ગુજરાતી ફિલ્મોના મહાનાયક નરેશ કનોડિયા ની વિદાય: જાણો તેમની ફિલ્મો વિશે…

નરેશ કનોડિયા એ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને સંગીતકાર છે. તેનો જન્મ 20 ઓગસ્ટ 1943 ના રોજ મહેસાણા નજીકના કાનોડા ગામે થયો હતો. તેમણે પોતાની ફિલ્મી કારકીર્દિની શરૂઆત 1970 માં રિલીઝ થયેલી ફિલ્મ વેલીને અવ્યા ફૂલથી કરી હતી. તે જ વર્ષે તેમણે જીગર અને અમી ફિલ્મમાં પણ ભૂમિકા ભજવી હતી.

તેમનો જન્મ મિઠાભાઇ કનોડિયા ને ત્યાં ગરીબ મિલ કામદારના પરિવારમાં થયો હતો. તેમણે તેમના મોટા ભાઈ મહેશ સાથે સ્ટેજ સિંગર અને ડાન્સર તરીકે પર્ફોમ કરવાનું શરૂ કર્યું. તે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની એક સફળ મ્યુઝિકલ જોડી છે, જેને મહેશ-નરેશ તરીકે ઓળખવામાં આવે છે.

1980 ના દાયકામાં તેઓ અને તેમના ભાઇ એ પ્રથમ ગુજરાતી જોડી હતી જેણે આફ્રિકા, અમેરિકા અને કેટલાક અન્ય એશિયન દેશો સહિતના સ્થળોએ વિદેશ પ્રવાસ અને સ્ટેજ કલાકારો તરીકે રજૂઆત કરી હતી. તેમણે રતન કનોડિયા સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો, હિતુ કનોડિયા અને સૂરજ કનોડિયા છે. હિતુ કનોડિયા એ ગુજરાતી ફિલ્મોનો સફળ અભિનેતા છે. તેમણે લગભગ 314 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

તેમની ફિલ્મો આ પ્રમાણે છે.

જોગ-સંજોગ, હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, માબાપને ભૂલશો નહી, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, ભાથીજી મહારાજ, પરદેશી મણિયારો, વણજારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જુગલ, જોડી, તાનારીરી, વેણીને આવ્યાં ફૂલ, જીગર અને અમી, કડલાની જોડ, સાયબા મોરા, રાજકુંવર, ટહુકે, સાજણ સાંભરે, લોહી ભીની ચુંદ્ડી, વીર બાવાવાળો, કંકુની કિંમત, સંત સવૈયાનાથ, હિરલ હમીર, ધંતીયા, ઓપન, બાપ ધમાલ,દીકરા કમાલ, જોડે રહેજો રાજ, પારસ પદમણી

કાળજાનો કટકો, બેની હું તો બાર બાર વરસે આવીયો, વટ વચન ને વેર, લાડી લાખની સાયબો સવા, લાખનો, કેશર ચન્દન, નર્મદાને કાંઠે, મહેંદી રંગ લાગ્યો, વિશ્વકર્મા, રાજ રતન, સાજણ હૈયે સાંભરે, પંખીડા ઓ પંખીડા, તારી મહેંદી મારે હાથ, ઉજળી મેરામણ, વટનો કટકો, ઉંચા ખોરડાની ખાનદાની, દુ:ખડા, ખમે ઇ દીકરી, સોનલ સુંદરી, શેરને માથે સવાશેર, ગરવો ગુજરાતી, ઊંચી મેડીના ઊંચા મોલ, અખંડ ચુડલો, મેરૂ મુળાંદે, શ્રી નાગદેવ કૃપા, પ્રીત પાંગરે ચોરી ચોરી.

આંગણિયા સજાવો રાજ, દોઢ ડાહ્યા, દલડું લાગ્યું સાયબાના દેશમાં, મન સાયબાની મેડીએ, રૂડો રબારી, હાલો આપણા મલકમાં, સૌભાગ્ય સિંદુર, ઓઢું તો ઓઢું તારી ચુંદડી, छोटा आदमी (હિંદી), પરભવની પ્રીત, સાજણ તારા સંભારણા, રઢિયાળી રાત, મરદનો માંડવો, ઢોલી તારો ઢોલ વાગે, પટેલની પટેલાઇ ઠાકોરની ખાનદાની, ઢોલામારુ(રાજસ્થાની), ધરમભાઈ(રાજસ્થાની), બીરો હોવે તો ઐસો(ઊંચી મેડીના ઊંચા મોલનું, રાજસ્થાની ડબિંગ વર્ઝન), હિરલ હમીર (હિન્દી, ડબિંગ વર્ઝન).

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી નીચેની વિગતે નરેશ કનોડિયાને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

  1. શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે)
  2. શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81)
  3. દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)
  4. શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)
  5. શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)

નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળેલો છે. 2012 માં ભારતીય સિનેમા જગતને સો વર્ષ પૂર્ણ થવાની ખુશાલીમાં મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, સાયરાબાનું અને વિનોદ ખન્ના જેવા ભારતીય સીને જગતના મહારથીઓની સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ કનોડિયાના અનન્ય પ્રદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવેલ.

તેમનું અવસાન 27 ઑક્ટોબર 2020 ના રોજ થયું.

લેખન અને સંપાદન: ટીમ We Gujjus

તમે આ લેખ “We Gujjus” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “We Gujjus” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here