આ રીતે લો પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ, ખેડૂતો અચૂક વાંચે

રાજયમાં પ્રઘાન મંત્રી ફસલ બીમા યોજના વર્ષ ૨૦૧૬-૧૭ ની ખરીફ,૨૦૧૬ ઋતુથી ભારત સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ અમલી કરવામાં આવેલ છે.

યોજનાનો હેતુ

કુદરતી આપત્તિઓના કારણે થતા પાક નુકશાન સામે ખેડુતોને વળતર આપવું. ખેડુતની આવકને સ્થિર કરવી. ખેડુતને નવીન અને અધતન કૃષિ ટેકનીકો વાપરતા કરવા. કૃષિમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો.

યોજના હેઠળ ખેડુતોનો સમાવેશ

બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય, તેઓ આ યોજના હેઠળ આવરી લેવાને પાત્ર છે.

ફરજિયાત ઘટક: બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજિયાતપણે આવરી લેવામાં આવે છે.

મરજિયાત ઘટક: જેમણે ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજિયાત છે.

પાત્રતાના ધોરણો

બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય, તેઓ આ યોજના આવરી લેવાને પાત્ર છે. બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવી (એટલે કે ધિરાણી ખેડૂતો) ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવાના રહેશે.

યોજનાના ફાયદા / સહાય

આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા માટે બે ટકા,રવીપાક માટે ૧.૫ ટકા તેમજ વાર્ષિક વાણિજિયક અને વાર્ષિક બુગાયતી પાકો માટે પાંચ ટકા સુધીનું પ્રિમિયમ ભરવાનું થાય છે. આ યોજના હેઠળ પાક જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે. વાવેતર ન થવું/રોપણી ન થવી (Prevented sowing): ઓછા વરસાદને કારણે અથવા વિપરીત મોસમની સ્થિતિના કારણે, વીમા હેઠળના સ્તારમાં વાવણી અને વાવેતરને રોકાવું પડે તેવા સંજોગોમાં.

ઊભો પાક (વાવણીથી લણણી સુધી): અટકાવી ન શકાય તેવા જોખમો એટલે કે દુકાળ, વરસાદ ન પડવો, પૂર, વધારે વરસાદ/જળબંબાકાર, જીવાત અને રોગો, જમીન ખસવી, કુદરતી આગ, વીજળી પડવી, વાવાઝોડું, બરફના તોફાન, ચક્રવાત અને ચક્રવાતના કારણે થતો વરસાદ તેમજ કમોસમી વરસાદ માવઠાંના જોખમોના કારણે થતુંનુકસાન વ્યાપક રીતે આવરી લેવામાં આવે છે.

કાપણી પછીના નુકસાન: કાપણી બાદના બે સપ્તાહ સુધીના સમયને આ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

સ્થાનિક આપત્તિઓ: નોટીફાઈડ વિસ્તારમાં કરા પડવા, જમીન ખસવી અને જળ બંબાકારના કારણે સ્થાનિક વિસ્તારમાં પાકને નુકસાન.

ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ: મુખ્ય પાકો માટે મધ્યવતી પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે થયેલ નુકસાન માટે ખેડૂતોને ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ

પ્રક્રિયા:

રાજય કક્ષાએ સચિવશ્રી, કૃષિના અધ્યક્ષપણા હેઠળ વીમા યોજનાની સંકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. સદર સમિતિ કેન્દ્ર સરકારશ્રીની માર્ગદર્શ મુજબ જે તે ઋતુની શરુઆતમાં ટેન્ડર/બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરવાનું રહેશે.

આ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઇન્ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસીડી, વિમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરે છે જે તે ઋતુનો ઠરાવ બહાર પાડશે.જેના આધારે જે તે નોટીફાઈડ વિસ્તાર પાકો માટે ખેડૂતો દ્વારા દરખાસ્ત પત્રક ઓનલાઈન રજુ કરવાનું રહેશે તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવોઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને ન મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે.

ભારતીય કૃષિ વિમા કંપની અને ભારત સરકારશ્રી દ્વારા એમ્પનલડ થયેલ અન્ય વિમા કંપનીઓ પાસેથી ટેન્ડર/બીડ મંગાવી પ્રિમિયમના દર તથા વીમા કંપનીઓ નક્કી કરવાની રહેશે આ સંસ્થા યોજનાની અમલીકરણ સંસ્થા તરીકે કાર્યવાહી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here