મહી નદીમાં ડૂબતા યુવકને બચાવનાર યુવતીનું કલેક્ટરે કર્યુ સન્માન

બે મહિના પહેલા મહિસાગર નદીનાં ધરામાં ડૂબતા યુવાનને બચાવનાર યુવતીને કલેક્ટરે સન્માન કર્યુ હતુ. વડોદરામાં યોજાનાર સ્વતંત્રતા સમારોહમાં પણ હિંમતવાન યુવતીનું સન્માન કરવામાં આવશે.

વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર રહેતા ચાર મિત્રો બે મહિના પહેલા રસલપુર પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. આ સમયે બે યુવકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જો કે કિનારે બેઠેલા એક યુવકે ડૂબી રહેલા એક યુવકને બચાવી લીધો હતો. પરંતુ બીજો યુવક બાદલ નદીના ઉંડા ધરામાં ડૂબવા લાગ્યો હતો. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને એનિમલ રેસ્ક્યુનું કામ કરતી યુવતી ભર્ગસેતુ શર્મા પોતાના ગૃપ સાથે ત્યાં પિકનીક માટે ગઇ હતી. વડોદરાની યુવતી ભર્ગસેતુએ ઉંડા ધરામાં ડૂબતો જોયો અને એક પળનો પણ વિચાર કર્યા વિના તે નદીના ઉંડા ધરામાં કૂદી પડી હતી. અને ડૂબી રહેલા બાદલને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

આ બાદલના શ્વાસોશ્વસ પણ બંધ થઇ ગયા હતા. જેથી યુવતીએ બાદલના શરીરમાં રહેલુ પાણી બહાર કાઢ્યુ હતુ. ત્યારબાદ તેના શ્વાસોશ્વાસ ચાલુ થયા હતા. આ યુવતીનું વડોદરા જિલ્લા સંકલન સમિતની બેઠકમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને સાંસદ રંજનબેન ભટ્ટે સન્માન કર્યુ હતુ.

નદીમાંથી યુવકને ડૂબતો બચાવનાર યુવતી ભર્ગસેતુ છેલ્લા છ વર્ષથી એનિમલ રેસ્ક્યુ ક્ષેત્રે સેવા આપે છે. એને તેને એનસીસી કેડેટની તાલિમ પણ મેળવી છે. અને તાજેતરમાં જ એમ.એસ. યુનિવર્સિટીમા ઝુઓલોજી વિષય સાથે ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. વડોદરામાં યોજાનાર સ્વતંત્રતા સમારોહમાં પણ હિંમતવાન યુવતીનું સન્માન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here