતરો? જાણો.

આજકાલના તમામ લોકોને મોટાભાગે એક પ્રોબ્લેમ બ્લડપ્રેશર નો હોઈ છે.

ઘણાં ને તો બ્લડપ્રેશર વધ્યું ઘટ્યું એ પણ ખબર નથી પડતી, બસ કહીને ઉભા રહી કે ચક્કર આવે છે, માથું બોવ દુઃખે છે. પણ ખરેખર જોવા જઈએ તો એમને બ્લડપ્રેશર વિશે ઓછું નોલેજ હોઈ છે, ત્યારે આવો જાણીએ આ મહા-મુસીબત વિશે.

દર 5 માંથી 1 યુવાન હાઈ બ્લડ પ્રેશરનો શિકાર

આપણા દેશમાં દર 5 માંથી 1 યુવાન હાઈ બ્લડ પ્રેશરનો શિકાર છે અને આ રોગના શરૂઆતના લક્ષણ ખૂબ જ સામાન્ય હોય છે. હાઈ બ્લડ પ્રેશરનો રોગ ખતરનાક છે કારણકે જો શરીરમાં બ્લડ પ્રેશર વધી જાય તો શરીરના અંગ જેવા કે કિડની, લીવર, હાર્ટ અને માથું યોગ્યરીતે કાર્ય કરી શકતા નથી અને તેના પર દબાણ વધી જાય છે. જેના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે.

હાઈ બ્લડ પ્રેશરના કારણે આ રોગ થઈ શકે છે, જાણો

હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટ અટેક સિવાય વ્યક્તિની કિડની ખરાબ થઈ શકે છે, આંખોની રોશની ઓછી થઈ શકે છે અથવા તો વ્યક્તિ સંપૂર્ણરીતે અંધ થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે વ્યક્તિની યાદશક્તિ ઓછી થઈ જાય છે. તેમજ ડાયાબિટીસ અને લિવર સિવાયના અન્ય ગંભીર રોગ પણ થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશરના શરૂઆતના લક્ષણ

માથામાં દુ:ખાવો જોવા મળે છે, આંખોમાં ઘણીવખત અંધારા આવી જાય છે અને શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થાય છે. ઊંઘ ઓછી આવે છે અને સીડી ચઢતા તેમજ થોડું ચાલીને વ્યક્તિ હાંફવા લાગે છે. અચાનક નાકમાંથી લોહી નીકળવા લાગે છે અને ચક્કર પણ આવવા લાગે છે.

યુવાનોમાં કેમ વધી રહ્યો છે હાઈ બ્લડ પ્રેશરનો રોગ

યુવાનો આજકાલ બહારનું જંકફૂડ વધુ આરોગે છે, રાત્રે પાર્ટી કરવાથી મોડા ઊંઘવાના કારણે, મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વધુ વ્સસ્ત રહેવાના કારણે તેમજ રાત્રે મોડે સુધી જાગવાથી યુવાનોમાં હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. આ સિવાય વધુ ઉપવાસ કરવાથી, લાંબા સમયસુધી ભૂખ્યા રહેવાથી, દારૂ અને સિગારેટ પીવાથી પણ હાઈ બ્લડ પ્રેશરનો રોગ લાગુ પડે છે.

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here