પુણે: IPS ઓફિસરની અનોખી પહેલ, અભિનંદન આપવા આવેલા લોકો પાસે બૂકેની જગ્યાએ પુસ્તકો મંગાવ્યા

તાજેતરમાં જ મહારાષ્ટ્રના પુણે ગ્રામીણ ક્ષેત્રમાં સંદીપ પાટિલને નવા પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમયે કેટલાયે લોકો તેને ફૂલોના બૂકે સાથે અભિનંદન આપવા પહોંચ્યા. આ જોઈને પાટિલે તમામ લોકો પાસે એક અનોખી અને પ્રેમાળ માંગ કરી.

હકીકતમાં, તેમણે તમામ નાગરિકો અને અધિકારીઓ પાસે અપીલ કરી છે કે જે કોઈ પણ નિયુક્તિ માટે અભિનંદન આપવા આવે તે ફૂલોના બૂકેની જગ્યાએ કોઈપણ નોલેજથી ભરપૂર પુસ્તક ભેટ સ્વરૂપે લાવે. તે આ તમામ પુસ્તકોને એકઠા કરી નક્સલ પ્રભાવિત વિસ્તાર ગડચિરોલીના બાળકો અને યુવાનોને મોકલવા માંગે છે.

પાટિલે (39 વર્ષીય) ગડચિરોલીમાં માઓવાદીઓ વિરુદ્ધ કેટલાયે ઝુંબેશો માટે જાણીતા છે. આ સાથે જ તેમણે આ ક્ષેત્રોના બાળકો અને યુવાઓ માટે પણ કેટલીયે યોજનાઓ ચલાવી છે. જેમ કે, અગ્નિપંખ, જેના અંતર્ગત અહીંના અનાથ બાળકોને શિક્ષા આપવામાં આવે છે.

પાટિલે પોલીસ સ્ટેશનોમાં લાયબ્રેરી ખોલવા અંગે પણ જોર આપ્યું છે. પાછલા બે વર્ષોમાં પુસ્તકો દ્વારા તેમણે નક્સલ પ્રભાવિત વિસ્તારોના લોકો અને પોલીસ વચ્ચેના અંતરને ઓછા કરવાનો પ્રયત્ન કર્યો છે.

પાટિલે કહ્યું,’મેં મારા જીવનમાં બીજીવાર આવી કોઈ અપીલ કરી છે. વર્ષ 2016માં જયારે મને સતારાનો એસપી બનાવાયો હતો, ત્યારે પણ મેં લોકો પાસેથી ફૂલોના બદલે પુસ્તકોની માંગ કરી હતી. તે તમામ પુસ્તકોને અમે ગડચિરોલીના બાળકો અને યુવાઓ માટે મોકલ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here